________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kmbtirth.org/
......નંદીશ્વર દ્વીપના શાશ્ર્વત ચૈત્યોને વંદના
૮મો નંદીશ્વર દ્વીપ
ટુચક દ્વીપ
કુંડલ દ્વીપ નંદીશ્વર દ્વીપ
ચૈત્યો પ્રતિમાજી
૪
res
YES
૮૩૬૮
४
For Private and Personal Use Only
Acharya Shri Kalassagarsuri Oyanmandir
Fe
નંદીશ્વર દ્વીપમાં શાશ્ર્વત ચૈત્યોને વંદના
ચિત્રમાં નંદીશ્વર દ્વીપના ચૈત્યો બતાવવામાં આવ્યા છે. અંદર જંબૂ દ્વીપાદિ ૭ દ્વીપો તથા ૭ સમુદ્રો નાના બતાવ્યા છે. ત્યાર પછી ૮મો નંદીશ્વર દ્વીપ મોટો બતાવ્યો છે. આ નંદીશ્વર દ્વીપની ઉત્તર દિશામાં મધ્યમાં અંજનગિરિ નામનો પર્વત છે. તેની ચારે દિશામાં દધિમુખ પર્વતો છે અને વચ્ચે વિદિશાના ખૂણામાં બે બે રતિકર પર્વતો છે. આમ કુલ ૧૩ પર્વત થયા. દરેક ઉપર શાશ્વત જિનચૈત્યો છે. દરેક ચૈત્યોમાં ૧૨૪ શાશ્વત જિન પ્રતિમાજી છે. ઉત્તર દિશામાં જે રીતે ૧૩ પર્વતો ૧૩ ચૈત્યો બતાવ્યા તે રીતે ચારે દિશામાં છે. એટલે કુલ ૫૨ ૫ર્વત, ૫૨ ચૈત્યો થયા. દરેકમાં ૧૨૪-૧૨૪ જિન પ્રતિમાજી હોઈ કુલ ૬,૪૪૮ શાશ્વત જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું...
શ્રી જિનેશ્વર ભગવંતોના કહ્યાણકા ઉજવવા ઈન્દ્રો, દેવો વગેરે આ મંદિરમાં આવીને મહોત્સવ કરે છે. નંદીશ્વર દ્વીપમાં ચારે દિશામાં મળીને આ રીતે ૫૨ (બાવન) પર્વતો ઉપર ૫૨ (બાવન) ચૈત્યો છે.
દરેક વિદિશામાં ચાર ચાર ઇંદ્રાણીની રાજધાની છે. કુલ સોળ રાજધાનીમાં પણ એક ઐક શાશ્વત જિનમંદિર છે. આ દરેક ચૈત્યમાં ૧૨૦-૧૨૦ જિન પ્રતિમાજી છે. એટલે કુલ ૧,૯૨૦ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના...નમો જિણાણું...
આમ નંદીશ્વર દ્વીપમાં કુલ ૬૮ ચૈત્યો થયા તેમાં રહેલ ૮,૩૬૮ પ્રતિમાઓને મારા ભાવભર્યા વંદન... નમો જિણાણું......
Bicis del citon
86