________________
Shri Mata
Ardhana Kendra
Acharya Shri Kalassagarsun Gyanmandir
સ્વામિને નમ્: || पार्श्वनाथाय नमः ||
શ્રી સીમંધરસ્વામિને નHઃ || વગેરે પદો દ્વારા મંથરૂપે પણ પ્રભુ નામનો જાપ બતાવેલ છે.
નામનો મહિમા પર બંધુઠત્તનું દષ્ટાંત
બંધુદત્ત નામનો શ્રેષ્ઠિપુત્ર સાથે સાથે પોતાની પત્નીને લઈને જતો હતો. વચ્ચે ચોરોની ધાડ પડી. ભાગાભાગમાં બંધુદત્ત નાસી ગયો. પરંતુ તેની પત્ની ચોરોના હાથમાં પકડાઈ ગઈ. ચોરોએ પલ્લીપતિને ભેટ ધરી. પલ્લીપતિએ પોતાની પત્ની બનાવવાનો વિચાર કર્યો. તેનું નામ વગેરે પૂછ્યું. તેના પિતાના નામને જાણતાં જ પલ્લીપતિ તેના પગે લાગ્યો અને બોલ્યો કે ‘તું મારી બેન છે” તારા પિતાએ મને મૃત્યુથી બચાવેલ છે. દારૂ પીને રસ્તામાં પકડાઈ જતા મને રાજાએ ફાંસીની સજા કરેલી. પૌષધ પારીને ઘરે જતા તારા પિતાના જોવામાં હું આવ્યો. તેમણે રાજાને ભેટમું ધરીને આજીજી કરી અને મને છોડાવ્યો. માટે હે બેન ! હવે તારી શું ઈચ્છા છે તે કહે? હું પૂર્ણ કરું, તેણીએ કહ્યું, ‘મને મારા સ્વામિનો મેળાપ કરાવી આપો.' પલ્લીપતિએ ચારે બાજુ ચોરોને દોડાવ્યાપત્તો ન લાગ્યો - તેથી પલ્લીપતિએ દેવીની માન્યતા કરી કે ‘એક મહિનામાં આ મારી બેનનો પતિ મળશે તો હે દેવી, ! તને દશ પુરુષોનું બલિદાન આપીશ’ મહિનો થવા આવ્યો છતા પત્તો લાગતો નથી, છેવટે દશ પુરુષોનો બલી આપવા ગમે તે દસ પુરુષોને પકડી લાવવા હુકમ કર્યો. દશ પુરુષોને ચોરો પકડી લાવ્યા. તેમાં તે જ બંધુદત્ત અને તેના મામા પણ પકડાયા હતા. દેવી આગળ હાજર કરાયા, લાઈનબંધ બધાને ઉભા રાખ્યા. ચોરો તલવારના ઘા ઉગામે છે. બંધુદત્ત નવકારમંત્ર અને પાર્શ્વનાથ ભગવાનનું નામ યાદ કરે છે. ઘા નિષ્ફળ જાય છે. પુનઃ પુનઃ ચોરો ઘા કરે છે. પરંતુ ઘા તદ્દન નિષ્ફળ જાય છે. છેવટે ચોરો બંધુદત્તને પલ્લીપતિ પાસે લઈ જાય છે. પાસે જ રહેલી તેની પત્નીએ પતિને ઓળખી કાઢ્યા. પગમાં પડી. પલીપતિ આશ્ચર્ય પામ્યો. હકીકતની જાણ થતા બધાને છોડી મુક્યા, બંધુદત્તનું સન્માન કર્યું. પલીપતિ પૂછે છે, “મણિમંત્ર-જડીબુટ્ટી જેવું તમારી પાસે શું હતું કે જેથી તલવારના ઘા પણ નિષ્ફળ ગયા. બંધુદને
કહ્યું -માત્ર ‘પાર્શ્વનાથ ભગવાનનું નામ’ - આ છે ભગવાનના નામનો મહિમા, ભગવાનનો આટલો જ મહિમા નથી પરંતુ નામસ્મરણથી કેવળજ્ઞાન અને મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય છે.
હાલમાં આપણને તીર્થકર ભગવાનના ૯૦૦ નામ મળે છે. જેમ આપણા અહીંના આ ભરત ક્ષેત્રમાં ૨૪ તીર્થકરો થયા છે. તેમ તે જ રીતે બાકીના ચાર ભરત ક્ષેત્રો (કુલ ૫ ભરત ક્ષેત્ર છે.) તથા પાંચે ઐરવત ક્ષેત્રમાં પણ ૨૪ તીર્થકરો થયા છે. કુલ ૨૪૦ તીર્થકરો દશ ક્ષેત્રના આ ચોવીશીમાં થયા, તે જ રીતે ગઈ ચોવીશીના દશ ક્ષેત્રના ૨૪૦ તીર્થંકરો અને આગામી ચોવીશીના પણ દશ ક્ષેત્રના ૨૪૦ તીર્થકરોના નામ અત્યારે ઉપલબ્ધ થાય છે.
આમ કુલ ૭૨૦ તીર્થકરોના નામ થયા. વળી અજિતનાથ ભગવાનના કાળે ૧૭૦ તીર્થંકરો ઉત્કૃષ્ટથી હતા. (ઉત્કૃષ્ટા એકસોને સિત્તેર) તેમાંથી ૫ ભરત ક્ષેત્રમાં અને ૫ એરવત ક્ષેત્રમાં અને ૧૬૦ તીર્થકર ભગવંતો પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં હતા. આ ૧૬૦ તીર્થકર ભગવંતોના નામ પણ અત્યારે ઉપલબ્ધ થાય છે. તેવી જ રીતે હાલ વર્તમાનમાં વિચરતા વીશ તીર્થકર ભગવંતો પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જ છે. તે બધા તીર્થંકરોના નામ મળે છે. એટલે કુલ ૯૦૦ તીર્થકરોના નામ આજે ઉપલબ્ધ છે. તે સિવાય ચરિત્રો આદિમાં, ક્યાંક-ક્યાંક તીર્થકરોના નામ મળે તે જુદા. | નવસો નામોમાંથી દરેકના નામ લઈને નમસ્કાર કરવાનો છે. દરેકના નામને અંતે ‘નમઃ' બોલી તે વખતે ‘નમો જિણાણં' બોલવાનું. સામુદાયિક આરાધનામાં એક જણ નમઃ સુધી બોલે. સર્વએ ‘નમો જિણાણં' બોલવાનું.
આ બધા ક્ષેત્રો એટલે કે પાંચ ભરત ક્ષેત્ર, પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ઐરવત ક્ષેત્ર ક્યાં આવેલા છે તેની ભૌગોલિક દૃષ્ટિએ સમજણ હવે પછીના પ્રકરણમાં આપીએ છીએ.
ત્રિલોક #lled પં.ના
છે
For Private and personal Use Only