Book Title: Tejpalno Vijay Author(s): Lalchandra Bhagwandas Gandhi Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 9
________________ © નિવેદન લુ આ ઐતિહાસિક લેખ, પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે જૈનધર્મ પ્રકાશ” ના સુવર્ણ વિશેષાંક માટે લખવામાં આવ્યો હતો, પરંતુ ફ. શુ. ૧૫ સુધીમાં મેકલવા સૂચવાયેલ લેખ, અહીંથી ચિત્રી પૂર્ણિમાએ જ પૂર્ણ કરી ભાવનગર મેકલી શકાય હતે. જૈન ધર્મ પ્રસારક સભાના માનનીય પ્રમુખ શ્રીમાન શેઠ કુંવરજીભાઈએ તેની પહોંચ લખતાં તા. ૨૧–૪–૩૫ ના પત્રમાં તે તરફ સદ્ભાવ દર્શાવતાં જણાવ્યું હતું કે “ લેખ મળ્યો પણ બહુ મેડે મળે. * હવે તે અંક પૂરે છપાઈ ગયો x x લેખ વાંચી ગયો છું. અત્યુપયેગી છે. પ્રયાસ ઘણે લીધા છે. પ્રસ્તાવના અસરકારક છે. હવે તો તેને જુબીલી અંક વિભાગ બીજામાં દાખલ કરશું. * * તેમાં યોગ્ય સ્થાને સમાસ કરશું. x x” પરંતુ કુદરતના કોઈ અજ્ઞાત સંકેત પ્રમાણે ત્યારપછીના તા. ૨૮-૫-૩૫ ના પત્રમાં તેઓએ જણાવ્યું કે “વૈશાખ-જેઠના અંકમાં જુબીલી સંબંધી હકીક્ત જ મુકવાની છે. x x એટલે એ અંકમાં તમારે લેખ નહીં આવી શકે. અસાડના અંકમાં જરૂર મૂકશું.” અને અષાડના અંકમાં આ લેખને સ્થાન આપવા ખાસ ઈચ્છા દર્શાવતાં x x “તે બધામાં આપના લેખને અગ્રપદ આપવાનું છે.” વિગેરે તા. ૪-૬-૩૫ ના પત્રમાં પણ જણાવેલું; પરંતુ આ લેખ, ઉદેશ પ્રમાણે વિશેષાંકમાં પ્રકટ ન થઈ શક્યો તે સામાન્ય અંકમાં મૂકાવ એગ્ય ન લાગતાં “ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવો એ વિચાર થયો અને પરિણામે અંકોટ, ગોધા, પાવાગઢ અને ચાંપાનેરના મહત્વના અપ્રકટ ઇતિહાસ સાથે વિભૂષિત થઈને આ રીતે પ્રકાશમાં આવે છે. –લેખક.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116