________________
નાં કારણ કરી અને એક
(૩૨) જે તે પણ પર્વત, પૃથ્વીને આધાર હોવાથી લેમાં તીર્થ તરીકે કહેવાય છે, તે તે જૈનમંદિરથી પવિત્ર થઈને તેમ કહેવાય, તેમાં શું કહેવું? કહ્યું છે કે –“રેવતાચલ(ગિરનાર)નાં દર્શન કરતાં, શત્રુંજય ગિરિને નમન કરતાં, અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરતાં, સંમેતગિરિનું ધ્યાન કરતાં, પાવકાદ્રિ(પાવાગઢ) પર ચડતાં અને અબુદાચલ (આબૂ)ને પૂજતાં પવિત્ર ચિત્તવાળા મનુષ્યનું કરડે ભમાં કરેલું પાપ ક્ષય પામે છે. ”
પુણ્યલક્ષ્મીના પાત્રરૂપ તે જ મનુષ્ય, પૃથ્વીમાં કેવડે ગવાય છે, કે જે સદ્ભાવવાળે પુરુષ, પહેલાં તીર્થને અવતાર કરે. જેઓ આદરપૂર્વક જિનમંદિર કરાવે છે, તેમાં વિવિધ બિંબ કરાવે છે અને ત્રણે જગતમાં જયવંત એવાં તે બિંબને જેઓ પૂજે છે, તે જ પ્રમોદ આપનારા પુણ્યપાત્ર છે” એમ વિચાર કરીને સુબુદ્ધિમાન તે મંત્રીએ (તેજપાલે) ત્યાં (પાવાગઢમાં) જગને આશ્ચર્ય ઉપજાવે તે સર્વતોભદ્ર નામને આહંત પ્રાસાદ કરાવ્યું.
સંપદાવડે ઈંદ્ર જેવા, પ્રતિષ્ઠિતેના પણ પૂજ્ય એવા તે મંત્રીએ તેજપાલે) કેટલાક મહિના સુધી ત્યાં રહીને દુને
૧ કેટલાક લેખકે એ સર્વભદ્ર જણવ્યું છે, તે બરાબર નથી. શિલ્પશાસ્ત્ર-વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સર્વતે ભદ્ર પ્રસાદને પરિચય મળે છે. આ વેતાંબર જૈનમંદિરની મૂર્તિયોને કેટલાક વેતાંબર જેનોએ કારણસર કેટલાંક વર્ષોથી ત્યાંથી ઉપાડી લઈ વડોદરાના દાદા પાર્શ્વનાથના મંદિરમાં સ્થાપ્યા પછી પાવાગઢના ઉપર્યુક્ત છે. જૈનમંદિરને દિગંબર જૈનએ દિ. મંદિર કરી પિતાને આધીન અધિકારનું કરી લીધું હોય એમ જણાય છે.