Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 64
________________ ( ૮ ) મેરૂતુંગસૂરિના સ્તંભનંદ્ર-પ્રબંધને શુદ્ધ કરનાર રાજશેખરસૂરિએ વિ. સં. ૧૪૦૫માં દિલ્લીમાં રચેલ પ્રબંધકેષચતુર્વિશતિપ્રબંધન વસ્તુપાલપ્રબંધ )માં ઉપર્યુક્ત ઘટના– પ્રસંગ સં. ગદ્યમાં સંક્ષેપમાં સૂચવ્યું છે; પરંતુ પં. જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૭ માં ચિત્રકૂટપુર(ચિત્તોડ)માં રચેલા સં. પદ્યમય હર્ષોક કાવ્ય વસ્તુપાલ-ચરિત્રમાં વિસ્તારથી આ ઐતિહાસિક પ્રસંગ દર્શાવ્યા છે. સાથે ગધ્રા, પાવાગઢ, વડોદરા, ડઈ વિગેરે આસપાસના પ્રદેશમાં તે મંત્રીશ્વરે પિતાના વિજયને સ્મરણ કરાવતાં કરાવેલાં ધાર્મિક સ્મારકોજિનમંદિરે વિગેરેનું પણ ત્યાં સૂચન કર્યું છે. એ બંનેગ્રંથના મુખ્ય આધાર પર આ નિબંધની સંકલના છે. ઉપર્યુક્ત પુસ્તકોના ભાષાંતરકારોએ અને અન્ય લેખકોએ તેમાં કેટલાક ફેરફાર કર્યો છે. ફાર્બસ સાહેબની રાસમાળા ભા. ૨ જા માં વાઘેલા વિષે ભાષાંતરકર્તાના વધારામાં, શાસ્ત્રી ત્ર. કા. ના વીરધવલપ્રબંધ (બુદ્ધિપ્રકાશ પુ. ૧૩)માં, રા. રા. ગે. હા. દેશાઈના ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં, વીરશિરોમણિ વસ્તુપાલ અથવા પાટણની ચડતી પડતી (ભાગ ૧ લે.) જેવી નવલકથામાં અને રા. તા. પો. અડાલજાની વીરની વાત(સચિત્ર ભા. ૩ જા)માં મદમર્દન નામની વાર્તામાં, વીસમી સદી જેવાં માસિકમાં અને એકાદ ચિત્રપટમાં (સનેમાની ફિલમમાં) આ ઐતિહાસિક ઘટનાને ઉતારવા કેટલાક પ્રયત્ન થયે છે; પરંતુ વાસ્તવિક ઈતિહાસ, મૂલ ગ્રંથમાં કેવા સ્વરૂપમાં મળે છે, તે પ્રકાશિત કરવાની આવશ્યક્તા હોઈ આ પ્રયત્ન ઉપગી થશે એવી આશા છે. ઉપર્યુક્ત પં. જિનહર્ષગણિએ વસ્તુપાલચરિત્રના ત્રીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કર્યું છે કે

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116