Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 76
________________ ( ૨૦ ). તિના મરણમાં, સ્વામી પકડાવાના પ્રસંગે, ગાયે ગ્રહણ કરાતાં, શરણે આવેલાની રક્ષા કરવામાં, સ્ત્રીના હરણમાં, મિત્રેની આપત્તિ નિવારવાના પ્રસંગે પીડિતાની રક્ષા કરવામાં પરાયણ–મનવાળા એવા જે(ક્ષત્રિય) શસ્ત્ર ગ્રહણ કરતા નથી–હથિયાર ઉઠાવતા નથી, તેઓને જોઈ સૂર્ય પણ બીજા સૂર્યને જેવા શોધ કરે છે.” એવો વિચાર કરીને તરત જ ઘર વિક્રમવાળે, પોતાને વીર માનનાર, મહામાની ઘૂઘુલ, રણના આવેશને વશ થયેલ છત, જાતે જ બખ્તર ગ્રહણ કરીને, આકાશ અને પૃથ્વીના મધ્યભાગને ભરી દેનારા, રૌદ્ર વાઘોના મહાધ્વનિવડે દેવોને પણ ત્રાસ પમાડત, શોભતી પાખરરૂપી બે પાંખવડે પક્ષિરાજ (ગડ) જેવા વેગવાળા અશ્વરત્ન પર આરૂઢ થઈને, પ્રઢ મત્સરવાળે થઈને, સેંકડે સત્ત્વશાલી અસ્વાર રાજાઓ (ઘેડે ચડેલા ક્ષત્રિય) સાથે, ગાયે હરનારા તે દુશ્મનની પાછળ આવ્યું. ગાયે હરનારા, તેને દર્શન દેતા હતા, પરંતુ કઈ એક સ્થાનમાં સ્થિર રહીને યુદ્ધ કરતા ન હતા અને શત્રુઓને ત્રાસ પમાડતા હતા. તેમને જોઈને બમણું ઉત્સાહી થયેલા સાહસિક મહાબાહુ ઘૂઘુલ રાજાએ વાદ્યોના શબ્દો વડે તેમને યુદ્ધ માટે બોલાવ્યા. તેઓ પણ કપટથી કેઈ એક સ્થળે સ્થિર રહીને યુદ્ધ માટે સંરંભ કરતા હતા, પાછા કોલાહલ કરતા ઉતાવળે પગલે નાસતા હતા. એવી રીતે કપટ-યુદ્ધના १ “वृत्तिच्छेदविधौ द्विजातिमरणे स्वामिग्रहे गोग्रहे सम्प्राप्ते शरणे कलत्रहरणे मित्रापदां वारणे । आतंत्राणपरायणैकमनसां येषां न शस्त्रग्रह स्तानालोक्य विलोकितुं मृगयते सूर्योऽपि सूर्यान्तरम् ॥"

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116