Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 81
________________ (૨૫) જ વિશ્વમાં કંટક જેવા તે(ઘેલ)ને ઘોડા પરથી નીચે પાડી નાખ્યા અને તેવા પ્રકારના વીરરસના આવેગવાળા રસવડે ભરપૂર મનવાળે મહાભુજ(પરાક્રમી) મંત્રી તે જ ક્ષણે તેના ઉપર પડ્યો. ત્યાર પછી સચિવાગ્રણીએ(તેજપાલે) પાપોથી ભરપૂર એવા તે (ઘૂઘુલ)ને ભુજા દબાવવાપૂર્વક જલદીથી ઇંબંધ–પૂર્વક બાંધ્યું. સઘળા સુભટ ભયબ્રાંત થઈને જતા રહ્યા, તેવામાં તે તે(ઘઘુલીને જીવતે જ સિંહની જેમ લાકડાના પાંજરામાં પૂર્યો. ત્યાર પછી બ્રહ્માંડના મધ્યભાગને પૂરનારા, નિશાન(વાદ્યો)ને ભયંકર વડે દિગ્ગજોને પણ ત્રાસ પમાડતા અને દુરાચારી રાજાઓને ભય પમાડતા સચિવેશ્વર(તેજપાલ) જયલમીને હાથ કરી(વરી) જલદી છાવણના સ્થાને પહોંચ્યા અને તેણે જિનેંદ્રને શુભ આઠ પ્રકારવડે પૂજીને યુદ્ધથી ઉત્પન્ન થયેલા પિતાનાં કર્મરૂપી રજ:પુંજનું પ્રમાર્જન કર્યું. ત્યાર પછી બલવડે ઉત્કટ એવા અગ્રેસર ભટેવડે ચેત રફથી રક્ષા કરાતા, કર્મની ગાંઠની જેમ ગોધાને ગઢ, ભેદી ન શકાય એવા અને અત્યંત | દુર્ગમ એવા ગોધાના દુર્ગ(ગઢકિલા)ને પ્રચંડ બાહુ-દંડવાળા મંડલેશ્વરોથી પરવરેલા મંત્રીએ અપૂર્વકરણમાં રક્ત થઈ ખંડ ખંડ ખંડિત કરી નાખે. સમસ્ત પ્રાણિ-સમૂહને પ્રસન્ન કરનાર સુબુદ્ધિમાન મંત્રી શ્વરે, કેવડે હર્ષના ઉત્કર્ષથી જય જય ગધ્રામાંથી ગ્રહણ શબ્દ ઉચ્ચરાતાં, સંપત્તિના નિવાસ કરેલ રાજ-વૈભવ જેવા રાજાના આવાસમાં પ્રવેશ કરીને આશ્વાસન આપવાથી ત્યાંની સર્વ પ્રકૃ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116