________________
( ૧૧ )
રાજાએ અનુજ્ઞાત કરેલા, યથાયેાગ્ય આસનને અલ'કૃત કરી આ ભટ્ટે મંત્રદ્રના સ ંદેશા નિવેદિત કર્યો કે–‘ રાજન્! સમસ્ત રાજાએવડે સેવાતા, ગુજરાતના રાજેંદ્ર વીરધવલ રાજા, મસ્તકપર અભિષેક કરવાની ચાગ્યતાને ધારણ કરે છે. સત્યભામા( સત્ય તેજ લક્ષ્મી )થી યુક્ત, લીલામાત્રમાં અલિ–મલવાનાને બંધન કરનાર, યશ અને દયાવડે આનંદ ઉત્પન્ન કરનાર જે શ્રીમાન્ ( વીરધવલ ) પુરુષાત્તમ છે ( શ્રીકૃષ્ણના પક્ષમાં સત્યભામા, અલિ–અંધન, યશેાદા અને લક્ષ્મી સંબંધી અર્થ પ્રસિદ્ધ છે).
જે ( વીરધવલ ), યુદ્ધમાં ખાણેાવડે દુશ્મનાને જલ્દી દીર્ઘ નિદ્રા ( મરણ ) આપીને, જયલક્ષ્મી સાથે, વૃદ્ધિ(વ્યાજ ) સાથે જીવિત ગ્રહણ કરે છે. તેના સચિવાધીશ, ચક્રપાણિ ( કૃષ્ણ )ને ઉદ્ધવ જેવા, સ્ફુરતા પ્રજ્ઞા–વૈભવથી ભુવનમાં અદ્ભુત એવા વસ્તુપાલ છે; તથા જગને જીતનાર, બુદ્ધિઅલવાન્ મંત્રી તેજપાલ, તે( વસ્તુપાલ )ને લઘુખ છે. જેની પ્રેક્ષા–પ્રતિભાને પ્રાપ્ત કરવાને દેવાના ગુરુ બૃહસ્પતિ પણ ઇચ્છે છે. હે રાજન્! આંતરિક પ્રીતિ ધારણ કરતા તે અને મત્રીશ્વરાએ આપના હિતમાટે મ્હારા મુખદ્વારા એવી રીતે નિવેદન કર્યું" છે કે “ આપ, સર્વ રાજાઓની પક્તિમાં ગુણાવડે મણિ જેવા વિખ્યાત હાવા છતાં ધર્મ અને નીતિને નાશ કરનારૂં ધાર કર્મ શા માટે કરા છે ? તે અન્યાયને જલ્દી મૂકા, ન્યાયમાના મુસાફર થાઓ; કારણ કે અત્યુત્ર પુણ્યાનુ અને અત્યુગ્ર એવાં પાપાનુ ફળ આ લાકમાં જ મળે છે—એવું સ્મૃતિવચન છે.