________________
( ૧૨ ) વિશ્વને પાવન કરનાર, વીરધવલ રાજાના શાસનને શ્રેયની અભિવૃદ્ધિ માટે શેષાની જેમ સદા મસ્તક પર ધારણ કરે; અન્યથા કૃતકૃત્યતા કરી ભીમ, ચામુંડ, સાંગણ વિગેરે રાજાએની પંક્તિ(મરણાવસ્થા)માં પિતાને સ્થાપે.”
ભટ્ટનાં એવાં વચન સાંભળી, કેપથી તપતા અંગવાળા,
ઘોર વિકમ ધારણ કરનારા રાજા ઘૂઘુલે ઘૂઘુલનાં પ્રત્યુત્તરરૂપે ઉચ્ચાર્યું કે –“અહો ! કેપ–વચનો, આ બંને દુરાત્મા વાણિયાઓનું પણ
કેવા પ્રકારનું સાહસ છે? કે, અમને (રાજાઓને) પણ દૂત દ્વારા આદેશનું નિવેદન કરે છે ! ખરેખર, એ બંનેને પોતાની પહેલાની અવસ્થા ભૂલાઈ ગઈ લાગે છે, જેથી રાજાની પણ આવી રીતે તિરસ્કાર-વિડંબના કરવામાં આવે છે. કહ્યું છે કે–અવંશ( હીનવંશ )માં પડેલે રાજા, મૂર્ખને પુત્ર છતાં થયેલ પંડિત, અને ધન પ્રાપ્ત કરનાર અધન; તે જગતને તૃણ જેવું માને છે.” તે તું હારા આ કથનને તે બંને અધમ સચિને કહેજે કે-“સિંહ હરણના શાસન( હુકમ)ને માથે ચડાવે?” પણ રાજ-મદના ઉન્માદથી વિવશ થયેલા ચિત્તવાળા એ બંને દુરાચારી ની જેમ તેમ બેલે. કહ્યું છે કે –“સૂર્યમંડલથી ઉષ્ણતા પ્રાપ્ત કરનાર વાલુકા(રેતી)ને સમૂહ, જેમ તપે છે, તેમ બીજા પાસેથી લક્ષ્મી પ્રાપ્ત કરનાર નીચ અત્યંત તપે છે.” તે અનુચિત કર્મ કરનારા એ બંનેની, નદીના તટપર રહેલા ઝાડની જેમ નિશ્ચ નજીકમાં જ પડતી થવાની. કહ્યું છે કે “ઔચિત્યથી અલન થવું,