Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 46
________________ ૩૬ ઘણું દેવાલયના અવશેષે હવાનું પણ સૂચન છે. ચાંપાનેર અને પાવાગઢને ભૌગોલિક આવશ્યક પરિચય, ઈ. એ. ૧૮૮૦ ના વ. ૯, પૃ. ૨૨૧ માં પ્રકટ થયેલ છે. જેમ્સ કેમ્પબેલ સાહેબના અંગ્રેજી ગેઝિટ્ટીઅર ગ્રંથના સારરૂપે કવિ નર્મદાશંકરે મુંબઈ અર્વાચીન સરકારના હુકમથી તૈયાર કરેલ ગૂજરાત ઉલેખે સર્વસંગ્રહ( મુંબઈ ઇલાકાના સરકારી કેળવણુ ખાતા તરફથી સન્ ૧૮૮૭ માં પ્રકટ થયેલ પૃ. ૪૬૫ થી ૪૬૮)માં ચાંપાનેરને પરિચય આપે છે. તેમાંથી સાર ભાગ નીચે દર્શાવવામાં આવે છે – પાવાગઢની ઈશાન કેણ તરફ મલેક ઉપર, વડોદરાથી પૂર્વમાં પચીસેક મેલ ઉપર અને ગોધરાની દક્ષિણે ૪ર મેલ ઉપર ચાંપાનેર સૂચવેલ છે. હાલમાં ત્યાં જ ભીલ તથા નાયકડા રહે છે. બાકી ઉજડ. આગળ નામાંકિત શહેર હતું. વનરાજના સમયમાં ચાંપા(વાણિયો કે કણબી)એ ચાંપાનેર વસાવ્યું. ૧૧માં સૈકામાં રામગોડ તુવાર પાવાપતિ હતા, પણ એ અણુહિલવાડ પાટણને મંડલેશ્વર હશે. ચાંપાનેર, અનહિલવાડ રાજ્યને પૂર્વ ભાગમાં જબરે કિલે ગણાતો હતો. અલાઉદ્દીને પાટણ પર આક્રમણ કર્યા પછી ચહાણ રજપૂ ૧ વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમસ્થાન, વડોદરાથી ૨૮ માઈલ પૂર્વમાં, સમુદ્ર સપાટીથી ૨૮૦૦ ફીટ ઉંચો અગમ્ય દુર્ગ છે. ૩ કેશ ઉંચાઈમાં અને ૧૨ કોશ ઘેરાવામાં. ૨ ફાર્બસ સાહેબની રાસમાળા( ગૂ. ભા. પૃ. ૪૦)માં શુરવીર મહામાત્ય જબ વણિકને જ ચાપા તરીકે સૂચવેલ છે. ૩ વિ. સં. ૧૫૧૨ માં કવિ પદ્મનાભે રચેલા કાન્હડદે પ્રબંધ [ શ્રીયુત ડી. પી. દેરાસરી બેરીસ્ટર મહાશય દ્વારા સં. ખૂ. ૧.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116