________________
કેરી, સુખડનાં ઝાડ, ઈમારતી કામનાં લાકડાં, ધારદાર તરવાર, ચક્યક્તિ રંગવાળું રેશમ અને વેપાર-ધંધા માટે ચાંપાનેર વખણાયું હતું. ગુજરાત અને માળવાના મૈત્રીસંબંધથી શહેરની આબાદાની વધી હતી. આફત વેળા ખજાને સંતાડવાને ડુંગરી કામની છે એવું સુલતાને વિચાર્યું.
ઈ. સન્ ૧૫૧૪ માં ચાંપાનેર પૂરી જાહોજલાલીમાં હતું. ધાન્ય–ફલ–પાક, પશુ-ધન વિગેરેથી સમૃદ્ધ હતું. શિકારી જગ્યાઓ પણ હતી.
૧૫૩૬ માં બહાદુરશાહ મૃત્યુ પામતાં સુધી ચાંપાનેર, ગુજરાતનું રાજકીય રાજધામ હતું. તે પછી પાછી અમદાવાદ રાજધાની. ગુજરાતનું માળવા પરથી ઉપરીપણું ગયું કે ચાંપાનેરને વેપાર તૂટ્યો.
ઈ. સન્ ૧૫૫૪ પછી ર૦ વર્ષના બખેડામાં ગુજરાતને તેમ ચાંપાનેરને ખૂબ ખમવું પડયું.
અકમ્બરે ૧૫૭૩ થી ૧૬૦૫ માં ગૂજરાતમાં વ્યવસ્થા કરી, પણ ચાંપાનેરની આબાદાની ન થઈ.
૧૭મા સૈકાની શરૂઆતમાં ત્યાંની હવા શરીરને નબળું બનાવે તેવી અને પાણું ઝેર જેવું થયું. શહેર ઘણું દુદર્શામાં હતું.'
૧ ઈ. સન ૧૭૨૮(વિ. સં. ૧૭૮૪)માં કંતાજીના પુત્ર કૃષ્ણજી(મરાઠા)એ એકાએક હલે કરી ચાંપાનેરને કિલ્લો લીધો હતા, અને તેમના કારભારીઓ ખંડણીને હિસ્સા ઉઘરાવવા ગુજરાતમાં રહેવા લાગ્યા હતા.
ચીમનાજીરાવે ચાંપાનેર પાસેને પ્રદેશ લુંટ્યો હતો.