SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ © નિવેદન લુ આ ઐતિહાસિક લેખ, પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે જૈનધર્મ પ્રકાશ” ના સુવર્ણ વિશેષાંક માટે લખવામાં આવ્યો હતો, પરંતુ ફ. શુ. ૧૫ સુધીમાં મેકલવા સૂચવાયેલ લેખ, અહીંથી ચિત્રી પૂર્ણિમાએ જ પૂર્ણ કરી ભાવનગર મેકલી શકાય હતે. જૈન ધર્મ પ્રસારક સભાના માનનીય પ્રમુખ શ્રીમાન શેઠ કુંવરજીભાઈએ તેની પહોંચ લખતાં તા. ૨૧–૪–૩૫ ના પત્રમાં તે તરફ સદ્ભાવ દર્શાવતાં જણાવ્યું હતું કે “ લેખ મળ્યો પણ બહુ મેડે મળે. * હવે તે અંક પૂરે છપાઈ ગયો x x લેખ વાંચી ગયો છું. અત્યુપયેગી છે. પ્રયાસ ઘણે લીધા છે. પ્રસ્તાવના અસરકારક છે. હવે તો તેને જુબીલી અંક વિભાગ બીજામાં દાખલ કરશું. * * તેમાં યોગ્ય સ્થાને સમાસ કરશું. x x” પરંતુ કુદરતના કોઈ અજ્ઞાત સંકેત પ્રમાણે ત્યારપછીના તા. ૨૮-૫-૩૫ ના પત્રમાં તેઓએ જણાવ્યું કે “વૈશાખ-જેઠના અંકમાં જુબીલી સંબંધી હકીક્ત જ મુકવાની છે. x x એટલે એ અંકમાં તમારે લેખ નહીં આવી શકે. અસાડના અંકમાં જરૂર મૂકશું.” અને અષાડના અંકમાં આ લેખને સ્થાન આપવા ખાસ ઈચ્છા દર્શાવતાં x x “તે બધામાં આપના લેખને અગ્રપદ આપવાનું છે.” વિગેરે તા. ૪-૬-૩૫ ના પત્રમાં પણ જણાવેલું; પરંતુ આ લેખ, ઉદેશ પ્રમાણે વિશેષાંકમાં પ્રકટ ન થઈ શક્યો તે સામાન્ય અંકમાં મૂકાવ એગ્ય ન લાગતાં “ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવો એ વિચાર થયો અને પરિણામે અંકોટ, ગોધા, પાવાગઢ અને ચાંપાનેરના મહત્વના અપ્રકટ ઇતિહાસ સાથે વિભૂષિત થઈને આ રીતે પ્રકાશમાં આવે છે. –લેખક.
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy