________________
સ્મરણાંજલિ
" अघटितघटितानि घटयति सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति यानि पुमान् नैव चिन्तयति ॥
""
વિધિની વિચિત્ર ઘટનાથી સુટિત થયેલાં સ્નેહી અટિત રીતે વિટિત થાય; ત્યારે વિદ્યમાન વિવેકી સ્નેહી, તેનું મધુર કિં વા કરુણ સ્મરણ, શબ્દો દ્વારા શું વ્યક્ત કરી શકે છે ? તેમ છતાં, ભારતવર્ષના આ સજ્જનેએ અને સન્નારીઓએ પેાતાનાં સ્નેહીનાં સંસ્મરણા અનેક રીતે કર્યાં છે. તેમના સ્મરણાર્થે તથા શ્રેય, પુણ્ય અને યાવૃદ્ધિ માટે દાનાદિ અનેક સત્કવ્યા કર્યાં છે, અનેક ચિત્રા, પ્રતિમા, મૂર્તિયા, મદિરા જેવાં સ્મારકા કરાવ્યાં છે. પવિત્ર પુસ્તકા રચાવ્યાં છે, લખાવ્યાં છે. તેમના અવિનાશી યાદેહની રક્ષા કરી તેમને અમર બનાવવા શકય પ્રયત્ના અવશ્ય કર્યાં છે.
પ્રસ્તુત વીર મંત્રીશ્વર તેજપાલે પોતાના સમસ્ત સ્નેહી સંબંધી કુટુંબ–પરિવાર અને ઉપકારી સજ્જનેાનાં અપૂર્વ અદ્ભુત સ્મારકા કરાવ્યાં હતાં, તેમાં તેની પત્ની અનુપમાનું પણ વિશિષ્ટ સંસ્મરણ છે. અનુપમ સદ્ગુણ-શીલશાલિની, સત્ક બ્યામાં પ્રેરનારી, સદ્ધર્મીનિષ્ટ, સાક્ષાત્ લક્ષ્મી જેવી અનુપમના સ્મરણાર્થે શ્રીશત્રુંજયમાં
१ तेजःपाल इति प्रधाननिवहेष्वेकरच मन्त्रीश्वर
">
स्तज्जायाऽनुपमा गुणैरनुपमा प्रत्यक्षलक्ष्मीरभूत् ॥
*
—પ્રબંધચિંતામણિ [ પ્ર. ૪ ].