________________
તીર્થોનું સ્મરણ કર્યા પછી ૭૭ થી ૮૦ ગાથાઓમાં, ભરુઅચ્છ(ભરૂચ)માં, અશ્વાવબોધ, સમલિકાવિહાર તીર્થમાં રહેલા મુનિસુવ્રતસ્વામીને નમન કર્યા પછી ૮૧ મી ગાથામાં, સ્તંભનપુર(ખંભાત)માં રહેલા, પ્રાતિહાર્યના સંનિધાનવાળા પાર્થને વન્દના સાથે પાવકગિરિ(પાવાગઢ)ના શ્રેષ્ઠ શિખર પર રહેલા, દુઃખરૂપી દાવાનલને શાંત કરવામાં નીર જેવા વીરની સ્તુતિ કરી છે.
१ “ सन्निहियपाडिहेरे पासं वंदामि थंभणपुरम्मि ।
virtવસિ સુત્ર-નીર શુને વરં ” –તીર્થમાલા [ વિ. સં. ૧૯૨૩ માં મુંબઈમાં શા. હીરજી હંસરાજ દ્વારા પ્ર. રત્નસાર ભાગ બીજે પૃ. ૩૧, ગાથા ૮૧].
આ તીર્થમાલા તેત્રની ૯૩ મી ગાથામાં, આબુ પરના વસ્તુપાળ( તેજપાળ )કૃત જિન-ભવનને પણ નિર્દેશ કર્યો છે, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ માં થઈ હતી–એથી આ સ્તોત્ર ત્યારપછી સ્વલ્પ સમયમાં રચાયું હશે-એમ અનુમાન કરી શકાય. કવિએ ૪૦ મી, ૬૯ મી ગાથામાં તથા અંતિમ ૧૧૧ મી ગાથામાં પણ યુક્તિથી શ્રીમદ્ મહેન્દ્રસૂરિ નામનું સૂચન કર્યું છે. " एवमसासय-सासयपडिमा थुणिआ जिणिंदचंदागं ।
सिरिमंमहिंदभुवणिंद-चंद मुणिविंदथुय-महिया ॥" મેરૂતુંગસૂરિના શતપદી-સમુદ્ધારમાં તથા વિધિપક્ષ(અંચલગચ્છ) ની પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે મહેન્દ્રસૂરિનો જન્મ વિ. સં. ૧૨૨૮ માં, દીક્ષા વિ. સં. ૧૨૩૭ માં, સૂરિપદ વિ. સં. ૧૨૬૩ માં, ગચ્છનાયકપદ વિ. સં. ૧૨૭૧ માં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૩૦૯ માં ૮૨ વર્ષની વયે તરવાડામાં થયે હતો. તેની કૃતિ તરીકે ત્યાં આ સ્તોત્રને સૂચવ્યું છે.