Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ←:-કૃત્સ્ન એટલે સંપૂર્ણ-સમસ્ત-સકળ-સઘળું. જર્મ-જ્ઞાનાવરણથી માંડીને અંતરાય સુધી-પૂર્વે [૪.૮-મૂ.] કહેવાયેલ આઠ મૂળ કર્મ પ્રકૃત્તિ અને ૧૨૨ પિટા ભેદો સહિત અનેક વિધ] ઉત્તરકર્મ પ્રકૃત્તિ એ સર્વે કર્મ કહેવાય છે. અથવા આત્માને લાગેલી અનંતી કાર્મણ વર્ગણા તે પણકર્મ. ક્ષય-ક્ષય,નાશ કરવો, ખતમ કરવા,ક્ષીણ કરવા વગેરે, ૐ આત્મા પ્રદેશથી કર્મોનો અપાન -નાશ તે ક્ષય મોક્ષ:- મોક્ષ,મુકિત આત્માનું સ્વ-આત્મામાં જ સંપૂર્ણતયા અવસ્થાન તે મોક્ષ. ભાષ્યાનુસાર-સંકલીત અર્થઃ સંપૂર્ણ કર્મોનો ક્ષય થવો તેને મોક્ષ કહે છે. ,, સંપૂર્ણ કર્મ-વિમુકિત વડે આત્મા મુકત કહેવાય છે. ૐ આરીતે-‘‘સંપૂર્ણ કર્મનો ક્ષય ' ' એ લક્ષણ છે, અને તેનું લક્ષ્ય છે આત્માની મુકિત. સકલ કર્મથી વિમુકત થયેલા એવા,જ્ઞાન-દર્શન ઉપયોગ લક્ષણવંત આત્માનું, પોતાનાજ આત્મામાં અવસ્થાન-અર્થાત્ નિજગુણ સ્થિરતા જ મોક્ષ કહેવાય છે. કર્મના અભાવથી આત્મા મુકત બને છે. પણ આત્માનો અભાવ કદાપી થતો નથી. આ પૂર્વેના સૂત્રઃ૧ માં જણાવ્ય મુજબ કેવળ જ્ઞાન થાય છે. જેને ગ્રન્થાન્તરોમાં તથા સિધ્ધસેનીય વૃત્તિમાંધાતિકર્મક્ષય કરેલો છે. [નોંધઃ-જોકે સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં કેસ્વોપજ્ઞ ભાષ્માં ક્યાંય આ કર્મોની ધાતિ સંજ્ઞા હોવાનુંસૂચવેલ નથી. વળીઅમારી જાણ પ્રમાણેઅમનેમૂળઆગમમાંઆચાર કર્મોની ધાતિ સંજ્ઞા હોવાનું પ્રમાણ સાંપડી શકેલ નથી.-છતાંઅતિસુસ્વીકૃતબનેલી આસંજ્ઞાને લીધે મોહનીયાદિ ચારને યાતિÉ તરીકે સ્વીકારી શકાય છે.] ૪ કેવળ ની ઉત્પત્તિ પછી વેદનીય-નામ-ગોત્ર અને આયુ એ ચાર કર્મનો ક્ષય થાય છે. જે સમયે આ બાકીના ચાર કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે. તે જ સમયે કેવળી પરમાત્માને ઔદારિક શરીરનો પણ વિયોગ થઇ જ જાય છે. અને હવે પછી થનારા જન્મનો પણ અભાવ થઇ જ જાય છે. ♦ વળી સંપૂર્ણ કર્મનો ક્ષય થવાથી, જન્મ મરણનું કોઇ કારણ બાકી રહેતું ન હોવાથી પુનઃજન્મ સભવતો નથી. આ અવસ્થાનેજ સંપૂર્ણ કર્મનો ક્ષય કહ્યો છે. અને તે જ મોક્ષ કહેવાય છે. અને ત્યારે જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવંત શુધ્ધઆત્મા જ હોય છે. બે સારાંશઃ- આટલી લાંબી ચર્ચાનો સાર એટલો કેઃ (૧)સંપૂર્ણ કર્મનો ક્ષય એ જ મોક્ષ છે. (૨)કેવળી અવસ્થામાં મોહનીય-જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાય ચારેનો ક્ષય થયો હોય છે. (૩)વેદનીય-નામ-ગોત્ર-આયુનો સંપૂર્ણ ક્ષય થતાજ આત્મા મુકત થાય છે. (૪)આત્માનું સ્વ-સ્વરૂપ સર્વથા અનંતકાળ માટે સ્થિર થવું તે મોક્ષ. [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભઃ-સૂત્રઃ૨ તથા સૂત્રઃ૩નો સંયુકત પાઠઃ- અળવારે સમુચ્છિન્નિિરય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82