Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કેવળી મહાત્મા આયુષ્યને વશ થઈ શેષ કર્મોની રજને પરિહરતા એવા વિચરે છે. જ અનુવૃત્તિ કઈ રીતે? સૂત્રમાં ફકત વચહેવમવિનિરામ્ એટલું જ કહ્યું છે. પણ બંધના હેતુનો અભાવ તથા નિર્જરાથી થાય શું? આ પ્રશ્નના ઉત્તર માટે પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવી પડે. તો પ્રશ્નનો ઉત્તર મળે છે કે બંધ હેતુ અભાવ તથા નિર્જરા થી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્તિ થાય છે. છે ત્યાં બીજો પ્રશ્ન એ થશે કે તો પછી ક્ષયાત્રની પણ અનુવૃત્તિ શામાટે લીધી? આ પ્રશ્નનું સમાધાન એટલુંજ કે પૂર્વે કહેલા મોહનીય આદિકર્મનો આત્મનિક ક્ષય થાય અને બીજા ચાર કર્મોપણ નિર્ભરતા-નિર્ભરતા શેષ બાકી રહે છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ અત્યન્તક્ષય શબ્દ પ્રયોજેલ છે. તેથી અમે પણ ક્ષયાત શબ્દની અનુવૃત્તિ હોવાનું જણાવેલ છે. એક પુનઃપ્રશ્ન પણ ઉદ્ભવે છે કે પૂર્વના આખાસૂત્રની અનુવૃત્તિ કેમ ન લીધી? કેમ કે કેવળની પ્રાપ્તિમાંતો ઉકત ચાર કર્મજ કારણ ભૂત છે . -સમધાન આખા સૂત્રની અનુવૃત્તિ પણ લઈ શકાય, છતાં ભાષ્ય તથા ટીકા ગ્રન્થોમાં અત્યન્તક્ષશબ્દ પ્રયોજાયો છે. પણ મોહનીય આદિચારનો અત્યન્ત ક્ષય એવું કોઈએ કહેલ નથી, માટે અમે પણ ક્ષયાત ની અનુવૃત્તિ આવતી હોવાનું જ વિધાન કરેલ છે. સૂત્ર-સારાંશ - સૂત્રમાં મુખ્ય બે વાત કહેવા માંગે છે (૧)મિથ્યાદર્શન આદિ બંધના જે હેતુઓ તેનો સંવર દ્વારા સંપૂર્ણ અભાવ થાય છે. અર્થાત સર્વથા સંવરથી બંધના કારણોનું સર્વથા નિવારણ થઈ જાય છે. (૨)તપ-ધ્યાન આદિથી પૂર્વકર્મની નિર્જરા થાય છે. (૩)આ સંવર અને નિર્જરાથી કર્મોનો આત્મત્તિક ક્ષય થતા જીવને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. (૪) કેવળ પ્રાપ્તિ પછીશું? - આ પ્રશ્ન નું સમાધાન સૂત્રકાર બે રીતે જણાવે છે. (૧)સ્વોપજ્ઞ ભાષ્યદ્વારા (૨)નવા સૂત્રથી (૧)સ્વોપજ્ઞ ભાષ્ય- કેવળીઓઆયુકર્મ સંસ્કારવશ વિચરણ કરી વિવિધ કમરજને પરિહરે છે. (૨)નવા સૂત્ર-આગામી સૂત્ર ૩ માં જણાવે છે કે શેષ કર્મનો ક્ષય થતા જીવ મોક્ષને પામનારો થાય છે. 0 [B]સંદર્ભઃ# આગમ સંદર્ભ -આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૩ સાથે સાંકડેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)બંધઃ- નીવાળીવઝવવન્યસંવર. - સૂત્ર ૧૪ (૨)બંધ હેતુ -મિથ્થાનાવિરતિમા સૂત્ર ૮:૧ (૩)બંધ-કારણ- લયત્વીક્ટીવ: | સૂત્ર ૮:૨ (૪)બંધ સ્વરૂપ સે તન્ય: સૂત્ર ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82