Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૭ ૨૫ ભિન્ન. આ બીજા પ્રકારના જીવો-કોઈ એકાદ બાહ્ય નિમિત્ત પામીને વૈરાગ્ય તથા જ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. આ બંને પ્રકારના સ્વંય બુધ્ધ જીવોને પ્રત્યેક બોધિત કહેવાય છે, જેઓ બીજા શાની દ્વારા ઉપદેશપામી સિધ્ધ થાય તે બુધ્ધ બોધિત. આજીવોમાં કેટલાંક આત્મકલ્યાણક સાધક હોય છે. અને કેટલાંક બીજાને પણ બોધ પમાડનારા હોય છે. [૮]જ્ઞાનઃ વર્તમાન દૂષ્ટિએ - ફકત કેવળજ્ઞાન વાળા જીવો જ સિધ્ધ થાય છે. # ભૂતકાળ દૃષ્ટિએ-બે ત્રણ કે ચાર જ્ઞાન વાળો સિધ્ધ થાય છે. $ બે એટલે મતિ અને શ્રુત જ્ઞાન વાળા જીવો. # ત્રણ એટલે મતિ,કૃત,અવધિ જ્ઞાન વાળા જીવો. અથવા-મતિ શ્રુત, અને મન:પર્યાય જ્ઞાનવાળા જીવો. ૪ ચાર એટલે મતિ,ઋત,અવધિ અને મન:પર્યાય જ્ઞાનવાળા અર્થાત્ કેવળ જ્ઞાન પૂર્વે ઉકત જ્ઞાનો હોઈ શકે છે. [૯] અવગાહના:- ઉંચાઈ જ જધન્યથી અંગુલ પૃથક્ત હીન સાત હાથ ઉંચાઈ વાળા જીવો ૪ ઉત્કૃષ્ટ થી ૫૦ ઘનુષ ઉપર ધનુષ પૃથક્ત જેટલી ઉચાઇ વાળા જીવો સિધ્ધ થઈ શકે છે. આ જધન્ય થી ઉત્કૃષ્ટ અવગાહના સુધીનું કથન ભૂતકાળની દ્રષ્ટિ એ કરાયેલું છે. વર્તમાન દષ્ટિએતોજીવજેઅવગાહના [ઉંચાઈ] એસિધ્ધથયો હોય, તેનીજબેતૃતીયાંશઅવગાહના કહેવી. [૧૦]અંતર-વ્યવધાન $ નિરંતર સિધ્ધઃ- કોઈ એક સિધ્ધ થયા પછી લાગલો જ એટલે કે વ્યવધાન વગર જયારે બીજા કોઈ સિધ્ધ થાય છે, ત્યારે તે નિરંતર સિધ્ધ કહેવાય છે. આ નિરંતર અર્થાત વ્યવધાન રહિત સિધ્ધ થવાની પ્રક્રિયા જધન્ય થી બે સમય અને ઉત્કૃષ્ટ થી આઠ સમય ચાલે છે. # સાંતરસિધ્ધઃ- જયારે કોઈ એક જીવ સિધ્ધ થયા પછી અમુક વખત ગયા બાદ બીજો જીવ સિધ્ધ થાય તો તેને સાંતર કે વ્યવધાન સહિત સિધ્ધ કહેવાય છે. આ રીતે જયારે વચ્ચે આંતરુ પડે ત્યારે તે અંતર જધન્ય થી એક સમય અને ઉત્કૃષ્ટ થી છમાસ નો હોય છે. આ રીતે જીવોનો સતત મોક્ષે જવાનો ક્રમવધુમાં વધુ આઠસમય ચાલે છે. નવમાં સમયે કોઈપણ ક્ષેત્રમાંથી કોઈપણ જીવ સિધ્ધ ન થાય પણ અવશ્ય અંતર પડે. વળી આ અંતર એક સમયથી લઈને છમાસ સુધીનું હોય છે. અર્થાત્ વધુમાં વધુ છ માસ થયા પછી અવશ્ય કોઈ જીવ સિધ્ધ થાય જ છે. [૧૧]સંખ્યા:એક સમયે જધન્ય થી એક જીવ સિધ્ધ થાય અને ઉત્કૃષ્ટથી ૧૦૮જીવો પણ સિધ્ધ થાય છે. [૧૨]અલ્પ-બહુત્વઃ- ઓછા-વધતા પણું. ક્ષેત્ર આદિ અગિયાર બાબતોને આધારે જે વિચારણા ઉપર કરી છે, તે દરેક બાબતમાં સંભવતા ભેદોનું પરસ્પર ઓછા-વધતા પણું વિચારવું તે અલ્પ-બહુત વિચારણા. જ જેમ કે ક્ષેત્રસિધ્ધમાં સંકરણ સિધ્ધ કરતા જન્મસિધ્ધસંખ્યાત ગુણા હોય છે, તેમજ ઉદ્ગલોકસિધ્ધ સૌથી થોડા હોય છે, અધોલોકસિધ્ધ તેથી સંખ્યાત ગુણા હોય છે, તિર્યશ્લોકસિધ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82