Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ પરિશિષ્ટ: ૮ ૪૩ (પરિશિષ્ટ ૮ તત્વાર્થાધિગમ સૂત્ર-સમ્બન્ધકારિકા) सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोतिः दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म. જે પુરુષ. સમ્યગ દર્શનવડે શુધ્ધ એવા જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પુરુષને દુઃખના નિમિત્તભૂત એવો આ જન્મ પણ લાભદાયક નીવડે છે. जन्मनि कर्मक्लेशैर-नुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम्: कर्मक्लेशाभावो, यथा भवत्येष परमार्थः કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં જેવી રીતે કર્મ કલેશનો અભાવ થાય તે પ્રકારે પ્રયત્ન કરવો જોઇએ, એજ પરમાર્થ છે. પરમાર્થાએ વા, રોપેશ્વાસMવસ્વમવેષ, ' कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म.. આરંભકારી સ્વભાવવાળા કષાયરૂપ દોષોને લીધે જો પરમાર્થ-મોક્ષની પ્રાપ્તિ ન થાય તો જેવી રીતે મોક્ષને અનુકૂલ એવા પુણ્યનો અનુબંધ થાય તેવી રીતે નિરવદ્ય (પાપ રહિત) કાર્ય કરવાં. कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभतेः इह फलमेव त्वधमो, विमध्यमस्तूमयफलार्थम्... ४ અધમતમ (અત્યંત હલકો) મનુષ્ય આલોક અને પરલોકમાં દુઃખદાયી થાય એવા કામનો આરંભ કરે છે, અધમ પુરૂષ આ લોકમાં ફળદાયક કર્મોનો કેવળ આરંભ કરે છે અને વિમધ્યમ પુરૂષ તો ઉભયલોકમાં ફળદાયક આરંભે છે. परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा; मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ५ મધ્યમ પુરૂષ પરલોકના હિતને માટે જ નિરંતર ક્રિયામાં પ્રવર્તે છે. અને વિશિષ્ટ મતિવાળો ઉત્તમ પુરૂષ તો મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે. વસ્તુ તથાણુત્તમમવાણ ધર્મ પરેષ્ઠ દ્વિતિ; नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव. ६ વળી જે પુરૂષ ઉત્તમ ધર્મ (કેવળજ્ઞાન સ્વરૂપ) ને પામીને પોતે કૃતાર્થ થયા છે. અને બીજાઓને નિરંતર ધર્મનો ઉપદેશ કરે છે. તે પુરુષ સમોથકી પણ ઉત્તમ (ઉત્તમોત્તમ) છે અને સર્વને પૂજવા યોગ્ય (પૂજયતમ) છે, એમ જાણવું. तस्मादहति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके; देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम्. તે માટે ઉત્તમોત્તમ એવા અહંતજ, લોકમાં અન્ય પ્રાણીઓને પૂજય (માનતા) એવા દેવર્ષિ અને રાજાવડે પણ પૂજાવાને યોગ્ય છે. __ अभ्यर्चनादर्हतां मन:प्रसादस्ततः समाधिश्च; तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् .. ८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82