Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અરિહંતોની પૂજાથકીમનની પ્રસન્નતા થાય અને તે મનની પ્રસન્નતા) થીસમાધિથાય અને તેથકી વળી મોક્ષ પ્રાપ્તિ થાય. આ કારણથી અરિહંતોની પૂજા કરવી એ યોગ્ય છે. ૮ तीर्थप्रवर्तनफलं, यत्प्रोक्तं कर्म तीर्थकरनाम; तस्योदयात्कृतार्थोऽ हस्तीर्थ प्रवर्तयति. આ તીર્થકર નામકર્મનું તીર્થ પ્રવર્તાવવારૂપ ફળ શાસ્ત્રમાં) કહ્યું છે, તેના (તીર્થકર નામકર્મના) ઉદયથી કૃતાર્થ અરિહંત પણ તીર્થ પ્રવર્તાવે છે. तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय प्रवर्तते तीर्थकर एवम्. १० જેમ સૂર્ય તેના સ્વભાવે કરીનેજ લોકને પ્રકાશ કરે છે, તેમ તીર્થંકર પણ તીર્થ પ્રવર્તાવવાને પ્રવર્તે છે. કેમ કે તીર્થ પ્રવર્તાવવું એ તીર્થંકર નામકર્મનો સ્વભાવ છે. ૧૦ : ગુમસેવ-માવતમાવો ભવેqનેy; जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीप:. ११ અનેક ભવોમાં શુભ કર્મના સેવનવડે વાસિત કર્યો છે ભાવ જેણે એવા અને સિધ્ધાર્થરાજાના કુળમાં દીપક સમાન એવા તે ભગવાન જ્ઞાત ઇક્વાકુવંશને વિષે ઉત્પન્ન થયા. ૧૧ - જ્ઞાનૈઃ પૂર્વીય તૈરતિપતિૌત્રુિતાધિષિ त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यधुतिकान्तिभिरिवेन्दुः १२ - પૂર્વે પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતિ મતિ શ્રુત અને અવધિ એ ત્રણે શુધ્ધ જ્ઞાનોવડે યુકત શીતળતા,ઘુતિ અને કાંતિવડે ચંદ્ર શોભે તેમ શોભતા; - ૧૨ शुभसारसत्त्वसंहननवीर्यमाहात्म्यरुपगुणयुक्तः जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः १३ । - શુભ શ્રેષ્ઠ સત્વ, સંઘયણ,વીર્ય અને માહાભ્યરૂપ ગુણયુક્ત અને દેવતાઓએ ગુણ થકી જગતને વિષે મહાવીર એ પ્રકારે નામ સ્થાપન કર્યું છે જેનું એવા; स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्व: अभिनन्दितशुभसत्त्व:, सेन्ट्रलॊकान्तिकैर्देवैः १४ પોતેજ તત્વના જાણ પ્રાણીઓના હિતને માટે તત્પર,અચળ સત્વવાળા અને ઇન્દ્રો સહિત લોકાંતિક દેવોએ પ્રશંસા કરેલો છે. શુભ સત્વ ગુણ જેમનો એવા; ૧૪ जन्मजरामरणात, जगदशरुमभिसमीक्ष्य नि:सारम्: स्फीतमपहाय राज्यं, शमाय धीमान्प्रवव्राज. १५ જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ અને અસાર દેખીને વિશાળ રાજયનો ત્યાગ કરીને સમતાને (કર્મનો નાશ તેને) માટે બુધ્ધિમાનું એવા મહાવીર દેવે દીક્ષા લીધેલી હતી. ૧૫ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गमः कृतासामायिककर्मा, व्रतानि विधिवत्समारोप्य... १६ । અશુભ (પાપ)ને શમાવનાર અને મોક્ષનો સાધક એવો જે સાધુવેષનેગ્રહણ કરીને, જેણે સામાયિક કર્યું છે એવા વીરપરમાત્માવિધિપૂર્વક વ્રતોને આરોપણ કરી (ગ્રહણ કરી) ને; ૧૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82