Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ ss તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા खद्योतकप्रभाभिः सोऽभिबुभूषेच्च भास्करं मोहात्; योऽतिमहाग्रन्थार्थ, जिनवचनं संजिघृक्षेत. २६ જે પુરૂષ અતિ વિશાળ ગાંથ અને અર્થવડે પૂર્ણ જિનવચનને સંપૂર્ણ રીતે સંગ્રહ કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢમસ્તકવડેપર્વતને તોડવાને ચાહે છે, બે ભુજાવડેપૃથ્વીની સાથે પર્વતને ખેંચવાને ચાહે છે. સમુદ્રને બે ભુજાઓવડેતરી પાર પામવાને ચાહે છે અને વળી ડાભના અગ્રભાગવડે સમુદ્ર (જળ) નેમાપવા ચાહે છે, આકાશમાં ઉછળીચંદ્રને ઉલ્લંઘન કરવા ચાહે છે, મેરૂ પર્વતનેહાથવડે કંપાવવા ચાહે છે, ગતિવડે વાયુથકી પણ આગળ જવા ચાહે છે, અંતિમ (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવાને ચાહે છે અને ખજુઆની પ્રભાથી સૂર્યને પરાભવ કરવા ચાહે છે. ૨૪-૨૫-૨ एकमपि तु जिनवचनाद्यस्मान्निर्वाहकं पदं भवति; श्रूयन्ते चानन्ता: सामायिकमात्र पदसिद्धा: ૨૭ જિનવચનનું એક પણ પદ,ઉત્તરોત્તર જ્ઞાનપ્રાપ્તિદ્વારા સંસારનાપારને પ્રાપ્ત કરાવનાર થાય છે. કેમ કે સામાયિક માત્ર પદવડે કરીને અનંત જીવો) સિધ્ધ થયેલા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. ર૭. तस्मात्तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम्; श्रेय इति निर्विचारं, ग्राह्य धार्य च वाच्यं च.. ૨૮ તેકારણથી તે જિનવચનને સંક્ષેપથી અને વિસ્તારથી ગ્રહણ કરવું તે કલ્યાણકારક છે, એમ સમજી તે જિનવચનને સંદેહ રહિત ગ્રહણ કરવું, ધારી રાખવું અને બીજાને કહેવું (ભણાવવું).૨૮ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात्; ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति.. હિત વચનના શ્રવણથી સર્વસાંભળનારને એકાન્ત ધર્મન થાય પણ અનુગ્રહ બુધ્ધિવડે બોલનાર વકતા (ઉપદેશકોને તો અવશ્ય ધર્મ જ. श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति... ३० તે કારણ માટે પોતાના શ્રમનો વિચાર નહિ કરતાં હમેશાં મોક્ષમાર્ગનો ઉપદેશ કરનાર સ્વપરને અનુગ્રહ કરે છે. नर्ते च मोक्षमार्गाधितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन्; तस्मात्परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्मामि. ३१ આ સંપૂર્ણ સંસારમાં મોક્ષમાર્ગ શિવાય બીજો કોઈ હિતોપદેશ નથી. એ હેતુથી શ્રેષ્ઠ એવા આ મોક્ષમાર્ગને જ હું (ઉમાસ્વાતિવાચક) વર્ણવીશ. ૩૧ . ૨૯ ૩૦ ॥ इति सम्बन्धकारिका: समाप्ताः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82