Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૭ તીર્થ-તીર્થનું અસ્તિત્વ પ્રત્યેનું વોષિત-પ્રત્યેક બોધિત તથા બુધ્ધ બોધિત જ્ઞાન-કેવળજ્ઞાન અન્ત-વ્યવધાન ચારિત્ર-ચારિત્રનો કયો ભેદ હોય તે અવાના-ઉચાઇ સંધ્યા-સિધ્ધ કેટલા થાય તે સાધ્યા-ચિંતવવું અલ્પહૃત્વ-ઓછી-વત્તાપણું [] [6]અનુવૃત્તિઃ- સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી. છતાં સિધ્ધના જીવોને આશ્રીને આ વાત લેવામાં આવી હોવાથી વૃનવર્મક્ષયોમેલ: સૂત્ર ૧૦:૩ થી મોક્ષ: શબ્દ દ્વારા મુકત જીવ એવું સમજી ને અહીં તેનું અનુવર્તન કરી શકાય. ૨૩ ] [7]અભિનવટીાઃ-સિધ્ધજીવોનુંસ્વરૂપવિશેષપણે જાણવા માટેઅહીંબાર બાબતોનો નિર્દેશ કર્યોછે, એ દરેક બાબત પરત્વેસિધ્ધનુંસ્વરૂપ વિચારવાનુંછે. જોકે સિધ્ધ થયેલ સમગ્ર જીવોમાં ગતિ,લિંગ આદિસાંસારિક ભાવોન હોવાથી કોઇ ખાસપ્રકારનો ભેદ નથી જ હોતો. છતાંભૂતકાલીન અવસ્થાની દૃષ્ટિએ, તેઓમાં ભેદ ક્લ્પી અને વિચારી શકાય. દરેક બાબતમાં યથા સંભવ ભૂત અને વર્તમાન ભાવની દૃષ્ટિ લાગુ પાડીને જ વિચારણા કરવી જે આ પ્રમાણે છેઃ[૧]ક્ષેત્રઃ વર્તમાન ભાવનીદૃષ્ટિએ બધાંને સિધ્ધ થવાનુંસ્થાન એક જસિધ્ધ ક્ષેત્ર-સિધ્ધશીલા જ છે. ભૂતકાળની દૃષ્ટિએ એમનું સિધ્ધ થવાનું સ્થાન એક નથી, કેમકે જન્મ દૃષ્ટિએ પંદરમાંથી જુદી જુદી કર્મભૂમિમાંથી કેટલાંક સિધ્ધ થનાર હોય છે અને સંહરણની દૃષ્ટિએ સમગ્ર મનુષ્ય ક્ષેત્રમાંથી સિધ્ધિ મેળવી શકાય છે. જો કે સંહરણ ફકત પ્રમત્તસંયત અને સંયતાસંયત [-દેશ વિરત]નું જ થઈ શકે છે. શ્રમણિ,અવેદી,પરિહારવિશુધ્ધ સંયમધારક, પુલાક,અપ્રમત્ત સંયત,ચૌદ પૂર્વધર,આહારક શરીરી એટલા નું સંહરણ કદાપી થઇ શકતું નથી. [૨]કાળઃ વર્તમાન દૂષ્ટિએઃ- સિધ્ધ થવાનું કોઇ લૌકિક કાળ ચક્ર નથી અર્થાત્ અકાળે કાળના જ અભાવે સિધ્ધ થવાય છે. અને એકજ સમયમાં સિધ્ધ થવાય છે. Jain Education International ભૂતકાળ ની દ્રષ્ટિએઃ- જન્મની અપેક્ષાએ અવસર્પિણી,ઉત્સર્પિણી,અનવસર્પિણી, અનુત્સર્પિણીમાં જન્મેલો સિધ્ધ થાય છે. એજ રીતે સંહરણની અપેક્ષાએ ઉક્ત બધા કાળમાં સિધ્ધ થાય છે. જો કે અવસસર્પિણી ઉત્સર્પિણી એ સામાન્ય કથન છે, ખરેખર સમગ્ર અવસર્પિણીઉત્સર્પિણી કાળમાં સિધ્ધ થવાનું નથી, પણ સુષમદુઃષમા કાળમાં છેલ્લે બાકી રહેલા સંખ્યાત વર્ષોમાં તથા સમસ્ત દુઃષમ સુષમા કાળમાં જીવ સિધ્ધ થાય છે. દુષમ સુષમ કાળમાં જન્મેલો મનુષ્ય દુઃષમ કાળમાં સિધ્ધ પ્રાપ્ત કરી શકે છે, પણ દુષમ કાળમાં જન્મેલાને દુઃષમ કાળમાં સિધ્ધ પ્રાપ્ત થતી નથી. આ સિવાયના કોઇ કાળમાં સિધ્ધિ થતી નથી. [૩]ગતિઃ વર્તમાન દૂષ્ટિએઃ- સિધ્ધગતિમાં જ સિધ્ધ થવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82