Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ ભૂતકાળની દ્રષ્ટિએઃ- જો અનન્તર જન્મનો વિચાર કરીએ તો જીવ મનુષ્ય ગતિમાંથી જ સિદ્ધ થાય છે. જે ભૂતકાળની દ્રષ્ટિએ જો અનન્તર ગતિ પૂર્વેની ગતિનો વિચાર કરવામાં આવે તો છેલ્લા ભાવની પૂર્વેના ભવમાં ચારે ગતિમાંથી જીવ આવીને મનુષ્ય થઈ સિધ્ધ થઈ શકે છે. અર્થાત્ મનુષ્ય ભવની અનન્તર પૂર્વનો ભવ કોઈપણ ગતિમાં હોઈ શકે છે. [૪]લિંગ-વેદ અથવા ચિહ્ન # વર્તમાનદૃષ્ટિએ-અવેદ જસિધ્ધ થાય છે. કેમકેસિધ્ધ અવસ્થામાં કઇ લિંગ કે વેદ હોતા નથી. # ભૂતકાળની દ્રષ્ટિએ સ્ત્રી પુરુષ કે નપુંસક ત્રણે વેદમાંથી સિધ્ધ થાય છે. બીજી રીતે પણ લિંગના ભેદ કહેલા છે. દ્રવ્યલિંગ,ભાવલિંગ અને અલિંગ-અહીં પણ વર્તમાન અપેક્ષાએ તો અલિંગ જ સિધ્ધ થાય છે, પણ ભૂતકાળની દ્રષ્ટિએ વિચારીએ તો. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે. (૧)સ્વલિંગ-જૈનલિંગ, (૨)અન્યલિંગ-પરિવાજકઆદિનું લિંગ, (૩)ગૃહસ્થલિંગ. ભાવલિંગ એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર. ભાવલિંગ અપેક્ષાએ વિચારીએ તો સ્વલિંગે અર્થાત્ વીતરાગ પણે સિધ્ધ થાય છે. અને દ્રવ્યલિંગ અર્થાત બાહ્ય દ્રષ્ટિએ વિચારીએ તો સ્વ-પરકે ગૃહસ્થ એ ત્રણે લિંગે સિધ્ધ થાય છે. [૫]તીર્થકોઈ તીર્થકર રૂપે જિનસિધ્ધ કોઈ અતીર્થકર રૂપે અજિન સિધ્ધ થાય તીર્થ ચાલુ ન હોય ત્યારે સિદ્ધ થાય છે. છે અતીર્થ સિદ્ધમાં પણ કોઈ તીર્થ ચાલુ હોય ત્યારે અને કોઇ તીર્થ ચાલુ હોય ત્યારે સિદ્ધ થાય છે. છે એ રીતે કોઇ તીર્થકરી સ્ત્રી તીર્થકર ના તીર્થ માં પણ સિધ્ધ થાય છે. ચારિત્ર - ૪ વર્તમાન દૃષ્ટિએ-સિધ્ધ થનાર ચારિત્રી હોતો નથી. કેમકે તેના માટે નો ચારિત્રીનો અચારિત્રી શબ્દ વપરાયો છે. # ભૂત દૃષ્ટિએ-અનંતર અથવા છેલ્લો સમય લઈ એતો યથાખ્યાત ચારિત્રીજ સિધ્ધ થાય છે. # ભૂત દ્રષ્ટિએઃ- પરંપરાએ અર્થાત છેલ્લા સમયની પૂર્વેના સમય લઈએ તો ત્રણ ચાર અને પાંચ ચારિત્રથી સિદ્ધ થાય છે. તે આ રીતે (૧)સામાયિક,સૂક્ષ્મસમ્પરાય અને યથાખ્યાત એ ત્રણ, (૨) છેદોપસ્થાપ્ય સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત એ ત્રણ. (૩)સામાયિક, પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત એ ચાર, (૪)સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્ર સમજવા. એિટલે કે ઉપરોકત ચારે વિકલ્પ જીવ સિધ્ધ થઈ શકે છે.] [9]પ્રત્યેક બુધ્ધ બોધિતઃછે અહીં બે ભેદ છે. (૧)પ્રત્યેક બોધિત અને (૨)બુધ્ધ બોધિત આબંને પ્રકારના જીવોસિધ્ધ થાયછે. $ જે કોઈના ઉપદેશ વિના પોતાની જ્ઞાન શકિત થીજ બોધ પામી સિદ્ધ થાય છે તે સ્વયંબુધ્ધ. આવા સ્વયંબુધ્ધ પણ બે પ્રકારના હોય છે. એક અરિહંત અને બીજા અરિહંતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82