Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
20
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અભાવતે ગર્વ-અર્થાત્ અખ્ખલિતપણું.આ અસ્મલિતપણાને લીધેજજીવની ઉર્ધ્વગતિ સિધ્ધ થાય છે. અર્થાત જીવને સ્વાભાવિક ગતિથી ઉંચે જવામાં કોઇજ અલન થતું નથી.
ગતિમાન વ્યો બે જ કહેવાય છે.(૧)જીવ અને (૨)પુદ્ગલ. પુરણ અને ગલન ના સ્વભાવવાળા પુદ્ગલ-પરમાણુ વગેરે તેને ભારેપણાને લઈને નીચેની તરફ જવાનો સ્વભાવ છે. અર્થાત્ તેના પરિણામ-કે સ્વભાવ જ નીચે તરફ ગતિ કરવાનો છે.
જયારેજ્ઞાનદર્શનઉપયોગલક્ષણાજીવનેસ્વભાવથીજઉર્ધ્વગતિ કહી છે. અર્થાતલઘુતાને લીધે જીવના ઉંચે તરફ ગતિ કરવાના જ પરિણામસ્વભાવથી હ્યાં છે. માટે તેનું ઉર્ધ્વગમન સિધ્ધ જ છે.
આ રીતે જીવ અને અજીવના અનુક્રમે ઉર્ધ્વગતિ-અધોગતિના સ્વભાવ જ છે. જયારે બાકીના દ્રવ્યોને ગતિમાનું કહ્યા જ નથી તેથી બાકીના ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્યની ગતિ સંબંધિ વિચારણા અનાવશ્યક છે.
જીવને સ્વભાવથી ઉર્ધ્વગતિજ કહેલી છે, તેમ છતાં સંસારી જીવોને પુદ્ગલના સંગને લીધે સ્વભાવવિરુધ્ધગતિ થાય છે. પણ જયારેજીવસર્વકર્મોથી મુક્ત થાય છે. ત્યારેતેનેકર્મોનો-પુદ્ગલોનો સંગ છૂટી જાય છે. આ સંગ છૂટવાથી જે અસંગપણું અર્થાત અસ્મલિતપણું આવે છે. તેને લીધે તેની ગતિમાં અલન થતું નથી. પરિણામે જીવની સ્વભાવિક ગતિ થતી હોવાથી ઉર્ધ્વગતિ થાય છે.
જીવ પ્રતિબંધકદ્રવ્યોના સંગથી-અભિઘાત-પ્રેરણા વગેરેથી સંસારમાં અધોકેત છગતિ કરે છે, કદાચ ઉર્ધ્વગતિ કરે તો પણ પ્રતિબંધક દ્રવ્યોને જલીધે. જયારે સર્વથા આસંગ આદિ કારણો છૂટી જાય ત્યારે જ તેની સ્વભાવિક ઉર્ધ્વગતિ થાય છે. જેમ લોઢાની ગતિ નીચે તરફ છે, વાયુની ગતિ તિર્થી છે, અગ્નિની ગતિ ઉર્ધ્વ છે. તેમ સ્વભાવિક પણે જીવની ગતિ ઉદ્ધ જ હોય. પરિણામે સંગથી રહિત જીવ ઉર્ધ્વલોકાત્તે ગતિ કરે છે.
* વન્યજીવત:બન્ધનાછુટી જવાને અથવાછેદ થઈ જવાને વછેટું કહે છે. જે રીતે દોરડાનું બંધન. કોઈ શસ્ત્ર વડેછેરવામાં આવે તો પૈડાની ગતિ થાય છે અને દોરડું એ પ્રતિબંધકદ્રવ્ય છે. ફરતું એવું પૈડું એ તેની સ્વાભાવિક ગતિ છે. એ જ રીતે કર્મનો બંધ એ દોરડાની માફક પ્રતિબંધક દવ્ય છે. જયારે જીવ એ સ્વભાવિક રીતે ઉર્ધ્વગામી સ્વભાવ વાળો છે. તેને કર્મરૂપી દોરડાનું બંધન છૂટતા તેની ઉર્ધ્વગતિ થાય છે.
બંધનને આશ્રીને સૂત્રકારે એરંડાના બીજનો પણ દાખલોસ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલો છે. જેમ-કોશ અથવાજીંડવામાં રહેલું એરંડબીજ,જયારે કોશ ફાટે તુરંત જ ઉડીને બહાર આવે છે. અહીં કોશનું બંધન દૂરથતાંજ એરંડબીજે ઉર્ધ્વગતિ કરી તેમ જીવને કર્મના બંધન દૂર થતાંજ ઉર્ધ્વગતિ થાય છે.
* तथागतिपरिणामात्
યોગનો અભાવ હોવા છતાં પણ કર્મથી વિમુકત થયેલા આ જીવના ગતિ-પરિણામ જ તેવા પ્રકારના થાય છે કે જીવ ઉર્ધ્વગામી બને. ઉર્ધ્વગૌરવ અને પૂર્વ પ્રયોગ વગેરે કારણોથી મુકિત-લાભ કરવાવાળા જીવની ગતિનું પરિણમન જ એ રીતે થાય છે કે જેનાથી તેની સિધ્યમાન ગતિ ઉર્ધ્વદિશા તરફની જ રહે છે, પણ અધો કે તિર્યદિશા તરફની થતી નથી. : ઉર્ધ્વગમન માટે ઉર્ધ્વગૌરવ,પૂર્વપ્રયોગ પરિણમન, સંગત્યાગ અને બન્ચછેદરૂપ
Jain Education International
or Private & Personal Use Only
www.jainelibrary.org