Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેન્દ્ર નાણાવટી એટલે ઉઘાટકને પ્રથમ વક્તા તરીકે વિષયને માત્ર અછડતો નિર્દેશ કરવાની પણ છૂટ હોય છે. આ બધી દષ્ટિએ જોતાં મને આ આખા યે પરિસંવાદમાં સૌથી સહલે મનેયત્ન આપી દઈ ને પણ પરિસંવાદમાં દાખલ પાડી દેવામાં હું આપ સૌ મારા વિદ્વાન મિત્રોને મારા પ્રત્યેનો પ્રેમ અને સદ્દભાવ રહેલો જોઉં છું, અને એ માટે હું આપને ઋણું છું, અને સંસ્કૃત સાહિત્યની થેડીક, મને સમજાઈ એવી, સાધારણ, ઉપરછલ્લી વાત કરતાં કરતાં આપણી વચ્ચે સંવાદિતાને સેતુ સધાશે એવી આશા વ્યક્ત કરું છું. સાહિત્ય દ્વારા સંવાદિતા' એ વિષયની વાત કરીએ ત્યારે કુન્તકે બતાવ્યું છે તે પ્રમાણે સાહિત્ય ' સંજ્ઞા પિતે જ કાવ્યનાં સમય અંગેની પરમ સંવાદિતા પ્રગટ કરે છે. શબ્દ અને અર્થના પરસ્પર અવિનાભાવને વિચાર પણ પ્રાચીન હોવાને સંભવ છે, પણ સ્પષ્ટરૂપે પહેલવહેલો એ પતંજલિમાં પ્રગટ થયો છે. પંતજલિ કહે છે: તિરે શાથંલHજે શબ્દ અને અર્થને સંબંધ સિહ-નિત્ય છે એ ગૃહીતના પાયા ઉપર પાણિનિનું વ્યાકરણશાસ્ત્ર રચાયું છે. કાલિદાસ રધુવંશના મંગલમલેકમાં દિવ્યયુગલની સ્તુતિ કરતાં આ શબ્દાર્થ સંબંધને ઉપમાનનું ગોરવ બક્ષે છે. वागर्थाविव संपृक्ती वागर्षप्रतिपत्तये । जगत: पितरौ वन्वे पार्वतीपरमेश्वरी ॥ (વાણી અને અર્થની પ્રાપ્તિ માટે વાણી અને અર્થ જેવાં જ સંપૃh-અભિન્ન ઓતપ્રોત-જગતનાં માતાપિતા પાર્વતી પરમેશ્વરને વંદુ છું.) પાર્વતી અને પરમેશ્વરના યુગલ સ્વરૂપને-કદાચિત અર્ધનારીશ્વર ૨૫ને–અહી વાણી અને અર્થના સંપર્કની–પરસ્પર સંપુક્તત્વની–અભિન્ન ઓતપ્રતપણાની અવસ્થાની ઉપમા અપાઈ છે. ભામહ જ્યારે કાવ્યની રાજા સહિત એવી વ્યાખ્યા આપે છે ત્યારે એને આ જ વાત કહેવી છે–અને કુન્તક ભામહની જ વ્યાખ્યાને વિસ્તારીને એમાંની પતિની વ્યાખ્યાને વિશદ કરતાં સમજાવે છે કે “કાવ્યમાં દરેક શબ્દ બીજા શબ્દ એટલે જ સુંદર હોય, દરેક અર્થ પણ બીજા અર્થ જેટલો જ રમણુય હેય, કાવ્યમાં સુંદર અર્થને વ્યક્ત કરવા માટે પૂરત સમર્થ એવો વાચક શબ્દ પણ એટલે જ સુન્દર હોય અર્થાત કાવ્યના શબ્દો વાચવાચક તરીકે પણ પરસ્પર અનુરૂ૫-સંવાદી હોય અને એવા જ સુંદર શબ્દ અને સુંદર અર્થે ગુણાલંકારોની સંપત્તિને પ્રગટ કરવામાં પરસ્પર સ્પર્ધા કરતા હોય, આખા કાવ્યના શબ્દો અને અર્થો રમણીયતાની બાબતમાં પરસ્પરની સ્પર્ધા કરતા હોય, એકેય શબ્દ કે અર્થ ઊગે ન હોય, ૧ પંતજલિફત મામા ચમ્ ૧, ૧, ૧. - ૨ કાલિદાસકૃત રઘુવંરામ ૧. ૧. ૩ ભામહકૃત કરાશાઢાર ૧, ૧૬a For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138