________________
સૂયગડાંગ સૂના સથવારે : ભાગ-૧ આગમ જાણો ! અલ્પાક્ષરી પરિચય
શ્રી આચારાંગ-સૂત્ર આગમ આત્મસિદ્ધિનું શાસ્ત્ર છે. એમાં મુખ્યત્વે આત્માને ઓળખવાનો અને પામવાનો માર્ગ બતાવ્યો છે. વધુમાં શ્રમણોના ઉત્તમ આચારોરૂપ રત્નત્રયી એમાં બતાવેલ છે; જ્યારે સૂયગડાંગ સૂત્રમાં આત્માને બાંધનાર અને ભવ-સંસારમાં રઝળાવનાર બંધનની વાત કરવામાં આવી છે. બંધનના કારણરૂપ પરિગ્રહાદિક અને મિથ્યાત્વ-મિથ્યામતોની ય વાત કરવામાં આવી છે.
આ પ્રવચનો સૂયગડાંગ સૂત્ર આગમના પહેલા શ્રુતસ્કંધ-ગાથા ષોડશના પહેલા સમય અધ્યયનના પહેલા ઉદ્દેશાની પ્રારંભિક ગાથાઓના આધારે થયાં છે. ત્રણ ભાગ પૈકી પહેલા ભાગમાં કુલ-૧૩ પ્રવચનો આપેલ છે. એમાં આગમ પંચાંગીની અનિવાર્યતા બતાવી સમ્મગ્વિવેકની મહત્તા સમજાવી છે. આગળ વધી પરમ-આપ્ત પરમાત્મા શ્રી મહાવીરદેવનું જીવન વર્ણવી નિર્યુક્તિ, સૂણી તેમજ ટીકાના મંગલાચરણ પર વિવરણ કરેલ છે.
ચોથા પ્રવચનમાં અધ્યયન માટે જરૂરી આઠ બાબતો બતાવી એ પૈકીની એક બાબત-કાળ’ સમજાવતાં અનેક શાસ્ત્રસંદર્ભોપૂર્વક આરાધનામાં તિથિવી અનિવાર્યતા ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવેલ છે.
પ્રવચન-૬-૭-૮માં નિર્યુક્તિ અને ભાષ્યની ગાથાના આધારે આગમ અધ્યયન માટે જરૂરી ૧૫ ગુણોનું સવિસ્તૃત વર્ણન કરાયું છે. નવમા પ્રવચનમાં ટીકાકાર મહર્ષિના મંગલાચરણને વિશદ રીતે સ્પષ્ટ કરી દશમા પ્રવચનમાં બે પ્રકારના આપ્ત-પુરુષોનું વર્ણન કરાયું છે. છેલ્લાં ત્રણેક પ્રવચનો, શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના તેવીસે અધ્યયનોમાં વણિત વિષય પર પ્રકાશ પાથરે છે. પહેલા ભાગમાં પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશાની પહેલી ગાથા પર પ્રવચનો થયાં છે.
આમ પ્રથમ ભાગમાં મુખ્યત્વે ‘આગમનો બાહ્યાભ્યતર પરિચય પ્રસ્તુત કરાયેલ હોઈ આનું નામ : આગમ જાણો !એમ રખાયું છે.
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org