________________
૫૬૬ સુવાસ : ચૈત્ર ૧૫ થયા અને તેણે દેવચન્દ્રસૂરિ પાસે દીક્ષાની માંગણી કરી. દેવચન્દ્રસૂરિને આ બાલકમાં ભવિષ્યના મહાન પુરુષનાં સઘળાં લક્ષણો જણાયાં. દેવચન્દ્રસૂરિને લાગ્યું કે ભવિષ્યમાં આ બાળક મહાન ધર્માચાર્ય અને પ્રતાપી વિદ્વાન થવા જાય છે. તેણે ચાંગદેવની માતા પાસે, ચાંગદેવને પિતાના શિષ્ય તરીકે સુપ્રત કરવા માંગણી કરી. ચાંગાની માતા પાહિણીએ તૂર્ત જ હા પાડી. પરંતુ પિતા ચાચીગ બહારગામ હોવાથી તેની અનુમતિ લીધા પછી જ ચાંગદેવને દીક્ષા આપવાનું દેવચન્દ્ર નક્કી કર્યું. ચાચીગ થોડા દિવસો બાદ બહારગામથી પિતાને વતન આવ્યું. તેના પૂત્ર ચાંગદેવે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યાની વાત સાચીગે જાણી ત્યારે તેના દુઃખને પાર રહ્યો નહી. ખૂબ લાલનપાલન કરી ઉછરેલે પુત્ર કુમળી વયમાં દીક્ષા લે તે વિચાર ચાચીગ સહી શકે નહી.
દેવચન્દ્રસૂરિએ, ચાચીગના મનનું સાંત્વન કર્યું અને કહ્યું કે બાલક ચાંગદેવ જૈનધર્મના ઉદ્ધાર અથે જપે છે અને તે છે હાથે મહાન કાર્યો થવાનાં છે. છેવટે ચાચીગે પિતાને પુત્ર દેવચન્દ્રસૂરિને સોં. ૯ વર્ષની ઉમરે બાલક ચાંગદેવ ખંભાત મુકામે જૈનધર્મની દીક્ષા પામે અને ભવિષ્યમાં કલિકાળસર્વજ્ઞ તરીકે વિખ્યાત થનાર હેમચન્દ્રાચાર્યના ધાર્મિક જીવનની શરૂઆત થઈ. દીક્ષા લીધા પછી ચાંગદેવનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. નહાની ઉંમરમાં સ્વયંભૂ પ્રેરણ થતાં દીક્ષા અથવા સંન્યસ્ત લીધાના બીજા પણ દાખલા છે. બ્રાદ્ધ ધર્મને ઉખેડી નાંખી હિંદુ ધર્મનું સ્થાપન કરનાર જગદ્ગુરુ શંકરાચાર્ય લગભગ પાંચ વર્ષની ઉમરે સન્યસ્ત લીધું હતું. મહાપુરુષોની આડે વયની મર્યાદા આવી શકતી નથી.
સોમચંદ્ર બનેલા ચાંગદેવે સકળ શાસ્ત્રોને અભ્યાસ કરી આચાર્ય પદ માટે યોગ્યતા પ્રાપ્ત કરી. સોમચંદ્રની અલૌકિક મેધા અને વિદ્વતાથી મુગ્ધ થઈ દેવચંદ્રસૂરિએ તેને હેમચંદ્ર એ નામાભિધાન સાથે આચાર્ય પદ પ્રદાન કર્યું. તે પછી હેમચંદ્ર વિહાર કરતાં કરતાં ગુજરાતના પાટનગર પાટણ પહોંચ્યા. ત્યાં તે પરાક્રમી તેમજ વિદ્યાવિલાસી રાજવી સિદ્ધરાજ સિંહને સંસર્ગમાં આવ્યા. હેમચંદ્રના જ્ઞાન અને પાંડિત્યને પ્રભાવ સિદ્ધરાજ ઉપર પડે. આ પ્રભાવ ઉત્તરોત્તર વધ ગયો.
સિદ્ધરાજની વિનંતીને માન આપી, હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમ ” નામક સવા લાખ લે કે વાળું સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ રચ્યું. સિદ્ધરાજે વ્યાકરણશાસ્ત્રને આ મહાન ગ્રન્થ પૂરો થયા પછી એ ગ્રંથને હાથણના હેદ ઉપર મૂકી, ધામધૂમ સાથે આખા શહેરમાં ફેરવ્યો, ને આ સગપૂર્ણ વ્યાકરણના ગ્રંથની અનેક પ્રત કરાવી દેશવિદેશમાં ગુજરાતની વિદ્વતાને પ્રચાર કર્યો.
શ્રીમદ્દ હેમચંદ્ર જયસિંહના દરબારમાં રાજપંડિત તરીકે ઘણું સન્માન પામ્યા અને સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન તેમણે અનેક વિદ્વતાપૂર્ણ ગ્રંથ લખ્યા છે. ચૌલુક્ય રાજાઓને જેમાં ઈતિહાસ ભરેલ છે એ “યાશ્રય મહાકાવ્ય'ના ૧૩ સર્ગો તેમજ · સિદ્ધહેમ ' જેવા અપૂર્વ વ્યાકરણગ્રંથની રચના સિદ્ધરાજના સમય દરમિયાન થઈ હતી. હેમચંદ્ર વ્યાકરણ, કાવ્ય, ન્યા, કેશ, ચારિત્ર, ગ, છેદ વગેરે તમામ વિષય ઉપર સાહિત્ય રચ્યું છે. જ્ઞાનનો એક પણ પ્રદેશ તેમની સર્વદેશીય પ્રતિભાથી મુકત રહી શક્યો નથી. તેમની અમાપ વિદ્વતાને લઈને તે કલિકાળસર્વ કહેવાયા. તેમણે રચેલા લેકની સંખ્યા લગભગ સાડાત્રણ કરોડની છે એમ વિદ્વાનો માને છે. યોગશાસ્ત્ર, વીતરાગ સ્તોત્ર, દાનુશાસન, અલંકાર ચૂડામણિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com