Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ હેમચંદ્રાચાર્યનું રાજકારણ શ્રી નાગકુમાર મકાતી સર્વમાન્ય હકીકત છે કે વિક્રમ ની બારમી સદીના ઉત્તરાર્ધમાં અને તેરમી સદીના પૂર્વાર્ધમાં શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યે ગુજરાતના રાજકારણમાં મહત્વને ભાગ ભજવે છે. ગુજરાત તે વખતે એક વિકાસ પામતું સામ્રાજય હતું, અને ગુજરાતની સીમાઓ દૂર દૂર સુધી વિસ્તરેલી હતી. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતને મહાન બનાવવાનાં સ્વપ્ન સેવતો હતો. તેવામાં તે શ્રી હેમચન્દ્રના પરિચયમાં આવ્યું. - કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિના વિક્રમ સંવત ૧૧૮૧માં થયેલા વાદપ્રસંગથી જ તે હેમચંદ્રાચાર્યની તેજસ્વી બુદ્ધિને પ્રસંશક બન્યો હતા. પરંતુ માલવાના વિજ્ય પછી ભોજદેવ કૃત ‘સરસ્વતી કંઠાભરણ” વ્યાકરણ જોતાં તેનું આત્મગૌરવ હણાયું ત્યારે ગુજરાતનું સાહિત્યપ્રદેશનું કારિદ્રય દૂર કરવા, નવું વ્યાકરણ રચવા, તેણે શ્રી હેમચંદ્રને વિનંતિ કરી. તેમની વિશિષ્ટ શક્તિ એનું પ્રદર્શન અને ગુજરાતના ઘડતરમાં સક્રિય હિસ્સો આપવાને પ્રારભ આ પ્રસંગથી થયો. વ્યાકરણ તૈયાર થયે જે બહુમાનપૂર્વક પોતાના ખાસ હાથી ઉપર પધરાવી તેને રાજમહેલમાં લાવવામાં આવ્યું તે ઉપરથી શ્રી હેમચંદ્ર વિષે સિદ્ધરાજને કેટલું માન છે તે પ્રતિત થતું હતું. હેમચંદ્રની પ્રતિભાની અસર તળે તે ધીમે ધીમે આવતો જતો હતો. પરંતુ વ્યાકરણની સમાપ્તિ પછી ત્રણચાર વર્ષના ગાળામાં જ-વિ. સં. ૧૧૯૯ માં તે મૃત્યુ પામે અને શ્રી હેમચંદ્રની જામતી જતી અસર થેડે વખત ખળભે પડી. - કુમારપાળ ગુજરાતના સિંહાસને આવ્યો અને શરૂઆતનાં થોડાં વર્ષો બાદ શ્રીમદ્દ હેમચંદ્રની અસર તળે પુનઃ ગુજરાત આવવા લાગ્યું અને વિ. સં. ૧૯૧૬ થી ૧૯૩૦ સુધી તે તેમના સેએ સો ટકા પ્રભાવ નીચે રહ્યું. હેમચન્દ્રને પિતાને, રાજા અને રાજ્ય બાબત, વિશિષ્ટ આદર્શ હતા. કુમારપાલની પિતાના પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનો તેમણે તે આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. રાજકારણ ઉપર જબર પ્રતાપ છતાં તેઓ મેલી રાજરમતમાં કદી પડ્યા નથી. સ્વભાવ, સંગે, અને સંયમપૂર્ણ જીવનને લીધે તેમ કરવાની તેમને આવશ્યકતા નહોતી. સ્વભાવથી તેઓ ત્યાગી હોઈ અંગત સ્વાર્થને તદન અભાવ હતો આ સંયોગોમાં કુમારપાલને તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. સંયમી જીવનમાં કાવાદાવાને સ્થાન નહોતું. તેમનું રાજકારણ, અલબત્ત ધર્મભાવનાના સંમિશ્રણવાળું હતું. પરંતુ તે તદન લેકહિતાર્યું હતું તે તેમની નીચેની સિદ્ધિઓથી ખાત્રી થશેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70