Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
૫૮૬ સુવાસ : ચિત્ર ૧૯૯૫ તેને સરસ્વતીભડામાં આપી અભ્યાસીઓને અને અધ્યાપકને અનુલતા કરી આપી પઠન પાઠનાદિ પ્રબંધ કર્યો તથા પરીક્ષા, પારિતોષિક, પ્રોત્સાહનાદિની ઉત્તમ પેજના કરી ગુજરાતમાં વિદ્યા-પ્રચાર માટે ગુજરાતની તત્કાલીન રાજધાની(પાટણને વિદ્યાનું કેન્દ્ર, બનાવ્યું, વિદ્યા–વૃદ્ધિથી વિદ્વત્તામાં અન્ય દેશો કરતાં ગુજરાતને અગ્રગણ્ય ઉન્નત બનાવ્યું.
જેમના શબ્દાનુશાસન (અષ્ટાધ્યાયી સંસ્કૃત-પ્રાકૃતાદિષભાષાનું વ્યાકરણ લિંગાનુશાસન, ધાતુ પારાયણ, ઉણદિગણપાઠ વિગેરે અંગો અને લઘુત્તિ, બહવૃત્તિ, બૃહન્યાસ વિગેરે સાથે)ને અભ્યાસ કરી સેકડો અભ્યાસીઓ વ્યુત્પન્ન શબદશાસ્ત્ર અને ભાષાવિશારદ થયા.
- જેમની દેશી નામમાલા(રત્નાવલી ), અભિધાનચિંતામણિ નામમાલા, અને જેમના અને કાર્ય-સંગ્રહ, નિઘંટુશેષ (વનસ્પતિશાસ્ત્ર વિષયક કેશ) વિગેરે પજ્ઞ વિવરણવાળા, વિશિષ્ટ સુગમ સરસ સંકલનવાળા સંસ્કૃત પ્રાકૃત ભાષાના કેશોએ સાહત્યસેવી જનતા પર-તે તે વિષયના અભ્યાસીઓ પર જે અસાધારણ ઉપકાર કર્યો છેતે ૯૫ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. - જેમના કાવ્યાનુશાસન (અષ્ટાધ્યાયી, અલંકારચૂડામણિ નામના સ્વપજ્ઞ વિવરણ અને વિવેક સાથે)ના અને છંદોડનુશાસન (અષ્ટાધ્યાયી પજ્ઞ વિવરણ સાથે ના અભ્યાસથી સંકડા અભ્યાસીઓ, કવિઓ, સાહિત્યકારો, અલંકારશાસ્ત્રો અને સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાના છંદ શાસ્ત્રના મર્મજ્ઞ થઈ શક્યા છે. એવી રીતે વિદ્વત્તાનાં બે મુખ્ય ફલે-વકતૃત્વ અને કવિત્વ આપવા માટે જગતના સાક્ષર હેમચંદ્રાચાર્યના સદા ઋણું છે.
જેમણે મુખ્યતયા ગુજરાતના મહાસામ્રાજ્યના અભ્યદય માટે જીવન–સર્વસ્વ સમર્પણ કર્યું, સંસારને સાક્ષર-સમાજ જેમના રચેલા ગ્રંથ-વૈભવ માટે સદા ઋણી છે, તે અમૂલ્ય અખૂટ શ્રેષ્ઠ જ્ઞાન-ભંડારને ઉત્તમ વારસો જેમણે ગુજરાતને અર્પણ કર્યો, વાડમયના વિશાલ વિવિધ પ્રદેશોમાં અત્યુપકારક આવશ્યક અસાધારણ સર્વગ્રાહ્ય વિશિષ્ટ રચનાઓ કરનાર જે વિચ્છિરોમણિને કેટલાકે ગુજરાતના પાણિનિ કહ્યા, કેટલાકે જેમને પતંજલિ, પિંગલ, મહાકવિ કાલિદાસ, અમરસિહ, મમ્મટ અને ભટિના અભિનવ સ્વરૂપમાં ઓળખ્યા, કેટલાકે જેમને સિદ્ધસેન દિવાકર અને આર્ય સુહસ્તિનું અનુકરણ કરતા જોયા, બીજા કેટલાક વિચારકોએ જેમને ‘કલિકાલસર્વજ્ઞ' બિરૂદથી સંબોધ્યા, જેમણે ગર્વિષ્ઠ વાદીઓના અને વિદ્વાનેના ગર્વ ગળી ગુજરાતનું ગૌરવ વધાર્યું, ગુર્જરેશ્વરની રાજસભાને ભાવી ગુજરાતની વિદત્પરિષદને વિકસિત-પ્રફુલ્લિત બનાવી જેન સંધ સમાજના જ નહિ. ગુજરાતના વિશાલ સામ્રાજ્યની પ્રજાના મુખને ઉજજવલ અને સુપ્રસન્ન કર્યું
અપાર વિદ્યા-પારાવારનું અવગાહન-પાન કરી જવા છતાં જે વિદ્યાઓને પચાવી શક્યા, વિદ્યાઓને પરોપકારાર્થે વાપરી તેને સદુપયોગ કરી શક્યા, વિદ્વત્તાને વિશિષ્ટ લાભ જન-સમાજને આપી શક્યા જીવનની અમૂલ્ય ક્ષણોને સુવિવેકથી સાર્થક કરી શક્યા, માત્ર પિતાના જીવનને જ નહિ, હજારેના જીવનને સુધન્ય, કૃતાર્થ, સફલ બનાવી શકયા.
રાજ -માન્ય સંઘ-માન્ય લોકમાન્ય અને વિમાન્ય સન્માનનીય પૂજ્ય રાજગુરુ હોવા છતાં જેઓએ અપૂર્વ નમ્રતા અને ગંભીરતા ધારણ કરી, વિદ્યાની અલ્પમાત્રાથી પણ ઊછળતા-કુદતા કૃપમંડૂકને–પંડિતમન્ય ઉશૃંખલ ખલેને પણ જેમણે પ્રકારાન્તરથી ઉત્તમ વિદ્યા-શિક્ષાના પાઠ પઢાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70