Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
પ૬ સુવાસ : ચિત્ર ૧૫
મઘના નિત્ય વ્યસન( કુટેવ થી ક્ષીણ-સંપત્તિ( દરિદ્ર) થયેલા જે મધ પીનારા (દારૂડીઆ), તે રાજ(કમારપાલ)ની આજ્ઞાથી મઘ તજશે, તેમને સંપદાઓ થશે.'
જે દૂત( જુગાર )ને પૂર્વે થઈ ગયેલા નલ વિગેરે રાજાઓએ પણ તર્યું ન હતું, તે ઘત( જૂગાર)નું નામ પણ, તે રાજા(કુમારપાલ ) પિતાના વૈરીના નામની જેમ ઉમૂલન કરશે.
તે રાજા( કુમારપાલ )ના ઉદયવંત શાસનમાં, તેની મેદિનીમાં પારેવાની પણ-કીડા ( હેડ-સરતથી થતી રમતો ) અને કૂકડાઓનાં યુદ્ધો વિગેરે પણ થશે નહિ.૩
અનહદ વૈભવવાળો તે રાજા(કુમારપાલ ), પ્રાયે પ્રત્યેક ગામોમાં જિનાયતને ( જિન-મંદિરો ) દ્વારા પૃથ્વીને વિભૂષિત કરશે.'
તે રાજા કુમારપાલ ), સમુદ્ર પર્વતના મહીલ પર પ્રત્યેક ગામ અને પ્રત્યેક પુરમાં અપ્રતિમા( જિન-મૂર્તિઓને રથયાત્રાને ઉત્સવ કરશે.
તે રાજા કુમારપાલ ), દ્રવ્યનું દાન દઈ, જગતને અનૃણ કરી, પૃથ્વીમાં પિતાના સંવત્સરને અંકિત કરાવશે.”
ભગવાન મહાવીરની ભવિષ્યવાણીને સાચી પૂરવાર કરનારા કુમારપાલ જેવા પ્રતાપી ગર્જરેશ્વરને ધર્માચાર્ય હેમચંદ્રના ઉપર્યુક્ત સુયશસ્વી પ્રયત્ન પ્રત્યે સર્વ કેઈ સજજને આદર દર્શાવે અને સહસા જાણતાં-અજાણતાં તેવા મહાપુરુષ તરફ થયેલા મિથ્યા આક્ષેપઅનાદરે દૂર કરી સાચી કૃતજ્ઞતા અને સુજનતા દશાવે એમ ઈચ્છીશું.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજા કુમારપાલના પરિચય અને વર્ણન સંબંધમાં સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યના ૧૬મા સર્ગથી ૨૦મા સર્ગ સુધીના પાંચ સર્ગો અને પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યના આઠે સ રાખ્યા છે. પિતાના સમકાલીન સુપરિચિત અને પ્રતિબંધિત ભક્ત મહારાજાનું સદ્દગુણમય સકર્તવ્ય-વિભૂષિત જીવન-ચરિત, વિસ્તારથી પણ સમુચિત મર્યાદિત રીતે મહાકવિની પદ્ધતિથી તેઓએ આલેખે છે. તથા પન્ન દેશીનામમાલાની અને દેડનુશાસનની વ્યાખ્યામાં ઉદાહરણ તરીકે અનેકવાર ચૌલુક્ય કુમારપાલની પ્રશંસાના પદ્યો ઉચ્ચાર્યા છે. - ૧, ૨, ૩. હેમચંદ્રાચાર્યના યોગરાસ્ત્રમાં તથા મહરાજ પરાજય અને કુમારપાલપ્રતિબંધમાં એ વિષે વિસ્તારથી પ્રવચન છે.
૪. હેમચંદ્રાચાર્યે પ્રા. દ્વયાશ્રય મહાકાવ્ય(સર્ગરજ)માં કુમારપાલના જીવનની નિત્યચર્યા દર્શાવતાં વિસ્તારથી વર્ણન કર્યું છે કે-“કુમારપાલ, ભવ્ય હાથી પર આરૂઢ થઈ ચતુરંગી સેના સાથે પિતાના નામાંકિત કમાર-વિહાર નામના પાર્શ્વજિન મંદિરમાં જતે અને ભક્તિથી જિન–સ્તુતિ, જિનનાત્ર વિગેરે જિન-પૂજા કરતો અને આકર્ષક અદ્દભુત સંગીત-નૃત્યાદિ દ્વારા જિન-ભક્તિ કરાવત, તે પછી ગુરુને પ્રણામ કરતે, તેમના ઉપદેશ સાંભળતો હતો.”
પાટણમાં કુમારપાલે કરાવેલા મને હર એ કુમાર-વિહારનું વર્ણન હેમચંદ્રાચાર્યના પટ્ટધર મહાકવિ રામચંદ્ર કુમારવિહારશતક નામના છટાબદ્ધ સુંદર કાવ્યમાં કર્યું છે, તેના પ્રારંભનાં અને પ્રાન્તનાં તે નામના નિદેશવાળાં પશે આ પ્રમાણે છે
" आधर्यमन्दिरमुदारगुणाभिरामं विश्वम्भरा-पणवध-तिलकायमानम् ।
तेजांसि यच्छतु कुमारविहारनाम भूमीभुजश्चुलुकवंशभवस्य चैत्यम् ॥" " आस्तां तावन्मनुष्यः प्रकृतिमलिनधीः शाश्वतालोकचक्षु
वक्तुं वक्त्रैश्चतुर्भिर्विधिरपि किमलं तस्य सौन्दर्यलक्ष्मीम् । क्षीणाशेषाभिलाषः परमलयमयं स्थानमाप्तोऽपि यस्मिन्
आस्थां श्रीपार्थनाथस्त्रिभुवनकुमुदारामचन्द्रश्वकार ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70