Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 50
________________ શ્રી હેમચંદ્રાચાર્ય છે. ચતુરભાઈ શંકરભાઈ પટેલ એમ. એ., એલએલ. બી. શ્રીમદ્દ હેમચન્દ્ર ગુજરાતના આ અગ્રગણ્ય તિર્ધર અને યુગકર્તા મહાપુરુષ હતા. એમને યુગ હેમયુગ નામ પ્રમાણે સાચોજ હમયુગ-સુવર્ણયુગ હતો. સિદ્ધરાજને સમય ગુજરાતના ઈતિહાસમાં પરમ યશસ્વી અને ગૌરવયુક્ત હાઈ સુવર્ણાક્ષરે અંકિત થએલો છે. એવા સુભગ અવસરે સિદ્ધરાજ અને હેમચન્દ્રનો વિરલ સંગ સોના ગાથે સુગંધ મળવા સમાન છે. એ બે મહાવિભૂતિએના અદ્દભુત સંયોગે ગુજરાતની યશકલગીમાં અદ્દભુત રંગ પૂર્યા છે-ગુજરાતના ગૌરવમાં અનન્ય ઉમેરો કર્યો છે. હેમચન્દ્ર એટલે સર્વતોમુખી પ્રતિભા, સાંગોપાંગ સંપૂર્ણ અભ્યાસ, અત્યુન્નત સર્વગ્રાહી સર્જતા. હેમચન્દ્રાચાર્ય અજોડ સાહિત્યસૃષ્ટા હતા; અનુપમ યુગદષ્ટા હતા; કુશળ રાજનીતિવિશારદ હતા; જૈનશાસનના પ્રભાવક પુરુષ હતા. હેમચન્દ્ર એટલે વિદ્યાના મહાસાગર, મૂર્તિમંત જ્ઞાનચક્ર, કલિકાલસર્વજ્ઞ. કલિકાસર્વજ્ઞનું બહુમાન બિરુદ પ્રાપ્ત કરવું એ કઈ પણ વિદ્વાન માટે હાનીસૂની વાત નથી. એ જોતાં કહેવું જોઈએ કે હેમચન્દ્ર એટલે ગુજરાતના સાક્ષરશિરોમણિ. એમના એક શિષ્ય પોતાના “ચંદ્રલેખા’ નાટકમાં એમને “વિદાંનિધિમંથમંદરગિરિ' કહે છે તે સર્વથા સાર્થક છે. એવા અગાધ શક્તિશાળી સપૂત માટે ગુજરાત જેટલાં ગર્વ અને ગૌરવ ધરે એટલાં ઓછાં છે. હેમચન્દ્ર જેટલા જૈનેને તેટલાજ જૈનેતરેના–સમસ્ત ગુજરાતીઓના માન અને પૂજાને પાત્ર છે. કેમકે તેઓ શાસનને જેટલાજ સાહિત્યના ભેખધારી છે. એ કલિકાલસર્વજ્ઞની કુશાગ્ર કલમે એક પણ વિષય છે. બાકી રાખ્યો નથી. એમની સાર્વત્રિક પ્રતિભા વ્યાકરણ, છન્ડ, કાવ્ય, અલંકાર, કેશ, ન્યાય, વેગ, ચરિત ઈત્યાદિ અનેક વિષયને પહોંચી વળી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70