Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 62
________________ ૧૬ સુવાસ : ચિત્ર ૧૯૯૫ ને તેમના પર ને બીજા જૈન ઇતિહાસકારો પર પક્ષપાતને જે આરોપ મૂકવામાં આવે છે તે સમૂળગો અસ્થાને છે. એમણે જેને જ પ્રાધાન્ય આપ્યું છે તે વિગત કંઈક અંશે કદાચ સાચી હોય તો પણ તે ત્રુટી નથી પણ આદિકાળથી ચાલ્યા આવતા માનવસ્વભાવનું નૈસર્ગિક પરિણામ છે. જગતની દરેક વ્યક્તિ કે વિભૂતિ જે તે પોતે માનતી હોય તેને જ પ્રાધાન્ય આપતી આવી છે અને આજના જગતમાં પણ એજ ક્રમ ચાલુ છે. આજે આપણે જેને ધુત્કારતા હોઈએ તેને જ આવતીકાલે મહાત્માજીના વાદમાં ભળતાં આપણે પૂજીએ છીએ; આજે જેને પૂજતા હોઈએ તે મહાત્માજીને છેડી જતાં આવતી કાલે જ આપણે તેને ધુત્કારીએ છીએ. પૃથ્વીસિંહ મહાત્માજીના આશ્રયે આવતાં આપણે એની જીવનકથા વાંછીએ છીએ, પણ પૃથ્વીસિંહના પૂર્વ પક્ષમાં રહેલા એમનાથી અનેકગણા ચઢિયાતા નરવીરો કે મહાત્માજીને છેડી જતા કેટલાય પૃથ્વીસિંહનાં આપણે નામ પણું વીસરી જવા ઈચ્છીએ છીએ. આ જેમ આપણી ભૂલ નથી પણ કુદરતી ક્રમ છે એમ જૈન ઇતિહાસકારોએ જૈનત્વને પ્રાધાન્ય આપ્યું એ એમને પક્ષપાત નથી પણ આપણા કરતાં કયાંય ચઢિયાતે ને વધારે તટસ્થ નૈસર્ગિક ક્રમ છે. ઈતિહાસ કોઈ પણ કાળે નિરપેક્ષ હોતો જ નથી. જૈન ઇતિહાસકારો પાસેથી એવી આશા રાખવામાં કાં તો આપણે આપણી ભૂલ પર પડદે નાંખવા માગીએ છીએ અથવા તે પછી કુદરતની મશ્કરી દ્વારા જૈન ઈતિહાસકારો પ્રત્યેના આપણા અભાવનું આપણે પ્રદર્શન કરીએ છીએ. [ અનુસંધાન પૃષ્ઠ ૬૧૪ થી ચાલુ ] રાષ્ટ્ર-ગંભીર માંદગી છતાં શ્રી સુભાષબાબુએ ત્રિપુરી–મહાસભામાં આપેલ હાજરી. એમની વિરૂદ્ધ ઢળતી મહાસભાના મેવડી વર્ગની બહુમતિ. ગરમાગરમ વાતાવરણ વચ્ચે ત્રિપુરીની બેઠક. કેવળ મહાત્માજીની સંમાન્ય નેતાગીરી સ્વીકારતો પડિત પતને પસાર થયેલે ઠરાવ. સુભાષબાબુ કાં તો રાજીનામું આપશે ને નહિતર મહાત્માજીની ઈચ્છા પ્રમાણે મહાસભાનું કાર્યવાહક-મંડળ ચૂંટશે. સરહદી પ્રદેશના રક્ષણ સંબંધમાં સરકારને છેલ્લાં ત્રણ વર્ષમાં અઢી કરેડને ધૂમાડો થયો છે. હિદને હવે વધુ કંઈજ નહિ મળે એ સર જહોન સાઈમનને ખુલાસો. સર સી. પી. એ કથેલી મહાત્માજીના શસ્ત્રની નિષ્ફળતા. રપાડ તાલુકામાં બંધ થતી હાલીપ્રથા. બેજીયમ–કેગમાં હિંદીઓની શરમજનક હડધૂતી. કારોબારીની નિમણૂક અને નવી નીતિ સંબંધમાં મહાત્માજી અને સુભાષબાબુ વચ્ચે ચાલતા સંદેશા. યુરેપને હીટલરની ગુંડાગીરી સામે શસ્ત્ર છોડી દેવાની મહાત્માજીએ આપેલી સલાહ. પરદેશ–અમેરિકામાં લશ્કર વધારા માટે બે અબજ રૂપિયાની માગણીને સેનેટની મંજુરી. ઝેક પ્રેસીડેન્ટની માગણીને માન આપી હીટલરે ઝેક પ્રદેશને રીશના રક્ષણ નીચે લીધે; સ્લોવાકિયા પર પણ જર્મનીનું એટલુંજ આધિપત્ય સમાનિયા સાથે જર્મનીને લાભદાયી વેપારી કરાર; જર્મનીએ મહાયુદ્ધ પહેલાંના પિતાના મેમલ પ્રદેશને લીધે પુનઃ કબજોઃ મી. ચેમ્બરલેઈન હીટલરના આ વિજયને મ્યુનિચ-કરારના ભંગરૂપ જણાવે છે. ફેંચ પ્રેસીડેન્ટ લેબ્રન લંડનમાં. મોરોક્કોના રક્ષણ માટે ફ્રાન્સની જંગી તૈયારી. ઈટલીના રાજા અને મુસલિનીનાં ભાષણો. મેડ્રીડની લગોલગ પહોંચેલ ફેકે ને તા. ૨૮ મીએ તેણે લીધેલ મેડીડને કબજે. તુર્કસ્તાનમાં સ્ત્રી-પુરુષનાં પ્રેમ અને સાંદર્યનાં કૃત્રિમ પ્રદર્શને સામે નીતિમર્યાદા સાચવનાર કાયદાએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70