Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 61
________________ IT શાહ " 'ID - આજે ગુજરાત અને તેની પ્રાચીન રાજધાની પાટણ. હર્ષઘેલા અંતરે, મધ્યકાલીન અને તે પછીના પણ પશ્ચિમ હિંદના સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને સાહિત્યના પ્રવાહ પર અનન્ય વર્ચસ્વ ભગવનાર અને ગુર્જર જૈન સંસ્કૃતિના પ્રાણસમાં કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને સારસ્વતસત્ર ઉજવી રહ્યાં છે. આ સત્ર ગુજરાત અને તેની છેલ્લી સદીના સાહિત્યકારોએ શ્રીમદ હેમચંદ્રાચાર્ય, જૈન સમાજ અને જૈન સાહિત્ય પ્રત્યે જે અક્ષમ્ય આક્ષેપ કર્યા છે તેના પ્રાયશ્ચિતરૂપે હોય તે તે આપણી દૃષ્ટિએ જેટલે શોભાસ્પદ અને જૈન દૃષ્ટિએ જેટલો આવકારપાત્ર છે એટલે જ એ જે કોઈ વ્યકિત કે વર્ગને સ્વાર્થસાધન અર્થે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને હથિયાર બનાવવા પૂરતું જ હોય તો તે જૈન અને જૈનેતર બંને દૃષ્ટિએ અયોગ્ય ને અસ્થાને છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પર શરૂઆતમાં હર્મન જેકેબીએ છન્દ અને વ્યાકરણ-રચનાને લગતી ભૂલ સંબંધી અસંભવિત આક્ષેપ કર્યા. પણ જ્યારે સમર્થ જૈન વિદ્વાનો દ્વારા એ આક્ષેપને અસ્થાને, ભૂલને પરિણામરૂપ અને હાસ્યાસ્પદ ઠેરવવામાં આવ્યા ત્યારે શ્રીમાન જેકેબી એ સામે એક હરફ પણ ઉચ્ચારી ન શક્યા. બુલરે પણ કંઈક એવાજ અસંભવિત આક્ષેપ કર્યો. તે પછી મણીલાલ નભુભાઈએ શ્રીમદની અહિંસકનીતિ ઉપર અનુચિત પ્રહારો કરવા ઉપરાંત તેમના દ્વયાશ્રય મહાકાવ્યને ભારવીના ભઠ્ઠી કાવ્ય કરતાં ઉતરતી કોટિનું કહ્યું: ભદ્દી કાવ્ય ભારવીએ નહિ પણ ભટ્ટીએ લખ્યું છે એ પણ ન જાણનાર વ્યક્તિએ ભટ્ટકાવ્યનો અભ્યાસ કર્યો હોય એ જ્યારે સંભવિત નથી, ત્યારે તે તેની બીજા સાથે તુલના શી રીતે કરી શકે ? ભટ્ટીકાવ્ય વર્ણનપ્રધાન કાવ્ય છતાં તેમાં પાણિનીના પ્રયોગોને ક્રમ પણ સચવાઈ શકેલ નથી ત્યારે શ્રીમદ્દનું કાવ્ય ઈતિહાસપ્રધાન છતાં તેમણે તેમાં ભાષાની સુંદરતા અને વર્ણનની સુરેખતા ઉપરાંત વ્યાકરણને વ્યવસ્થિત ક્રમ જાળવી રાખ્યો છે. નવલરામે વીરમતી-નાટકમાં અઘટિત આક્ષેપ કર્યો અને ગુજરાતનાં કેટલાંક પાઠયપુસ્તકમાં એ આક્ષેપવાળા ભાગને જ પસંદગી આપવામાં આવે છે. તે 'પછી વર્તમાન યુગના ના.. ક. મા. મુનશી વગેરે કેટલાક લેખકોએ ઉપર્યુક્ત આક્ષેપને તેની જોવાનો વિચાર પણ કર્યા વિના તે પરથીજ પિતાનાં પુસ્તકમાં સ્વૈરવિહારી પદ્ધતિએ મરજીમાં આવ્યું એમ લખી નાખ્યું. “રાજાધિરાજ'માં મંજરી-હેમાચાર્યનો પ્રસંગ મંજરીના વ્યકિતત્વના વિકાસ અર્થે હોય તે કરતાં હેમચંદ્રાચાર્યની તે કેવળ મશ્કરી જ સૂચવે છે. "Gujarat and its Lit”માને હેમચન્દ્રવિભાગ એ તુલનાત્મક વિવેચન નહિ પણ તેમની સર્જનશકિત પર આજસુધીમાં થયેલ અધટિત આક્ષેપોની તારવણસ છે. આવી ભૂતકાલીન ભૂલેને આ સત્રમાં વીસરી જવામાં આવે એથી વધુ સુંદર સત્રનું પરિણામ બીજું શું હોઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70