Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 59
________________ શ્રી હેમચંદ્રાચાર્ય - ૬૧૩ એક પુસ્તકમાં અનેક લબચોરસ પાનાં હોય છે તેને એક-બીજા ઉપર ગોઠવે છે. પછી તેમની ઉપર-નીચે મજબૂત ઢાંકણ (પાટલી) મૂકે છે અને પછી તે સૌને એક સાથે દોરીએ બાંધે છે. તાડપત્ર ઉપર લખે ગ્રંથનાં પાનામાં વચગાળે ઘણું કરીને કાણું પાડવામાં આવેલું હોય છે તેમાં થઈને દેરી પરોવે છે અને પછી તેનાં અમુક પાનાં અમુક રીતે બાંધેલા હોય છે. પૂર્વકાળથી જૈન સાહિત્યના આશ્રયદાતા છે અને ધર્મગ્રંથોની નકલે કરાવવામાં પુણ્ય માને છે. તેથી જેન હસ્તલિખિત ગ્રંથને મેટ સંગ્રહ સચવાઈ રહ્યો છે, અને છાપખાનાં નીકળ્યા પછી તે ઘણું જૈન ગ્રંથે પ્રસિદ્ધ થવા લાગ્યા છે. જ્ઞાનને પ્રચાર કરે એ જૈનોમાં મોટા પુણ્યનું કામ ગણાય છે અને તેથી કેટલાક શ્રીમન્ત જૈન ગૃહસ્થાએ પુસ્તક પ્રકાશન માટે મોટી મોટી રકમને અલગ કરી છે તેમાંથી ધર્મનાં ભાષાંતર થાય છે, તે છપાય છે, અને તેની લહાણી થાય છે અગર જૂજ કીંમતે વેચાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત દ્વયાશ્રય કાવ્ય, કે જેની શબ્દરચના એવી ખૂબીથી કરેલી છે કે તેમાંથી વ્યાકરણ સંબંધી અને ઇતિહાસ સંબંધી એ પ્રમાણે બે અર્થ નીકળે છે, તેનું ભાષાંતર ગુર્જરનરેશ, સદ્દગત શ્રીમન્ત મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે – સદ્દગત સાક્ષર મણિલાલ નભુભાઈ પાસે કરાવી પ્રસિદ્ધ કરાવ્યું છે. જો કે જેનભંડારો પૈકી ઘણા પ્રત્યે પ્રસિદ્ધ થયા છે તો પણ હજી ઘણા પ્રસિદ્ધ થવાના બાકી છે. ગુજરાતના ધનાઢમાં મોટો ભાગ જેને બંધુઓને છે. તેઓને આ શુભ પ્રસંગે આ બાબત વિચારમાં લઈ પુસ્તક પ્રકાશન તરફ વિશેષ લક્ષ આપવાને વિનંતી કરું છું. પ્રથમ “શ્રી પ્રભાવક ચરિત્ર” નામના જૈન ગ્રન્થનું ગુજરાતી ભાષાંતર મારા વાંચવામાં આવેલું તેમાં શ્રી હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર આપેલું છે તે વાંચી મને ઘણો આનંદ થયો હતો અને તે પછી તેમણે પોતે લખેલા ત્રિષ્ટિશલાકાપુચરિત્ર નામના મેટા ગ્રંથનું ભાષાંતર વાંચવામાં આવતાં મને ગમ્મત સાથે ઘણું જ્ઞાન મળ્યું હતું. જાણે કે કોઈ કાદમ્બરી કે નવલકથા વાંચતો હોઉં એવી રીતે વાર્તાઓ, વણેને, દષ્ટાંતો વગેરેથી ભરપૂર અને સમય અને મધુરી ભાષામાં લખાએલું પુસ્તક વાંચતાં જે ભાગ મને ફરી વાંચવા અને મનન કરવા - જેવો લાગ્યો તેના ઉપર નિશાન કરતો ગયો; અને એ નિશાની કરેલે ભાગ એક નાનકડા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય તો જેમને મેટું પુસ્તક વાંચવાને વખત ન હોય તેમને મને મળ્યો હતો તે આનંદ સાથે જ્ઞાન મેળવવાને લાભ મળે અને કદાચ મોટું પુસ્તક આખુએ વાંચવાનું મન થાય એટલા માટે, મેં તે “ધર્મોપદેશ” એ નામથી નાનકડા પુસ્તકરૂપે પ્રસિદ્ધ પણ કરાવેલું. સ્વીકાર - અવન્તીનાથ; પ્રજાબ (મહાસભા-અંક); માધુરી, ફાર્બસ ત્રૈમાસિક, કુસુમ, સર્વોદ્ધાર, જૈન સિદ્ધાન્ત ભાસ્કર, દેશી રાજ્ય; પ્રસ્થાન,બાલમિત્ર, બાલજીવન, સ્ત્રીબોધ, યુવક, કમર, ઓસવાલ, દીપક, જેનસત્યપ્રકાશ, આત્માનંદ પ્રકાશ, કેરમ, ગુજરાત શાળાપત્ર, વ્યાયામ, ” શિક્ષણ--પત્રિકા, વૈઘકલ્પતરૂ, ખેતીવાડી વિજ્ઞાન, કચ્છી દશા ઓસવાલ પ્રકાશ, બાલવાડી, નવરચના, ગીતા, દાળ, અનાવિલ જગત, ક્ષત્રિયમિત્ર, અનેકાન્ત; સવાલ નવયુવક, જોર્તિધર, દુભિ; પ્રજાબંધુ, ગુજરાતી, નવસૌરાષ્ટ્ર, જૈન, જૈન. તિ, સ્ત્રીશક્તિ, ગુજરાતી એચ. સગથાન. [ પરિચય હવે પછી.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70