Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 51
________________ શ્રી હેમચંદ્રાચાર્ય - ૬ભ્ય આજથી સાડાઆઠ વર્ષ ઉપર સ. ૧૧૪પના કાર્તિકની પૂર્ણિમા–દેવદિવાળીને દિવસે-ધંધુકાના એક ધર્મિષ્ઠ કુટુંબમાં ચંગદેવ જન્મે છે. નવમે વર્ષે અત્યન્ત આશાસ્પદ જણુતે એ ચાલાક ચગદેવ આચાર્યશ્રી દેવચન્દ્રસૂરિને હાથે દીક્ષા પામી સમચંદ્ર બને છે, અને બાર વર્ષ સુધી એકધારે અભ્યાસ એકલવ્યના જેવી એકાગ્રતાથી કરી સર્વ વિદ્યામાં પારંગત થાય છે. એટલે સં. ૧૧૬ ૬ ની અક્ષયતૃતિયાએ એને આચાર્યપદ આપવામાં આવે છે, અને માત્ર એકવીશ વર્ષની હાની ઉમ્મરે સેમચંદ્ર હેમચંદ્રસૂરિ બને છે. પછી તે હેમચન્દ્રના પુણ્યપ્રભાવે ખંભાત વિદ્યાવ્યાસંગીઓનું તીર્થધામ બની રહે છે. એમની વ્યાખ્યાનધારાના પાવન પ્રવાહે ખભાતનું જિનમંદિર એક મહાન પાઠશાલા બની જાય છે. કેટલાક સમય બાદ મંત્રી ઉદયનની પ્રેરણાથી અને ગુસ્ની અનુજ્ઞાથી પોતે પાટણ પ્રતિ વિહાર કરે છે અને ત્યાં સેના અને સુગંધને સુંદર સંયોગ થાય છે–સિદ્ધરાજ અને હેમચંદ્રનો સમાગમ થાય છે. માળવાના વિજય પછી ત્યાંને જ્ઞાનભંડાર પાટણ લાવવામાં આવેલો. તેમાં ભેજરચિત “સરસ્વતીકંઠાભરણું અને અન્ય ગ્રથ જોતાં મહત્વાકાંક્ષી સિદ્ધરાજના અંતરમાં દુઃખ થાય છે કે આવા પ્રેથે મારે ત્યાં કેમ ન હોય? એટલે પિતે હેમચન્દ્રને વ્યાકરણ, છંદ, અલંકાર, કેશ આદિ રચવાને પ્રાર્થના કરે છે; કાશ્મીરથી વ્યાકરણના આઠ ગ્રંથે તાકીદે મંગાવી આપે છે અને બીજી બધી વ્યવસ્થા કરી દે છે. અસાધારણ શક્તિશાળી હેમચન્દ્ર વર્ષ–સવા વર્ષમાં તે પોતાને અને પિતાના આશ્રયદાતા રાજાને અમર કરતે અદ્દભુત ગ્રંથ સિદ્ધહૈમ તૈયાર કરી દે છે. આ મહાન ગ્રંથને દબદબાપૂર્વક સવારીમાં હાથી ઉપર દરબારમાં લાવવામાં આવે છે, રાજસભાના વિદ્વાન સમક્ષ વાંચવામાં આવે છે, અને સમુચિત પૂજેપચારથી એની સરસ્વતીકેશમાં સ્થાપના કરવામાં આવે છે. ગુજરાતના પરમ ગૌરવ સમા એ વ્યાકરણની પ્રશસ્તિમાં તત્કાલીન વિદ્વાનો એક લેકમાત્ર બસ થશે – भ्रातः संघृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा मा कार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किं ।। किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमभ्यरपि । भूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ સિદ્ધહેમ કિંવા શબ્દાનુશાસનની વિશિષ્ટતા એ છે કે એમાં સંસ્કૃત સાથે પ્રાકૃતનો પણ સમાવેશ કર્યો છે. પહેલા સાત અધ્યાય સંસ્કૃત માટે છે, જ્યારે છેલ્લે–આઠમ-અધ્યાય પ્રાકૃત શાસેની, માગધી પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ માટે છે. આપણું ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી ઉતરી આવી છે, એટલે આપણી ભાષાના અભ્યાસીઓને સિદ્ધહેમચંદ્ર પરમ આશીર્વાદરૂપ છે. હેમચંદ્રે એ ઉપરાંત ચાર કેશગ્રંથો રચ્યા છે:–૧. અભિધાન ચિંતામણિ, ૨. હેમ અનેકાર્થસંગ્રહ ૩. દેશીનામમાલા અને ૪. નિઘંટુશેષ. અભિધાનચિંતામણિમાં એક અર્થના જેટલા શબ્દો હોય તે આપેલા છે, જ્યારે અને કાર્યસંગ્રહમાં એક શબ્દના જેટલા અર્થ થતા હોય તે આપેલા છે. દેશીનામમાલા એ દેશ્ય શબ્દોને સંગ્રહ છે, અને આપણી ભાષાના તેમજ અન્ય દેશી ભાષાના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે. નિઘંટુશેષ વૈદક શબ્દને કેશ છે. આ ઉપરાંત એમણે અલંકાર અને કાવ્યશાસ્ત્રના ગહન વિવેચનયુક્ત કાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70