Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 56
________________ ૧૦ સુવાસ : ચિત્ર ૧૯૯૫ મિતાહારનું વિવરણ કરતાં ત્યાં જ કહ્યું છે કે “અધું પેટ અન્નથી ભરવું પા ભાગ જેટલું પાણી પીવું ને પેટને બાકીને પા ભાગ વાયુના સંચાર માટે ખાલી રહેવા દેવો.” કમે આવતાં ત્રીજા ગાંગનું વિવરણ કરતાં સાધુની ડિમાઓ (ધાનપદ્ધતિઓ) માટે ઉપયોગી, તથા જાડા તેમજ પાતળા મનુષ્યોની અને બળવાન તેમજ દુબળ મનુષ્યોની અપેક્ષાએ ઉપયોગી જુદા જુદા આસનોનું આચાર્યશ્રી સંક્ષિપ્ત વર્ણન કરે છે. છેવટમાં કહ્યું છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનના ખરા સાધનરૂપ હોવાથી તે જ કરવું. એમણે (૧) પર્યકાસન, (૨) વીરાસન, (૩) વજ્રાસન, (૪) પદ્માસન, (૫) ભદ્રાસન, (૬) દડાસન, (૭) ઉત્કટિક સન, (૮) ગાદેવિકાસન, તથા (૯) કાયોત્સર્ગાસન વર્ણવ્યાં છે. : પછી તેઓ કહે છે કે સુખે બેસી શકાય તેવા આસને બેસી, બંને હોઠો ઠીક બીડી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થિર કરી ઉપરના દાંત નીચેના દાંતને સ્પર્શ નહિ એમ રાખી પ્રસન્નવદને પૂર્વ કે ઉત્તર સામું મુખ રાખી અપ્રમત્તપણે ટટાર બેસી ધ્યાન કરનારે ધ્યાનમાં ઉદ્યત થવું. ક્રમે આવતાં ચોથા યોગાંગ પ્રાણાયમનું વર્ણન કરતાં તેઓ કહે છે કે ધ્યાનસિદ્ધિ માટે કેટલાક પ્રાણાયમને આશ્રય લે છે, કારણ કે તેમના મતે મન તેમજ શ્વાસ પર જય મેળવવા બીજી કોઈ રીતે શક્ય નથી. પરતુ જૈન મતમાં કહ્યું છે કે___ "उसासं न निरंभइ आभिग्गहिओ वि किमुअ चिट्ठाए । सज्नमरणं निराहे सुहुमोसासं तु जयणाए॥" टीका प्रकाश ५ लोक १ योगशास्त्र : “આભિગ્રહિક (જેણે પ્રતિજ્ઞા કરી છે તે) પણ શ્વાસને ન રોકે તે પછી ચેષ્ટાથી તે કેમ રૂંધે ? શ્વાસને નિરોધ કરવાથી તરત મરણ થાય છે. માટે જયણથી યત્નપૂર્વક સૂક્ષ્મ શ્વાસોશ્વાસ લેવા.” શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રાણાયામને શરીરના આરોગ્ય તેમજ ભવિષ્યમાં થનાર મૃત્યુને આગળથી જ્ઞાન થવા માટે ઉપયોગી ગણી વિવરણ કરે છે, અને પ્રસંગાનુસાર કાળજ્ઞાન કરાવનાર યંત્ર, મંત્ર, તિષ સ્વપ્ન, ઉપપ્રતિ, શકુન, સ્વદય આદિ બીજ નિમિત્તનું પણ વર્ણન કરે છે. તે પ્રસંગે વર્ણવેલી પ્રતીકે પાસના- છાયાપુરુષસિદ્ધિ અન્ય યોગ ગ્રંથોમાં ચર્ચાયેલી છે. પ્રાણાયામના રેચક, પૂરક, કુંભક, પ્રત્યાહાર, શાંત, ઉત્તર તથા અધર એવા સાત પ્રકાર તેઓ બતાવે છે. પ્રાણાયામના છેલ્લા ચાર પ્રકારને કુમ્ભકમાં સમાવેશ કરી શકાય, કારણ કે શરીરની અંદર શ્વાસને રૂંધવાથી જ તે થઈ શકે છે. પ્રાણાયામની સિદ્ધિથી પરકાયપ્રવેશ પણ સાધી શકાય છે, છતાં તેથી મોક્ષ પ્રાપ્ત થતું નથી. પ્રાણાયામથી ચિત્તને કલેશ થાય છે તેથી મુકિતમાં તે અંતરાયરૂપ થાય છે. એટલે પ્રાણાયામ જાણવાગ્ય છે, પણ આદરવા યોગ્ય નથી. પછી ક્રમે આવતું પાંચમું ગાંગ “પ્રત્યાહાર” તેઓ વર્ણવે છે. તે ઉપયોગી છે, કારણ કે તે દ્વારા મનની શુદ્ધિ થાય છે, મન નિશ્ચલ થાય છે, ને વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિષયમાંથી ઇકિયે સહિત મનને ખેંચી લેવું તેજ “પ્રત્યાહાર” છે. [અપૂર્ણ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70