Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 49
________________ ગુજરાતની અસ્મિતા - ૬૦૩ બંધાવ્યાં. તેના સમયમાં સોમનાથની સ્વારી મુખ્ય ગણી શકાય. પણ સોમનાથના પરાજયમાં પણ તેની કીર્તિ તો ઝળહળી ઊઠી. મુસલમાન ઇતિહાસકારાએ તેના શૌર્યનાં મુક્તકઠે વખાણ કર્યો. મૂળરાજ સરીખા દાનેશ્વરી પુત્રનું તેને પિતૃપદ મળ્યું. તેના અવસાન પછી યુવરાજ ક્ષેમરાજે રાજત્યાગ કરી નાનાભાઈ કર્ણને પિતાના પદ પર અધિષિત કર્યો. રાજા કર્ણ કરતાં મીનળદેવીના પતિ અને સિદ્ધરાજના પિતા તરીકે તે વધારે વિખ્યાત છે. પુત્રને બાળવયે જ રાજ્ય સેપી તેણે કર્ણાવતી વસાવી, ત્યાં જઈ રહેવાનું પસંદ કર્યું. - સિદ્ધરાજ એટલે મહત્વાકાંક્ષાની પ્રતિમૂર્તિ. માળવા, લાટ અને જુનાગઢ પર તેણે વિજય મેળવ્યો. સહસ્ત્રલિંગ અને રૂદ્રમાળ સરીખાં અનેક ભવ્ય સ્થાપત્યમંદિરને તે સ્થાપક બન્યા. કુમારપાળને પણ ટપી જાય એવી તેની રાજ્યવ્યવસ્થા હતી. પણ ચરિત્રના એકજ દુર્ગુણને લીધે તેને કુમારપાળ કરતાં હીણપદ પ્રાપ્ત કરવું પડયું. કુમારપાળ રાજગાદીને વારસ ન બને તે માટે તેણે અજમાવેલી સર્વ યુકિતએ વ્યર્થ ગઈ. તેના યુગમાં મુંજાલ, શાન્ત, સજન ને ઉદયન સમા મંત્રીશ્વરે થયા. તેજભર વ્યક્તિ આપતી મીનળદેવી કે નિર્મળ સતીત્વે પૂજ્યતા પ્રસરાવતી જસ્મા ને રાણકદેવીની વિરલ મૂર્તિઓ પણ તેનાજ યુગને વારસે છે. પણ જેના નિર્મળ છતાં દિગન્તવ્યાપી પ્રતાપી યશે તેના યુગને અમર બનાવ્યો એ કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યને જન્મ અને વિકાસ તે પ્રતાપી રાજવીના ભાગ્યમંદિરે સુવર્ણકળશ સમ નીવડે છે. એ બંનેના તેજસંયોગે ગુજરાતને સમૃદ્ધ વ્યાકરણ આપ્યું, સ્વતંત્ર્ય વ્યક્તિત્વ આપ્યું, ઉન્નત ભાવના આપી. પણ સિદ્ધરાજને ભેગવિલાસ પ્રિય હતા. તે હેમચંદ્રને, સ્વકીર્તિના આશય સિવાય, પૂરા ઝીલી કે ઝીલાવી ન શકો. પણ જ્યારે વીર કુમારપાળ ગુજરાતના સિંહાસને બેઠ-પંચાસરમાંથી પ્રગટેલી ચિનગારી સ્વર્ગીય પ્રભાપે ચમકી ઊઠી. અને ગુજરાત સંસ્કાર, સમૃદ્ધિ, ધર્મ, સાહિત્ય ને પરમ ભાવનાના કીર્તિમંદિર સમું બન્યું. મહાન ભારતવર્ષના નયનતેજ તરીકે, દેવી ભારતીના વિશુદ્ધ હૃદય તરીકે જગતમાં તેની સ્થાપના થઈ. તને આંગણે અસ્મિતાને ઝળહળતો દીપક પ્રગટ. [ અનુસંધાન પૃષ્ઠ ૬૦૧ થી ચાલુ ]. અવશ્ય માગે છે. છંદ શાસ્ત્રમાં નિષ્ણાત અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા પ્રો. વેલણકરની પાસે છેદનુશાસનનું સંસ્કરણ-સંશોધન કરવાય તે ઉચિત થશે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' મૂળ ભાવનગરની જૈનધર્મ–પ્રસારકસભા દ્વારા છપાયેલ તે હાલ અનુપલબ્ધ હોઈ શ્રી આત્માનંદ શતાબ્દિ સ્મારક-ફંડમાંથી તેનું પુનઃ પ્રકાશન કરવાની વ્યવસ્થા થઈ રહી છે તે તેમને નમ્ર સૂચના એ છે કે તેની જુદી જુદી પ્રતો પરથી પાઠાંતરો સહિત તે પર પ્રકાશ ફેંકનારી વિસ્તૃત પ્રસ્તાવના, ટિપ્પણુ વગેરે આપીને અસલ છપાયેલ માંની અશુદ્ધિઓ –ભૂલે ટાળીને નૂતન વર્તમાન પદ્ધતિએ તૈયાર કરાવી તે ફંડ છપાવશે એવી આશા છે. - ઉક્ત ચરિત્રમાં તેમજ અન્ય ગ્રન્થમાં ઘણાં સુભાષિત ભર્યા છે. તે પૈકીના નમુનારૂપ શાંતમૂર્તિ મુનિશ્રી જયંતવિજયજીએ “હેમચંદ્ર વચનામૃત” એ નામથી ગુજરાતી અનુવાદ સહિત એક નાનું પુસ્તક છપાવેલ છે, તે જ રીતે બીજાને પૂરે સંગ્રહ બહાર પડે તે યોગ્ય થશે. - આ સાહિત્યવિામી સૂરિના જીવન સંબંધી જે પ્રકટ અને અપ્રકટ પુષ્કળ સાધન છે તે સર્વમાંથી ઐતિહાસિક પ્રમાણેની પુષ્ટિ સહિત સમગ્ર વૃત્તાંત, અને તેમના સર્વે ગ્રંથોની વિવેચક દૃષ્ટિએ આલોચના તૈયાર કરાવી પ્રકટ કરવી એ સાથી વિશેષ ઉપયોગી કાર્યો છે. જ્યાં સુધી તે ન થાય ત્યાંસુધી તેમના પ્રત્યેના ઋણથી મુક્ત નહી થવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70