Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 48
________________ ગુજરાતની અસ્મિતા प्रभा પંચાસરના યુધ્ધમાં પ્રગટેલી એક ચિનગારી—અને એ ચિનગારીમાંથી ગુજરાતની અસ્મિતા જન્મી છે. રૂપસુંદરીનેા લાડકવાયા તે તેજસ્વી પુત્ર વનરાજ : બાળવયમાં તેણે સ્વતંત્ર વ્યકિતત્વ વિકસાવ્યું; યુવાનવયે તેણે ગુજરાતના અગત્યને ભાગ જીત્યા, રાજધાની પાટણની સ્થાપના કરી. તે મધ્યકાલીન ગુર્જર સંસ્કૃતિના સ્થાપક ને ધર્મસહિષ્ણુતાને અવતાર હતા ગુજરાતની રાજકીય પ્રવૃત્તિમાં, જૈનત્વના આશ્રયે અહિંસા અને સત્યને ગૂ ંથનાર તે પ્રથમ રાજવી હતા. પછી આવ્યા યાગરાજ : વીર વનરાજને સુરત પુત્ર. પણ પ્રભાતસૂર્યના પૂજન આગળ દૈદિપ્યમાન સૂર્ય જેમ ઉપેક્ષિત લાગે એમ વનરાજના સ્વતંત્ર વ્યક્તિત્વ તેના તેજને ઢાંકી દીધું, સરવતીને તે પ્રિયતમ હતા; ન્યાય અને નીતિને અવતાર હતા. પુત્રે કરેલ નીતિભંગનું પ્રાયશ્ચિત આત્મબળિદાનથી વાળવાનું જગતના ઈતિહાસને તેણે જવલંત દૃષ્ટાંત આપ્યું. પછી આવ્યા અનુક્રમે ક્ષેમરાજ, ભૂવડ, વૈરિસિંહ, રત્નાદિત્ય અને સામંતસિંહ. પૂર્વજોની અગાધ શક્તિના તેમનામાં અભાવ હતા. છતાં રત્નાદિત્ય વગેરેએ પાટણની રાજ્યલક્ષ્મીના વિકાસક્ષેત્રને વિશાળ બનાવ્યું; ચોર-લૂટારાઓને કાંટા કાયા; પિતૃએ સે પેલી મિલ્કતને સાચવી રાખી. છેલ્લા રાજાની વિષયલંપટતા, અશક્તિ અને દારૂના વ્યસને વનરાજના વંશના ઉચ્છેદ કરાવ્યા. તેના વિશ્વાસધાતી ભાણેજ મૂળરાજે તેનેા અને તેના કુટુંબને નાશ કરી રાજ્ય પચાવી પાડયું. લૂટેલ રાજ્યને પચાવવાની તીવ્ર આકાંક્ષાએ તેને અમર્યાદિત બનાવ્યા. પાટણ ઉપર હલ્લા લઈ આવતાં લાટ અને અજમેરનાં સૈન્યને તેણે નસાડયાં; ગિરનારના ગ્રાહરિપુને નાશ કર્યાં. વૃદ્ધાવસ્થામાં તેણે ઉત્તરાપથના બ્રાહ્મણા નિમંત્ર્યા. તે તે રીતે, યુવાન વયે કરેલ પાપાનાં પ્રાયશ્ચિત માટે તેને નિષ્ફળ ફાંફાં મારવાં પડયાં. પિતાના રાજશાસનમાં જ પરાક્રમની અવધિએ પહોંચનાર ચામુંડ મૂળરાજના રાજસિંહાસને વિરાન્ચે. ઈતિહાસકારાએ તેની કારકિર્દી વિષે જો કે ચૂપકીદી સેવી છે પણ, જે વસ્તુ ઉપલબ્ધ છે તેથી, માની શકાય છે કે પિતાનાં પાપી કાર્યાના સ્મરણે તેને નીતિશિથિલ બનાવ્યેા. પાપનાં પ્રાયશ્રિતાથે, બહેનના અતૂટ તે તેજભર આગ્રહથી, રાજ્ય છેાડી તેને કાશીના માર્ગ ગ્રહણ કરવા પડયા. પછી આવ્યે વલ્લભરાજ. પિતાના અપમાનના બદલા લેવા જતાં દેહના તેણે ભેગ આપ્યા. તેને નાના ભાઈ દુર્લભરાજ તેના સિંહાસને બેઠે. શાન્તિ ને સુલેહને તે દૂત બન્યા. મોહ પર જય મેળવી, નાના ભાઈના પુત્ર ભીમને રાજધૂરા સાંપી તેણે સન્યસ્ત ધારણ કર્યું. ભીમ એટલે દુ:શાસનવજેતા ભીમને અવતાર. સિન્ધ, ચેદી અને અવંતિપતિ ભેજને હરાવી તેણે ગુજરાતનેા ડંક્રા વગાડયેા. વિમળશાહે તે સમયમાં આજીનાં જગપ્રસિદ્ધ દહેરાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70