Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય - ૫૯ શાક્ષાત ત્રણે કાલમાં દૃશ્યમાન છે, જેના પદનું ઉલ્લંધન કરવામાં રાગ દ્વેષ, ‘ભય’ આમય (રાગ) અંતક (કાલ) જરા (વૃદ્ધાવસ્થા), લેાલત્વ (ચપલતા), લેાભ આદિ શક્તિમાન નથી એવા મહાદેવને હું વંદન કરૂં છું. જે વેદવેદ્ય જગતને જાણે છે, જેણે જન્મ-ઉત્પત્તિરૂપી સમુદ્રની ભગીની પાર્ જોયું છે, જેનું વચન પૂર્વાપર અવિરૂદ્ધ, અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુપુરુષાને વંદ્ય છે, સલગુણના ભંડાર છે, દોષરૂપી શત્રુ જેણે નષ્ટ કરી નાંખ્યા છે એવા તે મુદ્ઘ હા, વર્ધમાન હૈ, સે। પાંખડી પર રહેનાર કેશવ (વિષ્ણુ) હૈ। કે શિવ હૈ। તેને હું વંદુ છું. * વંકિતા સમશિન: ' પંડિતા સમષ્ટિ હોય છે. સમદર્શી થઈ સર્વેએ પાતપેાતાના ધર્મ પ્રત્યે પ્રેમ રાખી ખીન્તના ધર્મ પ્રત્યે પણ આદર દાખવી ચાલવું જોઈએ એ ખેાધ આ મહાન આચાર્યના જીવન અને કથન પરથી પ્રાપ્ત થાય છે. સાહિત્યસર્વજ્ઞ-સાહિત્યપ્રદેશમાં એક એવા વિષય નહે કે જેમાં આ આચાર્યે પારંગતપણું મેળવ્યું ન હેાય. કાવ્ય, અલંકાર, વ્યાકરણ, નામકેાશ, છંદ, ન્યાય નિષુટકાશ, ચાગ અને ચરિત્રકથા એ સર્વે પર, તે દરેક વિષયના પ્રમાણભૂત તત્કાલીન ગ્રન્થા પર દક્ષતાથી કરેલા અભ્યાસવડે, પ્રભુત્વ મેળવી તેના દેાહનરૂપે તેમજ પેતાની પ્રતિભાને ઉપચેાગ કરી તે દરેક પર પાતે ગ્રન્થા રચ્યા છે— એ પરથી તે ‘તત્કાલીન સાહિત્યસર્વજ્ઞ ' અને ‘ સાહિત્ય સર્જક’ હતા એ નિર્વિવાદ છે. તેથી તે કાળે તેમને ‘ કલિકાલસર્વજ્ઞ ' બિરુદ અપાયું તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.x તેમની પહેલાં, ગૂજરાત-ગૂર્જરમંડલમાંથી કાઈ વિદ્વાન થયા. નહેતા કે જેણે તેમના : જેવા આકરપ્રત્યે કાઈ પણ સાહિત્ય-વિષય પર રચ્યા હોય. ગૂજરાતની અસ્મિતામાં રાચનાર તે આ ગૂજરાતી મહાવિદ્વાન માટે વાસ્તવિક અભિમાન લઇ શકે તેમ છે. તેમના કાલ-યુગમાં સાહિત્યના યુગસર્જક તેા હેમાચાર્ય જ અને તેથી તે યુગને ‘હૈમ યુગ’ કહેવા અન્વર્ણાંક છે. દેશીભાષા–લાકસાહિત્યના પ્રાણાચાર્ય—સંસ્કૃત વ્યાકરણના સર્જક પાણિની, તે પ્રાકૃત અને ખાસકરી અપભ્રંશ ભાષાના-લાક ભાષાના પાણિની હેમચંદ્ર. અપભ્રંશનું વ્યાકરણુ રચી તેમાં ઉદાહરણાથે જે દાહા આદિ આપેલ છે તે સ્વયંરચિત નહિ, પણ તત્કાલીન જીવંત રહેલ ગ્રન્થા પૈકીમાંથી આપીને ( તે ગ્રન્થા હાલ ઉપલબ્ધ નથી, તાશ ત્યારે) તે વખતના લેાકસાહિત્યને તેમણે જીવંત રાખ્યું છે. હાલની પ્રચલિત દેશી ભાષાઓનું મૂળ તે અપભ્રંશ ભાષા. પ્રાયઃ હેમચંદ્રના સમયની તે દેશની દેશભાષા, તેના માટે દેશીનામમાલા એ નામના કાશ બનાવીને તેમણે આપણી ભાષાની ઉત્પત્તિ, વિકાસ અને વિસ્તારને પારખવામાં જખરી સહાય આપી છે. પામ્યા છે સાક્ષરશિરામણી ડા. આનંદશંકરભાઈ ધ્રુવે નિડયાદની સાહિત્યપરિષદના પ્રમુખપદેથી ઉચિત જ કહ્યું છે કે જેનું વ્યાકરણ હેમચંદ્રે ઘડી આપ્યું છે તે અપભ્રંશ, એટલે એક સ્થિર અવિકારી ભાષા-એમ મનાઈ રહ્યું છે, તેને બદલે હવે એને એક જીવન્ત અને વિકારી ભાષા તરીકે અભ્યાસ થવા ધટે છેઃ જેટલું અપભ્રંશ સાહિત્ય ઉપલબ્ધ છે એ પ્રકાશમાં × હમણાંજ સ્વસ્થ થયેલ સાક્ષર શ્રી નમદાશંકર મહેતાએ તેમને ‘ જૈનધર્મીની સમય મર્યાદાના કળિકાળ સર્વજ્ઞ બિરૂદવાળા' પેાતાના નડિયાદની પહેલી સાહિત્ય પરિષદ્ના તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં જણાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70