Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 41
________________ આચાર્ય શ્રી હેમચન્દ્ર” પલ્પ જેઓ જન્મથી માંડીને માંસભક્ષણ કરનારા હશે, તેઓ પણ તે રાજાની આજ્ઞાને વશ થઈ ખરાબ સ્વપ્નની જેમ માંસની કથાને પણ ભૂલી જશે. જે મઘ( મદિરા )ને પહેલાં દશાર્થો(યાદવો)એ શ્રાવક હોવા છતાં પણ સર્વથા તર્યું ન હતું, તે મઘને પવિત્રાત્મા તે(મદિરાત્યાગી કુમારપાલ ) સર્વત્ર અટકાવશે. તે રાજા, મહીતલમાં મઘ-સંધાન( દારૂની ઉત્પત્તિ )ને તેવી રીતે રોકશે, કે કુંભાર પણ મદ્યનાં ભાડ(વાસણ) ઘડશે નહિ. અને સુગંધી કલમ(ચોખા તથા અન્ય ધાન્ય ને તજી લોકો દુર્ગધી માંસને સુગંધી બનાવી ખાવા ચાહ-એ શાસન કરનાર રાજાનો દુર્વિવેક ગણાય. કા રાજાને અનુસરનારી હોય છે. એવી રીતે નિરપરાધી પશુઓને વધ થાય અને એવા મોટા અન્યાયને હું ન અટકાવું-ન રાકે તો હારામાં ન્યાયની કે ધર્મની ગંધ પણ છે-એમ ન ગણાય; હું કર લઉં છું, તે પૃથ્વીના રક્ષણ માટે લેતો નથી, શરીરના રક્ષણ માટે લઉં છું—એવી રીતે ધિક્કારપાત્ર ગણાઉં. ગંગાતટ પર વસનારા મુનિઓ હારી સ્તુતિ કરે છે કે “કુમારપાલ અત્યંત ન્યાયી, ધાર્મિક (ધર્મનિષ્ઠ) અને કૃપાલુ છે” તે સ્તુતિ, આવી રીતે પશુ-વધ થવા દઉં તે ધિક્કારપાત્ર ગણાય. મહારા જેવો રાજ હોવા છતાં યમરાજના કિંકર જેવા કર મનુષ્યો આવી રીતે પશુ-વધ કરે તે અયોગ્ય ગણાય. આ ! ખેદની વાત છે કે-કર કર્મવાળા લોકો હસતાં હસતાં પશુઓને હણે છે, પરંતુ ભવિષ્યમાં યમદતો દ્વારા હણનાર પોતાના આત્મા સંબંધમાં શેક કરતા નથી.” જ તુ-વધ કરવામાં મહાપાપનો વિચાર કરી તે રાજાએ(કુમારપાલે) તેવું મહાપાપ કરનારને બીજાં પાપ કરનારા કરતાં અધિક શિક્ષા કરવા અધિકારીઓને આજ્ઞા આપી હતી. અને અધિકારીઓએ રાજાની આજ્ઞા પ્રમાણે રાજ્યમાં સર્વત્ર અમારિ ઘેષણું પ્રકટ કરી હતી. કમારપાલના શ્રેષ્ઠ રાજ્યમાં પશુ-વધ બંધ થયો, માંસાહાર તજી લોકો નિર્દોષ ભેજન કરતા થયા. “વિક્રમ, અભય દાન, ન્યાય-પાલન વિગેરે સદ્દગુણો વડે અમારિ–પ્રવર્તક કુમારપાલ જેવો અન્ય નથી”એવી પ્રખ્યાત થઈ. લક્ષ્મીના ગર્વથી માંસ ખરીદનારને તે લક્ષ્મી-રહિત કરી શકો, કરુણા (જીવ-દયા) વિષયમાં શ્રદ્ધારહિતોને તે સાર્થક વચને વડે ઉલ્લસિત શ્રદ્ધાવાળા કરતો, તેના પ્રશંસનીય શાસનમાં . દેવીઓ પણ પશુવધવાળાં બલિદાન પામતી ન હતી, શિકારીઓ પણ શિકાર કરતા નહિ. ચામાં ઋષિઓ દ્વારા પશુઓની આહુતિ અપાતી નહિ, પરંતુ યાથી આહુતિ અપાતી–એ વિગેરે સંબંધમાં હેમચંદ્રાચાર્ય સં. દ્વયાશ્રય મહાકાવ્ય (સર્ગ ૨૦)માં ઉલ્લેખ કર્યા છે. - શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિ નામમાલા (કાંડ ૩, લે. હ૭૬-૭૭)માં કુમારપાલનાં નામને નિર્દેશ કરતાં પરિચય કરાવ્યો છે કે કુમrણાવૌટુકયો રાષિઃ માતા मृतस्वमोक्ता धर्मात्मा मारि-व्यसनवारकः ॥" - કુમારપાલનાં ઉપર્યુક્ત ૮નામેની વ્યુત્પત્તિ વ્યાખ્યા કરતાં તેઓએ સૂચવ્યું છે કે-કુમારે(શિશુ-બાલકા). ની જેમ પ્રજાને પાલન કરવાથી અને કુ=પૃથ્વી તથા માલમીને અત્યંત પાલન કરવાથી ૧ કુમારપાલ, , ચુલુકના અપત્ય હોવાથી ૨ ચૌલુકય, ૭ અંગવાળા રાજ્ય વડે શોભતા હોવાથી રાજા તથા ક્ષમા વિગેરે ગુણો ધારણ કરવાથી ત્રષિ=૩ રાજર્ષિ, આને અહંન દેવતા હોવાથી તથા ક્ષમા વિગેરે ગુણે વડે પરમ હોવાથી ૪ પરમહંત, મૃત્યુ પામનારના-નિર્વીરાના દ્રવ્યને મૂકનારે-ન ગ્રહણ કરનાર થવાથી ૫ મતવમકતા, અહિંસા વિગેરે લક્ષણવાળે ધર્મ જ એનો આમાં હોવાથી ૬ ધર્માત્મા, મારિનેપ્રાણિવધને સર્વથા લોકમાં વારણ કરનાર-નિષેધક થવાથી ૬ મારિવારિક તથા શિકાર, ગાર, અને મદિરાપાન વિગેરે વ્યસનને સર્વથા લોકમાં વારનાર-નિષેધક થવાથી ૮ વ્યસનવારક એવાં નામથી વિખ્યાત થયો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70