Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
આચાર્ય શ્રીહેમચન્દ્ર
(એતિહાસિક પ્રામાણિક પરિચય) [[લેખક–૫. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા ] “શ-કમાન--સાત્વિ-જી-વિલાયનાન્ ! श्रीहेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥"
[ નાટયદર્પણ-વિવરણમાં મહાકવિ રામચંદ્ર અને ગુણચંદ્ર] . આચાર્ય શ્રી હેમચંદ્રનું સંસ્મરણ એ એક રીતે દેવી સરસ્વતીનું મંગલ સંસ્મરણ ગણી શકાય. સરસ્વતીના અવતાર જેવા સિદ્ધસારસ્વત એ મુરિવરનું સન્માન-પૂજન એ સરસ્વતીને એક વિશિષ્ટ સ્વરૂપનું કિવા ગુજરાતની સરસ્વતીનું જ સન્માન-પૂજન છે. આઠ સૈકાઓ પહેલાં પ્રબલપ્રતાપી ચાર્જરેશ્વરોનાં ઉન્નત મસ્તકે જેમને ભક્તિથી નમ્યાં, સરસ્વતીના પવિત્ર તટપર સરસ્વતીને સાક્ષાત્કાર કરાવતા જે સૂરીશ્વરનાં ચરણ-કમલેને ગુર્જરેશ્વરોએ સુવર્ણ-કમલેથી પૂજ્યાં અને જેમને સેકડો સાક્ષર-સુજનોએ સુવર્ણ મય સુવાસિત સુવચન-કુસુમાંજલિથી વધાવ્યા; તેમને સામાન્ય અલ્પજ્ઞ મનુષ્ય શું અર્થ ધરી શકે ?
ગુજરાત પર જેમના ચિરસ્મરણીય અગણિત ઉપકારે છે, કાશ્મીર-વાસિની દેવી સરસ્વતીને જેમણે ગુજરાત-વાસિની કર્યો, જેમણે ગુજરાતમાં જ્ઞાનગંગા વહેવડાવી, જેમણે ગુજરાતને અદ્દભુત જ્ઞાનામૃત પાયું, જેમણે ગુજરાતને સદાચાર-સુસંસ્કાર શીખવી આચાર્ય તરીકેની ગંભીર જવાબદારીવાળી પિતાની ઉત્તમ ફરજ બજાવી તથા વિદ્વત્તા સાથેની સાધુતાની ઉંચી કિંમત અંકાવી.
સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રબલપ્રતાપી મહારાજાધિરાજ ગુર્જરેશ્વરે પ્રતિભાશાલી જે વિતરત્નની પ્રઢ વિદ્વત્તાનાં પૂજન કર્યો અને પ્રાર્થના કરતાં જેમણે શ્રેષ્ઠ શબ્દાનુશાસન રચ્યું. સિદ્ધ-હેમચન્દ્ર નામથી સુપ્રખ્યાત થયેલા જેમના પ્રશસ્ત શબ્દાનુશાસનને પટ્ટહસ્તી પર સ્થાપી ગુર્જરેશ્વરે જેમની વિદ્વત્તાનું ગૌરવ પ્રકટ કર્યું, જે સેંકડો પુસ્તક-પ્રતિ લખાવી ૧. “x x x તેનાસિવિતૃત-દુરાન-વિજ્ઞી શાનુશાસનસમૂહચિંતેર .
अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः॥". ૨ પ્રભાવક ચરિત્રમાં વર્ણન કરેલા એ ભાવને સૂચવતું એક ચિત્ર, પાટણમાં રહેલી એ વ્યાકરણની પ્રાચીન તાડપત્રથી પર છે, જેનું સૂચન અહે વત્તનનૈન માન્હામાયાજફૂવી (ગા. ઓ. સિ. નં ૭૬)માં કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70