Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 36
________________ ૫૯૦ સુવાસ : ચિત્ર ૧૯૯૫ ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પરિપાલને કરતાં પરમ ઋદ્ધિ પમાડશે ( અભ્યદય તરફ લઈ જશે ). ઋજુ( સરલ ) હોવા છતાં પણ અતિચતુર, શાંત હોવા છતાં પણ આજ્ઞાનું પાલન કરાવવામાં ઇદ જેવો, ક્ષમાવાન હોવા છતાં પણ અધૂળ્ય( પરાભવ ન કરી શકાય તેવો ) તે રાજા( કુમારપાલ ) લાંબા સમય સુધી પૃથ્વીનું પાલન કરશે. હિત કરનાર ઉપાધ્યાય અંતેવાસી( શિષ્ય )ને જેમ વિદ્યાપૂર્ણ બનાવે, તેમ તે રાજા લેકેને પોતાની સદશ ધર્મનિષ્ઠ કરશે. શરણ ઈચ્છનારાઓને શરણ્ય( શરણ આપવામાં સાધુ ), પરનારી–સહેદર તે રાજા, ધન કરતાં અને પ્રાણો કરતાં પણ ધર્મને બહુ માનશે( બહુ માન આપશે ). - તે ( કુમારપાલ ), પરાક્રમવડે, દાનવડે, દયાવડે, આજ્ઞાવડે અને બીજા પુ–ગુણવડે અદ્વિતીય થશે. તે( કુમારપાલ), કોબેરી( ઉત્તર) દિશાને તુરષ્ક( તુર્કસ્તાન) સુધી, અન્દી ( પૂર્વ દિશા )ને ત્રિદશાપગા( ગંગા નદી ) સુધી, દક્ષિણ દિશાને વિધ્યાચલ સુધી અને પશ્ચિમ દિશાને સમુદ્ર સુધી સાધશે. ૧. કુમારપાલને રાજ્યાભિષેક થતાં તેને અસમર્થ સમજી સપાદલક્ષના શાકંભરીશ્વર આન્નરાજે (અર્ણોરાજે) અન્ય રાજાઓ સાથે મળી જઈ વિરોધ દર્શાવતાં કુમારપાલે ત્યાં જઈ રણસંગ્રામમાં પરાક્રમથી યુદ્ધ ખેલી તેના હાથી પર ચડી જઈ આa (અરાજ)ને હાથી પરથી પાડી શૂરવીરતાથી પરાસ્ત કર્યો; એથી આનરાજે પોતાની કન્યા જલ્ડણ કુમારપાલને પરણાવી અને રત્નો, હાથી વિગેરેની ઉત્તમ ભેટેથી સંતુષ્ટ કર્યો. એનું વિસ્તારથી વર્ણન હેમચંદ્રાચાર્ય સંસ્કૃત હયાશ્રય મહાકાવ્ય(સર્ગ ૧૬થી ૧૯)માં આપ્યું છે, તથા કુમારપાલની સેનાએ માલવાના રાજા બલ્લાલને જીત્યાનું પણ ત્યાં વર્ણન છે. મહારાષ્ટ્ર વિગેરે દેશોમાંથી આવેલા મંગલપાઠક દ્વારા કરાતી કુમારપાલની સ્તુતિ પ્રાકૃત દ્રયામચ મહાકાવ્ય (સર્ગ ૧લા)માં રચવી છે. તથા કંકણ (કણ)ના અધીશ મલ્લિકાર્જુનને કુમારપાલે યુદ્ધમાં પરાસ્ત કર્યા, કુમારપાલના સૈન્ય મહિકાજુનને શિરચ્છેદ કર્યો અને દક્ષિણ દિશામાં કુમારપાલનું વામિત્વ થયું-એ વર્ણન હેમચંદ્રાચાર્યે પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યસર્ગ ઉઠા)માં આપ્યું છે; તથા પશ્ચિમ દિશાને સ્વામી સિંધુપતિ કુમારપાલને આજ્ઞાવતી થ હો, યવનદેશ (તુર્કસ્તાન)ના રાજાએ કુમારપાલને પ્રસન્ન રાખવા ઉપાય ચિત હિતે, ઉધર તેને મિત્ર થયો હતો, વારાણસીના સ્વામીએ કુમારપાલના ધાને શોભાવ્યું હતું, મગધદેશના રાજાએ ભેણું આપ્યું હતું, ગૌડદેશના રાજાએ મેટા હાથીઓ ભેટ આપ્યા હતા, કુમારપાલની સેનાથી કન્યકુબજ કનૌજ)ના રાજાને ભય થયો હતો, પ્રજરેશ્વર કુમારપાલના સૈન્યની છાવણી જોતાં ભયથી દશાણે દેશના રાજાનું મરણ થયું હતું અને કુમારપાલના સૈન્ય તેની રાજધાનીની(દશાર્ણદેશની) રાજ-સમૃદ્ધિને કુમારપાલને સ્વાધીને કરી હતી, કુમારપાલની સેનાએ ચેદીશ્વરના માનનું ખંડન કર્યું હતું, કુમારપાલે રેવા(નર્મદા)ને તટ પર પડાવ નાખ્યા હતા, મથુરાધીશે કનક વિગેરે સમર્પણ કરી કુમારપાલના સૈન્યથી પિતાના પુરની રક્ષા કરી હતી, કુમારપાલના આરાધના માટે જંગલપતિ(રાજપૂતાનાને રાજા)એ હાથીઓ ભેટ ધરી નમ્ર વિજ્ઞપ્તિ કરી હતી. એ સર્વનું પ્રત્યક્ષ દૃષ્ટ-જ્ઞાત પ્રામાણિક વર્ણન હેમચંદ્રાચાર્યે ઉપર્યુક્ત પ્રા. યાશ્રય મહાકાવ્ય(સર્ગ ઉઠા)માં આપેલું છે. ષિષષ્ટિશલાકાપુર(૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતીઓ, ૯ બલદે ૯ વાસુદેવો, અને ૯ પ્રતિવાસદવા)નાં ચરિત્રની રચના કરવામાં કારણભૂત કુમારપાલની પ્રાર્થના--પ્રેરણા લેવાથી હેમચં. ચાંયે તે મહાકાવ્યને અંતમાં પણ પરિમિત શબ્દોમાં કુમારપાલને ઉચિત પરિચય કરાવતાં પ્રકાશિત કર્યું છે કે.. “ચેદિ, કરાણુ, માલવા, મહારાષ્ટ્ર, અપરાન્ત, કુર, સિધુ, અને અન્ય એક દુર્ગ (દુર્ગજિલ્લાવાળા અને રખે ગમન કરી શકાય તેવા) દેશેને બાહ-પરામશક્તિથી જીતનાર, વિષ્ણુ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70