Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
"
આચાય. શ્રીહેમચન્દ્ર • પાર્લ પોતાના પ્રાસંગિક પરિચય કેવી રીતે કરાવ્યા છે ? મુખ્યતયા કુમારપાલ સાથે સંબંધ ધરાવતા પરિચય દર્શાવવા અહીં પ્રયત્ન કરીશું.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્ય (પર્વ ૧૦ માના સર્ગ ૧૧, ૧૨) માં ભગવાન મહાવીરની ભવિષ્યવાણી સૂચવતાં તેએએ ઉલ્લેખ કર્યો છે કે—સિ સાવીર દેશના વીતભય પત્તનમાં પેાતાના સમયમાં બનેલી, કપિલ ઋષિએ પ્રતિષ્ઠિત કરેલી અને પાછળથી ધૂળમાં દટાયેલી ઉચ્ચ જાતિની પાતાની ચંદનમયી દિવ્યપ્રતિમાને કુમારપાલ ત્યાંથી મેળવી તેનું સન્માનપૂજન કેવી રીતે કરાવશે ? તે સંબંધમાં અભયકુમારના પૂછ્યાથી મહાવીરે જણાવ્યું હતું; તેમાં સૂચવ્યું છે કેઃ—
..
સૌરાષ્ટ્ર, લાટ અને ગૂર્જરની સીમામાં અનુક્રમે અલપાટક નામનું નગર મહાવીરની થશે. આર્યભૂમિનું શિરામણ, કલ્યાનું નિકેતન–સ્થાન, તે ભવિષ્યવાણીમાં અધર્મનું એકત્રરૂપ તીર્થ થશે.
ત્યાં ચૈત્યા( જિન-મંદિર )માં રહેલી રત્નમયી નિર્મલ અર્હ પ્રતિમાએ। . નદીશ્વર (દ્વીપ) વિગેરેની પ્રતિમાએની કથાને સત્ય માનવા પ્રેરશે. સૂર્ય જેવા દેદીપ્યમાન સેાનાના કલશેાથી અલંકૃત થયેલાં શિખરાવાળાં ચૈત્યા( જિનમંદિર )વડે તે( પાટણ નગર ) સુશોભિત થશે.
ત્યાં વસનાર સકલ શ્રમણેાપાસક( શ્રાવક ) જને પ્રાયે અતિથિને સંવિભાગ કરીને ( મુનિજનાને દાન આપીને ) ભાજન માટે પ્રયત્ન કરશે.
·
ત્યાં વસનાર લોકા પર–સંપત્તિમાં ઈર્ષ્યા ન કરનારા, પેાતાની સંપત્તિથી સંતુષ્ટ રહેનારા
અને પાત્રોમાં દાન-શીલ ( દાન–સ્વભાવ-સદાચારવાળા ) થશે.
અલકા( કુબેરની રાજધાની )માં રહેલા યક્ષા જેવા ત્યાંના ધનિકા શ્રદ્ધાણુ આર્દ્રતા ( જેના ) સાત ક્ષેત્રો( ૧ જિન-બિંબ, ૨ જિન-ભવન, ૩ જિનાગમ, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને છ શ્રાવિકા )માં દ્રવ્ય અત્યન્ત વાવશે.ર
તે નગરમાં વસનાર સર્વ ક્રાઇ લેાક, સુષમાકાલના લેાકની જેમ પર-ધન અને પર-દારા પ્રત્યે પરાસ્મુખ થશે.
હું અભય ! અમ્હારા નિર્વાણ પછી જ્યારે ૧૬૬૯ ( વિ. સં. ૧૧૯૯ ) વર્ષે જશે, ત્યારે તે નગર( પાટણ )માં ચૌલુકય-કુલમાં ચંદ્ર જેવા મહાબાહુ( મહાપરાક્રમી ), પ્રચડ અખડ શાસન(આજ્ઞા)વાળા કુમાર
કુમારપાલ
પાલ ભૂપાલ થશે.
૧. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય' ચૌલુકયવશ અપરનામવાળા સંસ્કૃત હ્રયાશ્રય મહાકાવ્યમાં પ્રથમ સના પ્રારંભમાં ચેાથા પદ્મથી ૧૩૪મા પદ્મ સુધી ૧૩૦ ક્ષેાકાદ્રારા અણહિલપાટક પુર(પાટણ)નું વિવિધ પ્રકારે વિસ્તારથી મનેાહર વર્ણન કર્યું છે, તથા તેઓએ પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્યના પ્રારંભમાં પ્રથમ સĆની બીજી ગાથાથી ૨૭ મી ગાથા પર્યન્ત ૨૬ ગાથાઓથી અણહિલ્લનગર(પાટણ)નું ઉત્તમ વર્ણન કર્યું છે. પેાતાના સમયની પાટણની ઋદ્ધિ-સમૃદ્ધિના જે ઊંચા ખ્યાલ તેઓએ કરાવ્યા છે; તે પાટણની સાચી પ્રભુતા જાણવા ઇચ્છનારે-ખાસ કરીને ગુજરાતના દરેક સાક્ષરે લક્ષ્યમાં લેવા જોઇએ. ગુજરાતના ઇતિહાસના અભ્યાસીને એમાંથી ઘણું જાણવાનું મળી શકે તેમ છે.
૨. આ ૭ ક્ષેત્રમાં ધન વાવવા સખંધમાં હેમચ'દ્રાચાર્યે પોતાના યોગશાસ્ત્ર(જૈનધર્મ –પ્રસા સભા–ભાવનગરથી પ્રકાશિત)ના ત્રીજા પ્રકાશમાં મહાશ્રાવકનું સ્વરૂપ સૂચવતાં ૧૧૯મા શ્ર્લાકના વિવ રણમાં વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70