________________
૫૭૬ સુવાસ : ચિત્ર ૧૫
થાય છે. જૂની ઈમારતે તે જણાતી નથી પરતુ ઠેકઠેકાણે નજરે પડતી કતરેલી જાત જાતની નકશીવાળી શિલાઓ, મૂર્તિઓ અને પ્રાચીન લીપિના અક્ષરોવાળા પત્થરો તથા ઓટલા એમાં, ભીમા કે અન્યત્ર ચણાએલા અગર ખેતરમાં પડેલા અવશેષો પિતાની જીવનકથા મૂક મુખે વર્ણવે છે. પ્રાચીનતાના એક્કસ ચિન્હરવરૂપ જળાશયોની વિપુલતા અને આસપાસની જમીન કરતાં રસ્તાઓની નીચી સપાટી, રસ્તાની બન્ને બાજુએ આવેલી વૃક્ષરાજિથી વટેમાર્ગને મળતી શીતળ છાયા ઈત્યાદિ હ્યાં અનુભવી શકાય છે.
હાલ પણ સોપારામાં લગભગ સાત સરોવરો વપરાશમાં છે. તેમાં કમળપુષ્પો ખીલેલાં હોય છે અને આસપાસ ખોદતાં પ્રાચીન દહેરીઓના અવશેષો મળી આવે છે. ચકેશ્વરનું મંદિર અને તેની પાસેનાં પુષ્કરિણી તળાવ, ગાસ તળાવ, ભટાળા તળાવ, શ્રીમૌળી તળાવ ઉપરાંત પોખરણનો કુંડ, રામકંડ, ચંદન તળાવ અને કેટલીક વાવ છે. ગાસતળાવનો વિસ્તાર બહુ મે ટે છે અને અન્ય તળાવ પ્રમાણે આ તળાવમાંએ ઠેકઠેકાણે ખેતરને પાણી પાવા માટે ઘટમાળે ચાલે છે. તેથી કેળાંની વાડીઓ પુષ્કળ પિષાય છે. જ્યાં પાણીની વિપુલતા નથી ત્યાં તાડ, નાળિયેરી અને આંબાની વાડીઓ છે. મતલબ કે આખું સોપારા હજી એ રમ્ય સ્થળ લાગે છે અને પ્રજા સુખી છે. પ્રાચીન અવશેષોના નિરીક્ષક અને પુરાતત્તવાષકે માટે તે આ સ્થળ વિશેષ આનંદમય અને ઉત્સાહવર્ધક નીવડે છે. જે બાજુ ફરે તે બાજુ કંઇને કંઈ જેવા જાણવાનું મળી જ આવે છે.
ખેતરો, તળાવો અને મકાનના પાયા ખોદાવતાં વખતેવખત મળી આવતી ખંડિત મૂર્તિઓ તે ઘણી નજરે પડે છે પરંતુ તે પૈકી જે સારી દશામાં મળી આવી તે સઘળી ત્યાંના ચક્રેશ્વરના મંદિરમાં એકઠી કરવામાં આવી છે. એ મંદિરની હાલની ઈમારત તે બહુ જૂની નથી પરંતુ અંદર ચક્રેશ્વરનું લિંગ જૂનું જણાય છે. પાસે જ અર્વાચીન રામમંદિર છે અને મોરેશ્વર જોશીની સમાધિ છે. ત્યાં યજુર્વેદી મહારાષ્ટ્રિય બ્રાહ્મણ શ્રી ગોવિંદ મોરેશ્વર જોશી તેના માલિક અને સંરક્ષક છે. એ મંદિરની અંદરના ભાગમાં તેમજ બહારના ચોગાનમાં કેટલીક બ્રાહ્મણીય સ્મૃતિઓ સુરક્ષિત છે તે લગભગ ૯મી થી ૧૨ મી સદી સુધીની છે અને બધી એપારાના ભિન્ન ભિન્ન સ્થળોમાંથી મળી આવેલી છે. એ મૂર્તિઓમા વર્ણનીય મૂર્તિઓ બ્રહ્મા, હરિહર, સૂર્ય, વરાહ, મહિસાસૂર મદિની, ચન્દ્રશેખર, પાર્વતી અને રંભાની છે. તદુપરાંત કેટલાક પાળિયા અને શિલ્પકામના નમૂનાઓ પણ રાખેલા છે. તે બધાનું વર્ણન અત્રે (વિસ્તાર) થઈ શકે તેમ નથી. જેનમૂર્તિઓ જે જે મળી આવી તેમાંની ઘણીખરી નાળા અને અગાશને દહેરાસરોમાં સુરક્ષિત છે. આ મૂર્તિઓમાં એક સ્ફટિકની પણ છે. બૌદ્ધ મૃતિઓ મળી નથી પરંતુ બૌદ્ધધર્મના મથક સ્વરૂપ સ્થળોના અવશેષો વિદ્યમાન છે. દાખલા તરીકે બકુલ ટેકરી જ્યાં ગૌતમબુદ્દે વતઃ પિતાને મુકામ રાખ્યાનું કહેવાય છે તે હજીએ વાકલ કરીને નામે ઓળખાય છે. ત્યાંથી સને ૧૮૮૨ ઈ. માં ડે. ભગવાનલાલ ઈન્દ્રજીને બ્રાહ્મી અક્ષરવાળા કેટલાક પત્થર મળી આવ્યા હતા. તે હવે ત્યાં નથી પરંતુ પાસેના ગાસ નામક ગામમાં આવી ગયા છે. બીજુ મહત્વનું બૈદ્ધ સ્થળ તે બરડકટ છે. સ્થાનિક દંતકથા પ્રમાણે ત્યાં બરૂડ રાજા રહેતો અને તેણે કેટ બંધાવ્યો હતો તેના અવશેષો હ્યાં ડટાએલા છે. તે બહુ સાદુ જીવન વિતાવતો હતો અને તેની સ્ત્રી પરમ સાધ્વી સતી હતી અને ચક્રેશ્વરના તળાવમાં પાણી ભરવા જા આવતી. પાણીની સપાટી પર ચાલી મધ્યભાગથી પાણી ભરી લાવતી ઈ. વાત પ્રચલિત છે. સંભવિતઃ આ બડ રાજા કેાઈ મધ્યકાલીન સ્થાનિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com