Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 28
________________ ૫૮ર" સુવાસ : ચૈત્ર ૧૯૫ બનાવ્યા. એક દિવસ ગુ—શિષ્ય વિહાર કરતા હતા ત્યારે એક કલસાને ઢગલે રસ્તામાં પડ હતું તે જોઈને સોમદેવે ગુરુને કહ્યું કે આ રસ્તામાં સેનાને ઢગલે કેણે કરી મૂકયો હશે? ખરી રીતે એ સુવર્ણઢગ જ હતો. છતાં પ્રારબ્ધહીન લોકોને તે કેલસા દેખાતા હતા. ગુરુએ જ્ઞાનદૃષ્ટિથી એ જાણી લીધું અને શિષ્યને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે એમ જાણીને તેનું હેમચંદ્ર નામ પાડયું. મૂળના નામના સમ શબ્દને પર્યાય ચંદ્ર શબ્દ સાથે દિવ્યદૃષ્ટિએ જોયેલા સુવર્ણ શબ્દને પર્યાય હેમ શબ્દ ઉમેરીને હેમચંદ્ર નામ ગુરુએ સિદ્ધ કર્યું અને તે નામથી જ તે જગતમાં અમર થયા. જૈન જગતમાં ચંદ્ર જેવા શીતળતાથી ભરેલા અને જ્ઞાનસંપત્તિથી સુવર્ણ સમાન શોભતા હોવાને લીધે એમનું હેમચંદ્ર નામ સાર્થક છે. સર્વધર્મસમભાવી આ મહાપુરુષને મહારાં હજારો વંદન છે. રમકડાં કુમાર [ પૃથ્વી–સોનેટ ] પચાસ દિનને થતાં ચરણઅંગુલી ધાવતે, પછી રણરણાટ રમ્ય ઘૂઘરાતણે રાચતે, વિવિધ જડ કાષ્ટનાં રમકડાં ઘણાં ખેલતાં,. જરી ઘુંટણ ટેકતાં, સમય વીતતાં સા તજ્યાં. કિશોર વયમાં ગ્રહી ચલિત ચાંપથી પૂતળી ૫ અલોકિક ઘડીક નર્તનથી મોહ પમાડતી. ઊંડે મતિ–પતંગ તે ગહનતા ભણી વને, કલા પ્રણય ગૂઢ ભાવ થકી નેન જ્યાંત્યાં ઠરે. પિતા મુજ ભગિનિ માત સઘળાં તદા કે નવા બળે ઉર ગમ્યાં; લલિત લલના, વિલાસે બીજા ૧૦. મને–રસિક અંતરે, અવનવા કરે સ્પર્શતાપ્રબંધન મહીં બધી રમતમાં વહી જિંદગી. હવે શિથિલ ગાત્ર; આ રમકડાં રમાયે નહિ. કરે ભજનમાળ ને મુખથી શબ્દ શ્રી ૩૪ સરે. ૧૪ (પ્રગટ થનાર “કુમારનાં કાવ્ય”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70