Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ૫૮૦ સુવાસ : ચૈત્ર ૧૯૯૫ સિદ્ધરાજની રાજસભાના એ સમર્થ પંડિત હતા. માળવા ઉપર સ્વારી કરી યશોવર્માને જીતી લાવ્યા પછી ત્યાંની સાહિત્યસંપત્તિ ગુજરાત કરતાં તેને ચઢતી કટિની માલમ પડી એટલું જ નહિ પણ ગુજરાતના પ્રજાજને ભેજનું બનાવેલું સંસ્કૃત વ્યાકરણ ભણતા હતા એ સિદ્ધરાજને બહુજ ખટકવા લાગ્યું. સિદ્ધરાજે હેમાચાર્યને કહ્યું કે હારા રાજ્યમાં કોઈ એ પંડિત નથી કે જે સંસ્કૃત વ્યાકરણ બનાવી શકે? હારી પ્રજાએ શા માટે પરદેશીએ બનાવેલું વ્યાકરણ શીખવું જોઈએ ? આ ઉપરથી હેમચંદ્રજીએ પાણિની જેવું સૂત્રાત્મક હૈમવ્યાકરણ બનાવી મહારાજાને અર્પણ કર્યું. અને ઈતિહાસનાં વર્ણને સાથે વ્યાકરણનાં સૂત્રો પણ અંદર આવી શકે એવું ઇતિહાસ અને વ્યાકરણ બંનેના આશ્રયવાળુ યાશ્રય મહાકાવ્ય બનાવી સિદ્ધરાજને સમર્પણ કર્યું. એ બંને ગ્રંથે પડિત્યના નમુના રૂપ જોઈ સિદ્ધરાજ બહુજ પ્રસન્ન થયે. અને હાથી ઉપર એ પ્રથાને પધરાવી તેની સવારી કાઢી રાજમહેલમાં તે પધરાવ્યા. હેમાચાર્ય મહાન વિદ્વાન હતા તેની સાથે સમર્થ યેગી પણ હતા. રોગશાસ્ત્ર ઉપર તેમણે એક ઉત્તમ ગ્રંથ પણ લખેલે છે. એમની યોગકળાનો પરચો કુમારપાલને એમણે બતાવ્યું પણ હતો. સોમનાથ મહાદેવનાં દર્શને કુમારપાલ ગયો હતો ત્યારે તેણે હેમાચાર્યને પૂછ્યું કે–“મહારાજ તમે મને બધે ઉપદેશ કયો પણ હવે કલ્યાણ માટે કર્યો ધર્મ આચરવાયેગ્યે શ્રેષ્ઠ છે તે કહે.” ત્યારે હેમાચાર્યું તેને કહ્યું કે, “તને કહું તેના કરતાં ભગવાન શંકર જ તને તે વાત કહેશે.” પછી તે કુમારપાળને શંકરના દેવળમાં લઈ ગયા, અને પુષ્કળ ધૂપદીપ કરી મહાદેવની મૂર્તિ સામે એકદષ્ટિએ પાન ધરીને બેસવાનું કહ્યું. થોડીવાર થઈ એટલે મહાદેવની મૂર્તિ ઊપર કેઈ આકૃતિ પ્રગટ થતી દેખાઈ. એના તેજથી બધી દિશાઓ ઝળાંઝળાં થઈ. કુમારપાલની આંખો એ તેજથી અંજાઈ ગઈ એટલે તેણે આંખ આડા બે હાથ દઈ દીધા. પણ પછી હિંમત લાવીને, ધીમે રહીને મૂર્તિ સામું જોયું તે એક જટાજૂથધારી, શરીરે ભસ્મ લેપન કરેલે, વ્યાઘામ્બર પરિધાન કરેલું અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલો પુરુષ મૂર્તિ ઉપર ઊભે રહેલે તેણે જે. એ પુરુષે ગંભીર સ્વરે રાજાને કહ્યું કે, “હે રાજા આ આચાર્ય હેમચંદ્ર જે બતાવે છે તે જ કલ્યાણને માર્ગ છે. માટે એ કહે તે પ્રમાણે જ તું કરજે, એથી જ તારું કલ્યાણ થશે એમ નિશ્ચય જાણજે.” પછી એ પુરુષાકૃતિ અદશ્ય થઈ ગઈ. અને કુમારપાલ શુદ્ધિમાં આવ્યા પછી હેમચંદ્રને પગે પડયો ને બોલ્યો કે, “મહારાજ, આપજ મને હવે કલ્યાણને માર્ગ બતાવો. હું આપની આજ્ઞાને આધીન થઈશ.” હેમાચાર્યે કહ્યું-“એ ભગવાન શંકર સાક્ષાત હતા. હવે તારી ખાત્રી થઈ હશે.” આ ગચમત્કાર નહિ તો બીજું શું ? હેમચંદ્રાચાર્ય બીજા ધર્મો ઉપર પણ પૂરે સમભાવેશીલ હતા. પિતાને જૈન ધર્મ પર પૂરે પક્ષપાત હતું છતાં બીજા ધર્મની તે નિંદા કરતા નહિ અને અન્ય દેવોના તરફ પણ પૂજ્યભાવથી જોતા. આથી વિધમીએ પણ તેમના ઉપર પ્રેમ રાખતા. એક વખત કુમારપાળે તેમને પૂછયું કે—“ કાઈ સારા ધર્મકાર્યમાં મારે ધનને વ્યય કરે છે તે મને કઈ સારું ધર્મકાર્ય બતાવે કે જેમાં ધન ખર્ચ કૃતાર્થ થાઉં.” ત્યારે હેમાચાર્યો તેને કહ્યું કે, “પ્રભાસપાટણમાં સોમનાથ દેવાલય જીર્ણ થઈ તૂટી ગયું છે તેને જીર્ણોદ્ધાર કરે.” આ ઉપરથી કુમારપાળે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું. તે કામ પૂર્ણ થયા પછી મહાદેવના દર્શને જવાને ઠરાવ થયો. બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70