Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ શ્રીમદ્દ હેમચન્દ્રઃ સંસ્કારસ્વામી તરીકે ૫૭ ત્રિશષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે ઉત્તમ કેટીના ગ્રંથ કુમારપાલના રાજશાસન દરમિયાન રચાયા હતા. સિદ્ધરાજ અને હેમચંદ્રને સંબંધ રાજા અને પંડિતને હતે. પરંતુ કુમારપાલે તે હેમચંદ્રને ગુરુપદે સ્થાપી તેમની પ્રેરણાથી અનેક લોકોપયોગી કાર્યો કર્યા હતાં. જૈનધર્મના સિદ્ધાંતને ગુજરાતમાં વધુમાં વધુ વેગ હેમચંદ્રાચાર્યે આયે હતો. હેમચંદ્રની જીવનલીલા સંવત ૧૨૨૯માં સમાપ્ત થઈ હતી. તેમણે ૮૪ વર્ષનું આયુષ્ય ભગવ્યું તે દરમિયાન ગુજરાતને નવીન સંસ્કાર આપ્યા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને અનેક ગ્રંથોથી સમૃદ્ધ બનાવ્યું. જૈન ધર્મ તેમના પ્રતાપ અને પ્રેરણાથી રાજધર્મ બન્યો. - ગુજરાતની હાલની સંસ્કૃતિનાં બીજ હેમચંદ્રાચાર્યના સમયમાં નંખાયાં હતાં એમ કહી શકાય. “અહિંસા પરમો ધર્મ'ના સિદ્ધાંતોને પ્રચાર ગુજરાતમાં હેમચંદ્ર કર્યો. તેમની પ્રેરણને લઈને સિદ્ધરાજ તેમજ કુમારપાલે જીવહિંસાની બંધી કરી હતી. કુમારપાલના સમયમાં હેમચંદ્ર જૈન ધર્મના સિદ્ધાંતને ખૂબ પ્રચાર કર્યો. તેમણે સિદ્ધરાજ અને કુમારપાલને જૈનધર્મને બંધ કર્યો. તેના પરિણામે સિદ્ધરાજને જૈન ધર્મ તરફ સમભાવ થયે અને કુમારપાલે તે જૈન ધર્મ અંગીકાર કર્યો માંસમદિરાને હેમચંદ્ર, કુમારપાલ પાસે ત્યાગ કરાવ્યો એટલું જ નહિ પણ કુમારપાલે તેમની પ્રેરણાથી માંસમદિરાથી દૂર રહેવાને ગુજરાતની પ્રજાને ફરમાન કર્યું. કુમારપાલે જે લેકહિતના કાયદા અથવા ફરમાને બહાર પાડ્યા હતા તે બધા હેમચંદ્રની પ્રેરણાને આભારી હતા. જનાવરની સાઠમારી બંધ કરાવી, દાતને પણ નિષેધ કુમારપાલ પાસે તેમણે કરાવ્યો હતો. - કુમારપારપાલના સમયમાં એવો રિવાજ હતો કે જો કોઈ માણસ અપુત્ર મરી જાય તે તેની મિલકત રાજ્યમાં જપ્ત થતી. તેની વિધવા અથવા બીજાં સગાંને મિલકત મળી શકતી નહોતી. હેમચંદ્ર કુમારપાલ પાસે આ પદ્ધતિ નાબૂદ કરાવી. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કલાના વિકાસમાં હેમચંદ્રને ફાળે મહાન છે. સિદ્ધરાજ અને કુમારપાલ પાસે તેમણે અનેક જૈન તેમજ જૈનેતર-મદિરોનો પુનરૂદ્ધાર કરાવ્યો. ગુજરાતમાં આજે બીજ પ્રાંતના મુકાબલે ધાર્મિક સહિષ્ણુતા વધારે પ્રમાણમાં નજરે પડે છે તેનાં મૂળ પણ હેમચંકાચા નાખ્યાં હતાં. કુમારપાલ ઉપર હેમચંદ્રનો ઘણો ઘણે પ્રભાવ હતા તેમ છતાં હેમચંદ્ર જૈનેતર ઉપર કોઈ જાતનું ગેરવ્યાજબી દબાણ રાજા પાસે કરાવ્યું હતું. ઉલટું ઘણાં શિવમંદિરને ઉદ્ધાર કરવાની તેમણે રાજાને સલાહ આપી હતી. ગુજરાતની અહિંસા અને ધાર્મિક સહિષ્ણુતા હેમચંદ્રને આભારી છે. હેમચંદ્રને સ્થાને બીજો કોઈ ધાર્મિક આચાર્ય રાજા ઉપરની લાગવગનો ઉપયોગ બીજા સંપ્રદાયે વિરૂદ્ધ કરવા કદાચ લલચા હોત! પરંતુ હેમચંદ્રને મન સર્વ ધર્મો સરખાં હતા. તે જિન ધર્મનું પ્રતિપાદન કરતા હતા છતાં કઈ જાતને દુરાગ્રહ તેમણે સેવ્યો હતો. સોમનાથ મહાદેવના મંદિરને પુનરૂદ્ધાર કુમારપાલ પાસે હેમચન્ટે કરાવ્યો તે પ્રસંગે તેમણે વીતરાગ–મહાદેવતંત્ર બનાવ્યું. હેમચંદ્ર કેટલી ઉચ્ચ ભૂમિકા ઉપર વસનારા આચાર્ય હતા. તેને કંઈક ખ્યાલ આ વીતરાગ-સ્તોત્ર ઉપરથી આવે છે. भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70