Book Title: Suvas 1939 06 Pustak 01 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ શ્રીમદ્દ હેમચંદ્ર: સંસ્કારસ્વામી તરીકે ભદ્રાયુલાલ મોતીલાલ મજમુદાર બી. એ., એલ એલ. બી. મધ્યકાલીન ગુજરાતને સંથી તેજસ્વી સમય સિદ્ધરાજ અને કુમારપાલના રાજશાસનનો હતા. આ સમયમાં ગુજરાતનો કીર્તિધ્વજ ચારે બાજુ ઊડત અને ગુજરાતની આણ લગભગ સારાય હિંદમાં પ્રવર્તતી. હિંદ અને હિંદ બહાર પણું ગુજરાતને કીર્તિ કે વાગતો. ગુજરાતના વતની હેવું તે ગર્વપ્રદ મનાતું. ગુજરાતના આ સુવર્ણયુગની સૌથી મહાન વિભૂતિ તે શ્રીમદ્દ હેમચન્દ્ર સૂરિ. મધ્યકાલીન ગુજરાતની રંગભૂમિ ઉપર ગુજ. રાતના આ પતા પુત્ર ભજવેલે યશસ્વી ભાગ ગુજરાતીઓ ભૂલી શકે તેમ નથી. શ્રી હેમચન્દ્રસૂરિએ તેમની અસાધારણ પ્રતિભાને લઈને ગુજરાતના ઇતિહાસમાં તેમનું નામ અમર કર્યું છે. જેણે સિદ્ધરાજ અને કુમારપાલ સરખા ગુજરાતના બે મહાન રાજવીઓને પ્રતિબોધ્યા, જેણે “સિદ્ધહેમ' અને દયાશ્રય” જેવા ઉત્તમ ગ્રન્થ લખ્યા એટલું જ નહિ પણ જેણે ગુજરાતના સંસ્કારોને નવીન રંગે રંગ્યા, એવા જ્ઞાનના વારિ સરખા હેમચન્દ્રનું પુનિત સ્મરણ તાજું રાખવા ગુજરાતીઓએ પ્રયત્નશીલ રહેવું ઘટે છે. મહાપુરુષોની જયન્તી ઉજવવાથી પ્રજામાં નવું ચેતન પ્રગટે છે. મહાપુરુષોનાં સ્મરણોથી પ્રજાજીવન ઉચ્ચ અને સંસ્કારગામી બને છે. શ્રીમદ્દ હેમચન્દ્રના જીવન સંબંધમાં જુદા જુદા ગ્રન્થમાં જુદી જુદી હકીકતે આપેલી છે. પ્રભાવક ચરિત્ર” “પ્રબંધ ચિંતામણ’ ‘કુમારપાલ ચરિત્ર' આ બધા ગ્રન્થમાં શ્રી હેમચન્દ્રાચાર્ય સંબંધમાં ભિન્નભિન્ન માહિતી મળી આવે છે. કેટલેક અંશે દંતકથા અને કેટલેક અંશે ઇતિહાસના રંગેથી હેમચન્દ્રની જીવનકથા રંગાએલી છે. . પરંતુ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનના મહત્વના પ્રસંગે બાબત વિદ્વાને માં ઝાઝે તફાવત નથી. વિક્રમ સંવત ૧૧૪૫ ને કાર્તિક સુદ પૂમિના રેજ ગુજરાતના આ મહાપુરુષને જન્મ ધંધુકાના મેઢ વણિકને ત્યાં થયો હતો. તેમને માતા તરફથી ધાર્મિક સંસ્કારેને વારસો મળ્યું હતું. મહાનપણમાં ચાંગદેવ તરીકે ઓળખાતું બાળક ભવિષ્યમાં હેમચન્દ્રાચાર્ય તરીકે વિખ્યાત થઈ, કલિકાળ સર્વજ્ઞનું બિરૂદ મેળવી ગુજરાતનું નામ ગૌરવવન્તુ બનાવશે તેની કાઈને ભાગ્યે જ કલ્પના હશે ! બાલક ચાંગદેવ તેની માતા પાહિણી સાથે શ્રીમદ્દ દેવચન્દ્ર નામક વિદ્વાન જૈન સાધુ પાસે કથા શ્રવણ કરવા નિત્ય જ. ચાંગદેવને પિતા ચાચીગ વ્યાપારાર્થે ઘણું ખરે બહારગામ ફરતે. દેવચન્દ્રના ધર્મબોધને પરિણામે, ચાંગદેવના ધાર્મિક સંસ્કાર જાગ્રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70