________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વભવ પ્રસ્તાવ.
(૭) કરવા માટે ઈષ્ટદેવની પૂજા કરી પિતાની સ્ત્રીની પ્રેમપૂર્વક કંઈક સંભાવના કરી પોતાના વાસભવનમાં ગયે. નિર્મલ સ્વચ્છ વસ્ત્રથી આછાદિત, ગંગાનદીના પુલિન–તટ સમાન વિશાલ અને સુકોમલ સૂક્ષ્મ તળાઈ ઓશિકા વિગેરેથી વિભૂષિત શય્યા પર આરૂઢ થયે. ભવનદ્વાર બંધ કરાવી અનુકમે નિદ્રાધીન થઈ ગયે. તેટલામાં અર્ધરાત્રિના સમયે અકસ્માત ઉંઘ ઉડી જવાથી રાજાનાં નેત્ર ઉઘડી ગયાં, તે સમયે તેણે પિતાની આગળ ઉભેલી એક તરૂણ સ્ત્રી છે. પોતાના શરીરની કાંતિથી અંધકારના સમૂહને દૂર કરતી, ચરણરૂપ કમલની ભ્રાંતિથી એકઠા થએલા અને ગુંજારવ કરતા ભ્રમરાઓની પંક્તિ સમાન સુંદર અવાજ કરતાં, નીલમણિમય ઝાંઝરની જોડીને વહન કરતી, ભારે નાદ કરતા નગરરક્ષકથી વ્યાકુલ થયે છે કિલે જેને એવા કામદેવની રાજધાની હોય ને શું? એમ મણિમય ઘુઘરીઓથી અવાજ કરતી કટીમેખલાવડે વિભૂષિત જઘન સ્થળને ધારણ કરતી, વિષય તૃષ્ણાથી આતુર થએલા તરૂણ પુરૂષે માટે ગંભીર નાભીરૂપ વાપી (વાવ્ય) માંથી લાવણ્ય રસને ખેંચવા સારૂં ઘટીયંત્ર હોય ને શું ? એવા મુક્તાવલી હારને વક્ષ:સ્થલમાં વહન કરતી, અશોક વૃક્ષના નવીન પલ્લવડે સુશોભિત કામદેવના ભવનની લીલાને અનુસરતા કેશપાશમાં રહેલા પવરાગ મણિની કાંતિથી શોભાયમાન ભાલસ્થલને ધારણ કરતી, અને નિરૂપમ સંદર્યથી મનહર દેખાતી તે સ્ત્રીને જોઈ અતિ વિસ્મિત થઈ રાજા વિચાર કરવા લાગ્યો. “કામદેવના અસહ્ય બાણ બહારની વેદનાથી પીડાએલી આ
કઈ કામિની વિશેષ શણગાર સજી શું ફિલદેવી. હારે શરણે આવી છે ? નાના ! એ વાત
કયાંથી સંભવે ? બલવાન દ્વારપાલોથી રક્ષણ કરતા આ સ્થાનમાં મનુષ્ય જાતિને પ્રવેશ સર્વથા દુર્લભ
For Private And Personal Use Only