________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જાણે ઈર્ષાલુ થયાં હોય તેમ મને લાગે છે. એ પ્રમાણે તેની સાથે તે વાવિલાસ કરતી હતી, તેટલામાં રાજાની પ્રેરણાથી તેને બોલાવવા માટે કમલા નામની તેની દાસીએ હાક મારી કે તરતજ ભવન પતાકા ત્યાંથી પાછી વળી પિતાના પિતાની પાસે ગઈ અને પ્રણામ કરી ઉચિત સ્થાને તે બેઠી. પિતાએ પૂછયું, હે વત્સ ! હું આટલે સમય કયાં વ્યતીત કર્યો? પુત્રી બોલી, હે પિતાજી! અનેક પ્રકારની વનરાજીથી વિરાજમાન ઉત્તમ સુલટ સમાન આ ઉદ્યાનની શોભા જોવામાં ગત સમયની મહને કંઈ ખબર રહી નહીં, આ ઉપરથી રાજા પોતે સમજી ગયું અને બે કે, કમલ સમાન છે નેત્ર જેનાં, એવી હે પુત્રિ! ચિત્રપટે ઉપર રાજકુમારોનાં ચિત્ર લખીને આ ચિત્રકારે અહીં લાવ્યા છે, તે તું તપાસી જો અને તેમાંથી જે કોઈ કુમાર હને પસંદ પડે તે મહને કહે, એટલે તેની સાથે હું ત્યારે વિવાહ કરું. આ પ્રમાણે પિતાનું વાક્ય સાંભળી ચિત્રકલામાં બહુદક્ષ એવી તે કુમારીએ સર્વ ચિત્રનાં સ્વરૂપ જે જે જેને ગુણ હતું તે તેઓની સમક્ષ દોષરૂપે કહી બતાવે. જેમકે આ પટમાં ચિત્રલે કુમાર બહુ ક્રોધી છે એમ તેની દષ્ટિ ઉપરથી સ્પષ્ટ જણાય છે. તેમજ અન્ય કુમારોના ગુણોને દેષ રૂપે પ્રગટ કરતી હતી. તે પ્રસંગે સર્વ કુમારના ગુણ દેષના જાણનાર દરેક રાજાઓના દ્વારપાલે ગુપ્ત રીતે પરસ્પર કહેવા લાગ્યા કે અહો ! આ રાજપુત્રીને અવશ્ય અતિશય છે, તેમજ તેણુએ સર્વ કલાઓમાં કુશલતા પણ તેવીજ મેળવેલી છે. અન્યથા આ પ્રમાણે તે કેવી રીતે જાણી શકે!
ત્યારબાદ કુમારીએ પણ તે પ્રમાણે વિવેચન કરીને રાજાને વિનતિ કરી જણાવ્યું કે હું તાત ! ચિત્રકારો પણ કપટવડે વિચિત્ર પ્રકારનાં ચિત્રો બનાવે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. તેમજ મહું પણ પ્રતિજ્ઞા કરી છે કે જે પુરૂષ વીણાવડે મહારૂં મન પ્રસન્ન
For Private And Personal Use Only