Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 508
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિલક્ષ થઈ નીચે બેઠો. ત્યારબાદ ધ્યાનની સમાપ્તિ થઈ એટલે મુનિએ આંતરિક મળને શુદ્ધ કરનાર વચનરૂપી જલક્રીડાના ઉપદેશને પ્રારંભ કર્યો, હે કુમારેંદ્ર! સંસાર એ દુ:ખને હેતુ છે, તેમજ સંસારનો ઉદય તે કર્મનો હેતુ છે. વળી ઉપાર્જન કરેલા કર્મનો બંધ, અર્થ અને અનર્થ એમ બે પ્રકારનો છે. જેના વિના શરીરને નિર્વાહ ન થઈ શકે તે અર્થબંધ અને પ્રમાદ વડે પ્રયજન વિના કઈ પણ ઉદ્યોગ કરવાથી જે બંધ થાય તે અનર્થ હેતુ કહેવાય. વળી એક જલબિંદુમાં જીનેશ્વરેએ જેટલા જ પ્રરૂપેલા છે તેઓ પારાપત (પારેવા) સમાન શરીર ધારી થાય તે આ જંબદ્વીપમાં માઈ શકે નહીં. તે આ પ્રમાણે સેંકડે ઘડા ભરેલા જળના જેની તમે વૃથા વિરાધના શા માટે કરે છો? હે ભદ્ર! તમે આ અનર્થથી જે કર્મ બાંધે છે, તેથી તમે કયારે મુક્ત થશો. વળી આ જલક્રીડાની સાથે બીજા પણ સ્થાવર અને ત્રસ જીવને ઘાત કરે છે, તેથી બહુ પાપ થશે. જેના પરિણામે નરકની પ્રાપ્તિ સુલભ થશે. ત્યાંના દુ:ખનું શું વર્ણન કરીએ? નરકમાં પડેલા છને નિમેષ માત્ર પણ સુખ નથી. રાત્રીદિવસ તેઓ દુ:ખને જ અનુભવ કરે છે. પોતાના શરીર, સ્વજન અને પરિવારને માટે જે પાપ બાંધે છે તે પણ રાગને લીધે અજ્ઞાની છે તત્ત્વજ્ઞાન નહીં જાણવાથી કરે છે. માટે આ નશ્વર શરીરવડે કંઈપણ એવું કાર્ય કરવું કે જેથી સંસાર દુ:ખને વિનાશ થાય. તેમજ પરિણામે અસાધારણ અનંત મેક્ષ સુખની પ્રાપ્તિ થાય. એમ સમજી નાવ સમાન આ શરીર પ્રાપ્ત થયું છે તે પંચ મહાવ્રતરૂપી વેત વાવટો ચઢાવી સંસાર સમુદ્રને તમે તરી જાઓ. અન્ય સ્થળે પણ કહ્યું છે કે – महता पुण्यपण्येन, क्रोतेयं कायनौस्त्वया । पारं दुःखोदधेर्गन्तुं, त्वर यावन्न भिद्यते ।। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517